/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Cap-Hat-Wearing-Hair-Fall-Cause.jpg)
Hair Fall Cause Cap Hat Wearing: ટોપી પહેરવાથી વાળ છે કે કેમ તે વિશે મોટાભાગના લોકો મૂંઝવણ અનુભવે છે. (Photo: Freepik)
Hair Fall Cause Cap Hat Wearing: આજના સમયમાં વાળ ખરવાની એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે લાખો લોકોને પરેશાન કરે છે. આ માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે ખોટો આહાર, તણાવ, હોર્મોનલ ફેરફારો, પ્રદૂષણ, માથાની ચામડીની નબળી તંદુરસ્તી, જનીન વગેરે. હવે, લોકો વાળ ખરતા અટકાવવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. માથાની ટાલને છુપવવા માટે ઘણા લોકો ટોપી પહેરવાનું પણ શરૂ કરી દે છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે ટોપી પહેરવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.
આવી સ્થિતિમાં, જો તમને વાળ ખરવા અને ટોપી વિશે આવી મૂંઝવણ હોય, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. ચાલો એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે શું ટોપી પહેરવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે?
એકસપર્ટ્સ શું કહે છે?
પ્રખ્યાત સેલિબ્રિટી ડર્મેટોલોજિસ્ટ અને હેર એક્સપર્ટ ડો.પ્રિયંકા રેડ્ડીએ તાજેતરમાં તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ડોક્ટર જણાવે છે કે, 'ટોપી કે કેપ પહેરવાથી સીધા વાળ ખરવા નથી પડતા, પરંતુ કેટલાક કિસ્સામાં તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ વધી શકે છે. જેમ કે-
જો તમે દરરોજ એક જ ટોપી અથવા ગંદી ટોપી પહેરો છો, તો તે કેપ પર સીબમ, ગંદકી અને બેક્ટેરિયા મજા થઇ શકે છે અને તમારા ખોપરી ઉપરની ચામડી પર જમા થઇ શકે છે, જે ખોપરી ઉપરની ચામડીના ચેપનું જોખમ વધારી શકે છે અને વાળ ખરવાનું જોખમ વધારી શકે છે.
ડો.રેડ્ડી જણાવે છે કે, જો તમે ખૂબ ટાઇટ હોય તેવી ટોપી કે કેપ પહેરો છો, તો તેનાથી ટ્રેક્શન એલોપેસિયા થઈ શકે છે, જ્યાં વાળ મૂળથી નબળા પડે છે, જે વાળ ખરવાનું મોટું કારણ હોઈ શકે છે. ’
ટોપી પહેરવાની સાચી રીત કઇ?
એક્સપર્ટ્સના મતે, જો તમે સ્વચ્છ અને સારી રીતે ફિટિંગ વાળી ટોપી પહેરો છો અને માથાની ચામડીની સ્વચ્છતાનું ધ્યાન રાખો છો, તો તેનાથી વાળ પર કોઈ ખાસ અસર થતી નથી. એટલે કે ટોપી પહેરતા પહેલા સફાઈ અને ફિટિંગ પર ધ્યાન આપવું જરૂરી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us