સલાડ સામાન્ય રીતે ભોજન કરતા પહેલા ખાવામાં આવે છે, જે ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરે છે ખાસ કરીને વજન ઘટાડવા માંગતા લોકો અને ડાયબિટીસના દર્દીઓને જમ્યા પહેલા સલાડ ખાવાની સલાહ આપવામાં આવે છે. અહીં સાઉથ ઇન્ડિયાનું ફેમસ કોસંબારી સલાડ (kosambari salad) ની વાત કરી છે જે ઉનાળામાં શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે.
કોસંબારી એ પરંપરાગત દક્ષિણ ભારતીય સલાડ છે જે મગની દાળ, કાકડી, કોથમીર, નારિયેળ અને લીંબુ રસ જેવા સામગ્રી નાખીને બનાવામાં આવે છે. તે બનાવવું ખૂબ જ સરળ છે અને તેમાં વધારે મસાલાની જરૂર નથી. તે સાત્વિક ખોરાકમાં શામેલ છે અને ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકાય છે.
કોસંબારી સલાડ રેસીપી સામગ્રી (Kosambari Salad Recipe Ingredients)
- ½ કપ મગની દાળ (પલાળેલી)
- 1 મધ્યમ કદની કાકડી (છીણેલી)
- 2 ચમચી છીણેલું નારિયેળ
- 1 લીલું મરચું
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી કોથમીર
- મીઠું સ્વાદ મુજબ
આ પણ વાંચો: પેટની ચરબી ઘટાડવા સાંજે 6 વાગ્યા પછી આ ખોરાક ખાવાનું ટાળો
વઘાર માટે
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 6-7 મીઠા લીમડાના પાન
- હિંગ – એક ચપટી
કોસંબારી સલાડ રેસીપી (Kosambari Salad Recipe)
- સૌ પ્રથમ, મગની દાળને 2-3 કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેને ગાળીને બાજુ પર રાખો.
- હવે એક બાઉલમાં છીણેલી કાકડી, નારિયેળ, લીલા મરચાં, લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરો.
- પલાળેલી મગની દાળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
- હવે એક નાના વઘારમાં તેલ ગરમ કરો.
- તેમાં રાઈના દાણા ઉમેરો, જ્યારે તે તતડે ત્યારે મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરો.
- તૈયાર કરેલી મસાલા સલાડ પર રેડો અને તેને સારી રીતે મિક્સ કરો.
- તેને થોડીવાર માટે ફ્રીજમાં રાખો જેથી તે ઠંડુ રહે અને પછી ભગવાનને અર્પણ કરો.
Read More





