Kidney Stone Remedy | કિડનીમાં પથરી છે? ચાને બદલે સવારે આ જ્યુસ પીવાની આપી સલાહ

કિડનીમાં બાકી રહેલ નાના સ્ફટિકો પેશાબ દ્વારા બહાર કાઢવામાં આવે છે. જો કે જ્યારે આ સ્ફટિકો મોટા થાય છે, ત્યારે તે અટકી જાય છે. ત્યારે જ કિડનીમાં પથરીનાં લક્ષણો દેખાવા લાગે છે, એક્સપર્ટ શું કહે છે? જાણો

Written by shivani chauhan
October 10, 2025 07:00 IST
Kidney Stone Remedy | કિડનીમાં પથરી છે? ચાને બદલે સવારે આ જ્યુસ પીવાની આપી સલાહ
kidney stone remedy in Gujarati

Kidney Stone Remedies In Gujarati | જ્યારે શરીર ડિહાઇડ્રેટેડ હોય અને જ્યારે તમે વધુ પડતું મીઠું, ખાંડ, માંસ અથવા ઓક્સાલેટયુક્ત ખોરાક ખાઓ છો ત્યારે કિડનીમાં પથરી (Kidney stones) થઈ શકે છે. શરીર જરૂરી માત્રામાં ખનિજો અને ક્ષારનો ઉપયોગ કર્યા પછી, કિડની બાકીનાને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા બહાર કાઢે છે. આ સમય દરમિયાન, કેલ્શિયમ, ફોસ્ફેટ, ઓક્સાલેટ અને યુરિક એસિડ જેવા ક્ષારના નાના કણો કિડનીમાં સ્ફટિકો બનાવે છે.

કિડનીમાં બાકી રહેલ નાના સ્ફટિકો પેશાબ દ્વારા બહાર કાઢવામાં આવે છે. જો કે જ્યારે આ સ્ફટિકો મોટા થાય છે, ત્યારે તે અટકી જાય છે. ત્યારે જ કિડનીમાં પથરીનાં લક્ષણો દેખાવા લાગે છે.

કિડની પથરીનો ઉપાય (Kidney Stone Remedy)

ડૉ. શિવરામને કહ્યું કે કિડનીમાં પથરીથી છુટકારો મેળવવા માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. જેમને કિડનીમાં પથરી છે અને તેઓ તેને બનતા અટકાવવા માંગે છે તેમના માટે તેમની પાસે એક સરળ અને અસરકારક ટિપ છે. તેમણે કહ્યું કે દરરોજ પીતી ચાને બદલે આમળાનો રસ પીવાથી પિત્ત ઓછું થશે અને કિડનીમાં પથરી બનતી અટકાવશે.

સવારે ચા પીવાથી પિત્ત વધે છે. તેના બદલે, તમે બે મોટા આમળાના બીજ કાઢીને તેનો રસ બનાવી શકો છો. જ્યુસમાં મધ, મીઠું કે સુગર ઉમેરવાની જરૂર નથી. આમળાનો રસ ખૂબ જ પાતળો કરીને પીવો જોઈએ. સવારે એક ગ્લાસ પીવો. આનાથી શરીરમાં પિત્તનું પ્રમાણ ઘણું ઓછું થશે. પિત્તાશય (gallstones) માં પથરી અટકાવવા અને નાની પથરી ઓગળવા માટે આ એક ઉત્તમ સવારનું પીણું છે.

ડૉ. શિવરામને જણાવ્યું કે દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવાથી પથરી બનવાનું જોખમ ઓછું થઈ શકે છે. મીઠું, સુગર અને પ્રોસેસ્ડ ખોરાક ઘટાડવાથી અને ફળો અને શાકભાજીનું સેવન વધારવાથી મદદ મળી શકે છે. ઓક્સાલેટથી ભરપૂર ખોરાક લિમિટેડ કરવાથી કેટલાક લોકોને મદદ મળી શકે છે. લીંબુ, નારંગી અને દ્રાક્ષ જેવા ખાટાં ફળોમાં જોવા મળતું સાઇટ્રેટ, પથરી બનવાનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ