Lifestyle Desk :રસોઈ માત્ર મોઢામાં પાણી આવે તેવી વાનગીઓ બનાવવા પૂરતી મર્યાદિત નથી, તે જાણવું જ જોઇએ કે આ વસ્તુઓ બનાવવામાં ઘણો સમય લાગે છે શાકભાજી કાપવાથી માંડીને વપરાયેલી સામગ્રી તાજી છે તેની ખાતરી કરવા સુધી ઘણું ધ્યાન રાખવું મહત્વનું બની જાય છે. કહેવાની જરૂર નથી, આ વસ્તુઓને અમુક હેક્સ અને ટિપ્સ સાથે કેટલીક સ્કિલની જરૂર છે જે જીવનને ખૂબ સરળ બનાવી શકે છે. જેમ કે, માસ્ટરશેફ પંકજ ભદૌરિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ટીપ્સ શેર કરી છે જે તમને રસોડામાં સમય બચાવવામાં મદદ કરશે. શેફએ આ શેયર કર્યું કે,
ડુંગળી ઝડપથી કેવી રીતે ફ્રાય કરવી?
શેફે જણાવ્યું હતું કે, ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવામાં સમય લાગે છે. પરંતુ આ ટિપ્સનો ઉપયોગ કરવાથી ઇસ્યુ સોલ્વ થઈ શકે છે અને ખાતરી કરો કે ડુંગળી ઝડપથી બ્રાઉન થઈ જાય છે. તમારે ફક્ત એક ચપટી મીઠું અથવા ખાંડ ઉમેરવાની જરૂર છે. “આ ટિપ્સ તમને ઝડપથી નરમ અને બ્રાઉન ડુંગળી તૈયાર કરવામાં મદદ કરશે.
બીન્સ કેવી રીતે કાપવા?
જો તમને બીન્સ કાપવાનું મુશ્કેલ લાગે, તો પછી બીન્સ બંને છેડેથી બે રબર બેન્ડથી બાંધીને ઉપયોગ કરો. પરિણામે તમે તેને ઝડપથી કાપી શકશો.
આ પણ વાંચો: સોહા અલી ખાને માતા શર્મિલા ટાગોર અને પુત્રી ઇનાયાની યોગાસન કરતી શેયર કરી તસવીર
ડ્રાય ફ્રુટ્સને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા કેવી રીતે સ્ટોર કરવા?
શેફ પંકજએ શેયર કર્યું કે, “ડ્રાય ફ્રૂટ્સને વધુ સમય સુધી તાજા રાખવા માટે, તમારે ફક્ત તેમને એરટાઈટ કન્ટેનર અથવા ઝિપ્લૉક બેગમાં સ્ટોર કરવાની અને ફ્રીઝ કરવાની જરૂર છે. “આમ કરવાથી ડ્રાય ફ્રુટ્સ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.”
દૂધને ઉકળતા કેવી રીતે અટકાવવું?
દૂધ ઉકાળતી વખતે વાસણ પર લાકડાની ચમચી રાખો. આનાથી દૂધ ઉકળે તો પણ બહાર આવવા નહિ દે.
આ પણ વાંચો: શું સફરજનનો જ્યુસ તમારા પેટની ચરબી ઘટાડી શકે છે ખરા? જાણો વિવિધ અભ્યાસ શું કહે છે
ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ છોલે કેવી રીતે બનાવવા?
ચોલે કોને ન ભાવે! ખાસ કરીને રેસ્ટોરન્ટ-સ્ટાઈલ હોય તો મજા જ પડી જાય! જો તમને પણ છોલે પ્રિય છે અને સ્વાદ અને કલર રેસ્ટોરન્ટ જેવો મેળવવા માંગો છો તો આ ટિપ્સ તમારા માટે છે. “ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલના છોલે તૈયાર કરવા માટે, ચાની થેલી અથવા અમુક ચાના પાંદડાને મલમલના કપડામાં નાખો અને તેને ઉકાળતી વખતે છોલે સાથે નાખો.”