બાળકોને મચ્છરથી બચાવવા ઘરે જ બનાવો સ્પ્રે, દિવસમાં માત્ર 2 વખત જ ઉપયોગ કરવાની જરૂર પડશે

Best mosquito repellent for children: તમે ઘરે જ કેમિકલ ફ્રી નેચરલ સ્પ્રે તૈયાર કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે આ સ્પ્રે બાળકો અને વૃદ્ધો માટે એકદમ સલામત છે. તમારે દિવસમાં ફક્ત 2 વખત તેનો ઉપયોગ કરવાની જરૂર રહેશે. આનાથી ત્વચાને કોઈ નુકસાન થશે નહીં

Written by Ashish Goyal
April 06, 2025 21:31 IST
બાળકોને મચ્છરથી બચાવવા ઘરે જ બનાવો સ્પ્રે, દિવસમાં માત્ર 2 વખત જ ઉપયોગ કરવાની જરૂર પડશે
મચ્છર માટે તમે ઘરે જ કેમિકલ ફ્રી નેચરલ સ્પ્રે તૈયાર કરી શકો છો (તસવીર - ફ્રીપિક)

Best mosquito repellent for children: મચ્છરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. સાંજ પડતા જ લોકોને કરડવાનું શરૂ કરી દે છે. બાળકોને મચ્છરથી બચાવવા માટે માતા-પિતા જાતજાતના ઉપાયો કરે છે. બજારમાં મળતા સ્પ્રે અને ક્રીમ લગાવીને રાખે છે જેથી મચ્છર બાળકને કરડી ન જાય. પરંતુ આ સ્પ્રે કે ક્રીમ બાળકોની ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં ઘણા પ્રકારના કેમિકલ્સ હોય છે.

આવામાં તમે ઘરે જ કેમિકલ ફ્રી નેચરલ સ્પ્રે તૈયાર કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે આ સ્પ્રે બાળકો અને વૃદ્ધો માટે એકદમ સલામત છે. તમારે દિવસમાં ફક્ત 2 વખત તેનો ઉપયોગ કરવાની જરૂર રહેશે. આનાથી ત્વચાને કોઈ નુકસાન થશે નહીં. આવો જાણીએ તેના વિશે.

મચ્છર ભગાડવા માટે સ્પ્રે કેવી રીતે બનાવવો?

આ વસ્તુઓની જરૂર પડશે

  • 4-5 નાની ચમચી કારેલાના પાન અથવા જ્યુસ
  • 8 થી 10 લવિંગ (પાણીમાં ઉકાળેલા)
  • 2 ચમચી લીમડાના પાન અથવા લીમડાનું તેલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 કપ પાણી
  • 1 સ્પ્રે બોટલ

આ પણ વાંચો – ફિટ કરવાની ઝંઝટ નહીં! ટાટાનું આ સસ્તુ પોર્ટેબલ એસી ગમે ત્યાં ઉઠાવી લઇ જાવ, જાણો કિંમત અને ફિચર્સ

મચ્છરોને ભગાવવા માટે બાળકો માટે આ રીતે સ્પ્રે બનાવો

ઘરે બાળકો માટે સ્પ્રે બનાવવા માટે લવિંગને 1 કપ પાણીમાં ઉકાળો. તેને થોડીવાર માટે ઠંડુ થવા દો. આ પછી, કારેલાનો રસ ઉમેરો. તેમાં લીમડાનો રસ અથવા તેલ ઉમેરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને ગાળી લો. આ પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો. મચ્છરોને ભગાડવા માટે સ્પ્રે તૈયાર છે. એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે તેનો ઉપયોગ કરો ત્યારે બોટલને હલકા હાથે હલાવો.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ