Leprosy Disease Caused Symptoms And Treatment : વિશ્વ કુષ્ઠ દિવસ દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. કુષ્ઠ એટલ કે રક્તપિત એક ગંભીર બીમારી છે જે વ્યક્તિના શરીરને કદરૂપુ બનાવી છે. અગાઉ કુષ્ઠ રોગને સામાજીક કલંક તરીકે પણ જોવામાં આવતુ હતું અને આ બીમારી વાળી વ્યક્તિને સમાજથી બહાર કરવામાં આવતા હતા. જો કે આજે અદ્યતન સારવારથી દેશ અને દુનિયામાં કુષ્ઠ રોગના દર્દીઓની સંખ્યા ઓછી થઇ ગઇ છે. કુષ્ઠ રોગ વિશે જાણકારી અને જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ કુષ્ઠ દિવસ ઉજવાય છે. ચાલો જાણીયે વિશ્વ કુષ્ઠ દિવસનો ઇતિહાસ, રોગના લક્ષણો અને સારવાર વિશે
વિશ્વ કુષ્ઠ દિવસ ક્યારથી ઉજવાય છે? (World Leprosy Day 2024)
વિશ્વ કુષ્ઠ દિવસની ઉજવણી વર્ષ 1954થી કરવામાં આવે છે. ફ્રાન્સના પત્રકાર રાઉસ ફોલેરો રક્તપિતની બીમારી વિશે જાણકારી અને જાગૃતિ ફેલાવવા અને તેની સારવારના વિકલ્પો શોધવા માટે વિશ્વ કુષ્ઠ દિવસની સ્થાપના કરી હતી.

કુષ્ઠ રોગને અંગ્રેજીમાં લેપ્રોસી કહેવામાં આવે છે. આ શબ્દ લેશિન ભાષાના શબ્દ લેપ્રો પરથી ઉતરી આવ્યોછે. જેનો અર્થ થાય છે પીપડી જ્યારે હેન્સેન્સ રોગ નામ ગેરહાર્ડ આર્મર હેન્સેન પરથી પડ્યુ છે.
વર્લ્ડ લેપ્રસી ડે : રક્તપિત્ત દિવસ કેમ ઉજવાય છે?
World Leprosy Day: 30મી જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીની પુણ્યતિથી. ભારતમાં આ દિવસને ખાસ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસને એન્ટી લેપ્રસી ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.રક્તપિત્ત જેટલો બદનામ છે એટલો ચેપી નથી. લોકોમાં આ રોગ અંગે જાગૃતિ વધે. જે અંતર્ગત દેશભરમાં લેપ્રસી (રક્તપિત્ત) અંગે જનજાગૃતિ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. લોકોમાં આ રોગ અંગે જાણકારી વધે અને રોગ અંગેની ગેરસમજો દૂર થાય.
કુષ્ઠ ચેપી રોગ છે? કેવી રીતે ફેલાય છે? (Leprosy Disease Caused)
કુષ્ઠ રોગને રક્તપિત કે હેન્સેન્સ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુષ્ઠ રોગ એવું ક્રોનિક સંક્રમણ છે, જે સામાન્ય રીતે માઇક્રોબેક્ટીરિયમ લેપ્રે કે માઇક્રોબેક્ટીરિયમ લેપ્રોમેટોસિસ બેક્ટીરિયાના કારણ થાય છે. કુષ્ઠ રોગના જીવાણું ઓ દર્દીના શ્વાસોશ્વાસ અને ચામડી પરના ઘાથી શરીરના અન્ય ભાગમાં ફેલાય છે. રક્તપિત એ વારસાગત નહીં પણ ચેપી બેક્ટેરીયાથી ફેલાતો રોગ છે, જે સામાન્ય રીતે આફ્રિકા, એશિયા તેમજ દક્ષિણ અને મધ્ય અમેરિકામાં વધુ જોવા મળે છે. રક્તપિતના દર્દીના સંપર્કમાં આવનાર સામાન્ય વ્યક્તિને પણ આ બીમારીનો ચેપ લાગી શકે છે.
કુષ્ઠ રોગના લક્ષણો (Leprosy Disease Symptoms)
કુષ્ઠ રોગના લક્ષણોમાં શરીરની ચામડી પર લાલ ચકમા પડવા, નાક વારંવાર બંધ થયા બાદ તેમાંથી લોહી પડવું, હાથ અથવા પગમાં સંવેદના ઓછી થવી, હાથ – પગ અને શરીરમાં ધ્રુજારી કે ઝણઝણાટી થવી, શરીરના ચકમા પર ગરમ – ઠંડાનો અનુભવ ન થવો, ચામડી પરના વાળ ખરી જવા છે. કુષ્ઠ રોગના જંતુઓ દર્દીઓ આંખ, નાક, કાન, હથેળી, પગના પંજા અને જનનેન્દ્રીઓ પર વધારે અસર કરે છે.
કુષ્ઠ રોગની સારવાર શક્ય છે? (Leprosy Disease Treatment)
કુષ્ઠ રોગની સારવાર શક્ય છે. જો ઉપરોક્ત લક્ષણોથી શરીર પર કોઇ સંકેત દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ડોક્ટર દર્દીની ચામડીના ચમકા, કાનની ચામડીના સેમ્પલ લઇ તેનું Z N Stain ટેસ્ટ કરાવે છે. જરૂર જણાય તો ચામડીની બાયોપ્સી કરીને પણ રોગની સચોટ સારવાર – નિદાન કરવામાં આવે છે.
મલ્ટીડ્રગ થેરાપી (MDT) તરીકે ઓળખાતી ટ્રિટમેન્ટથી કુષ્ઠ રોગની સારવાર થઇ શકે છે. તેમજ ડેપસોન અને રીફામ્પાઇસીન દવા વડે પણ રક્તપિતની સારવાર કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો | લિપોસક્શન સર્જરી શું છે, જેના કારણે બ્રાઝિલિયન સિંગર દાની લીનું મોત થયું
ભારતમાં રક્તપિતના કેટલા કેસ છે? (How Many Leprosy Cases In India)
ભારતમાં કુષ્ઠ રોગ નિવારણ માટે ખાસ યોજના બનાવવામાં આવી છે. સરકારી આંકડા અનુસાર ભારતમાં રક્તપિત દર્દીઓની સંખ્યા વર્ષ 2014-15માં 1,25,785 હતી, જે 2021-22માં ઘટીને 75,394 થઈ ગઈ છે, જે વૈશ્વિક નવા રક્તપિત્તના કેસોમાં 53.6% હિસ્સો ધરાવે છે.





