Leftover Food Recipes : ભારતીય થાળી રોટલી શાક અને દાળ ભાત વગર અધુરી માનવામાં આવે છે. મોટાભાગના લોકોના ઘરે આ વાનગી બને છે અને ખાય છે. પરંતુ કેટલીકવાર રાતે બનાવેલું ભોજન વધી જાય છે, જેને ઘણા લોકો સવારે ગરમ કરીને ખાય છે તો અમુક ખાવાનું ટાળે છે. આવા રાતે બચેલા ભોજન માંથી પણ સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. જી, તમે રાતે વધેલા દાળ-ભાત, રોટલી અને શાક માંથી સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છો. એકવાર ખાધા પછી, તમારા ઘરના બધા, બાળકોથી લઈને મોટાઓ સુધી, તેને વારંવાર ખાવાની માંગણી કરશે.
સબ્જી માંથી પરોઠા બનાવો
બટાકા, કોબીજ, પનીર જેવી વધેલી સબ્જી માંથી સવારે સ્વાદિષ્ઠ પરોઠા બનાવી શકો છો. તેમાં તાજગી લાવવા માટે થોડીક ડુંગળી અને લીલું કોથમીર મિક્સ કરવું જોઈએ.
રોટલી માંથી ચિપ્સ બનાવો
જો રાત્રે રોટલી વધારે બની ગઇ હોય તો બીજા દિવસે તેમાંથી ક્રિસ્પી ચિપ્સ બનાવી શકાય છે. આ માટે, રોટલીને ગોળા કે ત્રિકોણ આકારમાં નાના નાની કાપી લો. તે પછી તેની પર મીઠું, મરચાં, ચાટ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ રોટલીને તેલમાં તળી લો. અથવા તો એર ફ્રાય પણ કરી શકાય છે.
દાળના ભજીયા કે પરોઠા બનાવો
તમે રાતની વધેલી દાળ માંથી પરાઠા અથવા પકોડા બનાવી શકો છો. આ માટે દાળમાં ડુંગળીના નાના ટુકડા અને મસાલા ઉમેરો. પછી તેના તેલમાં ભજીયા તળી લો. આ રીતે સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય છે.
ભાત માંથી કટલેટ બનાવો
રાતના વધેલા ભાત માંથી સવારે નાસ્તામાં કટલેટ બનાવી શકો છો. આ માટે, ચોખામાં બાફેલા બટાકા, ડુંગળી અને બાકીના મસાલા ઉમેરો. પછી કટલેટ તેલમાં ફ્રાય કરો.