બિહારના પુર્વમુખ્ય મંત્રી અને નેતા લાલુ પ્રસાદ યાદવને તેમની દીકરી રોહિણી આચાર્ય પોતાની કિડની દાન કરશે. આ મહિનના અંતમાં તેમની કિડની ટ્રાંસપ્લાન્ટ કરાશે. રોહિણી જેમ ઘણા પરિવાર તેમના સદસ્યનું જીવન બચાવવા માટે અંગ દાન કરે છે, એવામાં ડોનરને પોતાની એક કિડની દાન કર્યા પછી સ્વાસ્થ્ય રહેવા માટે શું સુનિશ્ચિત કરવાની જરૂર છે. એ અંગે અહીં જાણીશું.
પારસ હોસ્પિટલ, ગુરુગ્રમમાં નેફ્રોલોજી વિભાગમાં એસોસિએટ કન્સલ્ટન્ટ ડો. માધુરી જેટલી અનુસાર જો તમે કિડની ડોનેટ કરો છો તો ભવિષ્યમાં કિડની ફેઈલ થવાનું જોખમ થોડું વધી જાય છે. પરંતુ, શક્યતા ખુબજ ઓછી છે. પોતાની કિડની દાન કરતા પહેલા તમારે પુરી સારવારની તપાસમાંથી પસાર થવું પડે છે.
ડોક્ટરે કહે છે કે, તમારી કિડની પ્રાપ્યકર્તા માટે યોગ્ય મેચ છે કે નથી. આ સિવાય એ પણ તપાસ કરવામાં આવે છે કે તમને કોઈ આવી સ્વાસ્થ્ય સમસ્યા તો નથી ને, જે કિડની દાન કર્યા પછી વધી શકે છે.
આ રીતે કિડની કાઢી નાખવામાં આવે છે
જો કે, કિડની દૂર કરવાની શસ્ત્રક્રિયા અથવા નેફ્રેક્ટોમી સામાન્ય રીતે લેપ્રોસ્કોપિક તકનીકનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જેના કારણે ડોનરને બ્લીડિંગ કે ઈન્ફેક્શન થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
એક્સપર્ટનું માનીએ તો કિડની ડોનેટ કરવાથી વ્યક્તિના જીવન પર અસર કરી શકે છે એ માત્ર કેવળ ભ્રમ છે. અભ્યાસ દર્શાવે છે કે લોકો કિડની દાન કરે છે તેઓ સરેરાશ વસ્તી કરતા લાંબું જીવે છે. એક અભ્યાસ દર્શાવે છે કે કેવી રીતે 85 ટકા દાતાઓ દાન કર્યાના 20 વર્ષ પછી પણ જીવંત હતા. આ એટલા માટે હોઈ શકે છે કારણ કે માત્ર તંદુરસ્ત લોકોને જ દાતા બનવાની મંજૂરી છે. અથવા દાતા કિડની દાન કર્યા પછી સ્વાસ્થ્ય માટે વધારાની સાવચેતી રાખે છે.