Nitin Gadkari News: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) ની તબિયત 17 નવેમ્બર ગુરુવારે અચાનક બગડી અને ડોક્ટરની ટિમ બોલાવવી પડી હતી. ખરેખર, કેન્દ્રીય મંત્રી ગડકરી પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ઘણી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન અચાનક એમની તબિયત બગડી અને બ્લડ શુગર લેવલ ઓછું થઇ ગયું હતું. પછી પ્રાથિમક સારવાર કેન્દ્રમાં ડોકટરોની ટિમ બોલાવી પડી હતી અને પ્રાથમિક ઉપચાર અપાયો હતો. અહેવાલ મુજબ ગડકરીની તબિયતમાં હાલ સુધાર છે.
અચાનક બ્લડ શુગર ઓછું થઇ જાય તો શું કરવું?
ફોર્ટિસ હોસ્પિટલ, દિલ્હીના સેન્ટર ઓફ એક્સીલેન્સ ફોર ડાયાબિટીસ ના ચેરમેન ડો, અનુપ મિશ્રા ((Dr Anoop Misra) કહે છે કે જો ડાયાબિટીક દર્દીઓનું બ્લડ સુગર લેવલ ઓછું થઇ અને તેમને તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો શરીરને ખુબજ નુકસાન પહોંચી શકે છે. ઘણા કિસ્સામાં તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે.
હાઈપોગ્લાઈસિમિયા કે લો બ્લડ શુગર લેવલ ઘાતક સાબિત થઇ શકે છે. જો બ્લડ શુગર જરૂરથી વધારે લો થઇ ગયું તો હૃદય સંબંધિત બીમારીઓ ઉભી થવાની શક્યતાઓ વધી જાય છે.
1- જો શુગર લેવલ અચાનક ઓછું થઇ જાય તો દર્દીને 3 થી 5 ચમચી ગ્લુકોઝ આપવું. 2-3 ચમચી ખાંડ અથવા મધ આપી શકો છો. આ સિવાય એક-બે ચમચી ફ્રૂટ જ્યુસ પણ આપી શકો છો. ચૉકલેટના 5-6 ટુકડા પણ દર્દીને આપી શકાય છે.
2- જો 10-15મિનિટ પછી બ્લડ શુગર ઉપર ન આવે (100 mg/dl સુધી) તો તાત્કાલિક ગ્લુકોઝ અને ચોકલેટ આપી શકાય છે. આ કેસમાં દર્દીને બ્રેડના 2 ટુકડા સાથે આપી શકાય છે.
3- જો શુગર લેવલ વધારે લો થઇ જાય તો દર્દી બેભાન થઇ જાય છે અથવા તેને કોઈ વસ્તુ ગળવામાં તકલીફ હોઈ તો તાત્કાલિક હોસ્પિટલ લઇ જવો જોઈએ. આવી સ્થિતિમાં ગ્લુકોઝની ચડવાની જરૂર પડે છે. દર્દીને ગ્લુકાગોન ( Glucagon) ઇન્જેક્શન આપી શકાય છે.
રાત્રે બ્લડ શુગર લેવલ જરૂર ચેક કરવું
ડાયાબિટીસના દર્દીઓએ સમયાંતરે હાઈપોગ્લાઈસિમિયા અથવા લો બ્લડ શુગરની ફરિયાદ રહેતી હોઈ છે એ લોકોએ બ્લડ શુગર લેવલ રોજ રાત્રે ચેક કરવું જોઈએ. એવી સ્થિતિમાં ડોક્ટર ઇન્સ્યુલિન આપી શકે છે. ઘણીવાર બ્લડ શુગર લેવલ રાત્રે લો થઇ જાય છે કેમ કે ભોજન વચ્ચેનું અંતર વઘી થઈ જાય છે. એટલા માટે આવા લોકો જેઓ રાત્રે પણ દવા લે છે, તેઓએ તેમનું શુગર લેવલ તપાસવું જોઈએ.
આ પણ વાંચો : દુનિયામાં 42.2 કરોડો લોકો ડાયાબિટીસથી પીડિત, 50 ટકાને તેમને આ બીમારી હોવાની ખબર જ નથી
લો બ્લડ શુગરના લક્ષણો
- પરસેવો થવો
- હાથ-પગ થથરવા
- હૃદયના ધબકારા વધી જવા
- માથું દુખવું
- શરીરમાં નબળાઈ આવવી
- ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા