Women Health Tips : મહિલાઓમાં કેલ્શિયમ ઉણપ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન, ચેતવણી ચિહ્નો જાણો

Women Health Tips : પુરુષો કરતાં સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ વધુ જોવા મળે છે. શું તે ખરેખર હોર્મોનલ તફાવતોને કારણે હોઈ શકે છે? શું ધ્યાનમાં રાખવું?

Written by shivani chauhan
July 24, 2024 07:00 IST
Women Health Tips : મહિલાઓમાં કેલ્શિયમ ઉણપ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન, ચેતવણી ચિહ્નો જાણો
મહિલાઓમાં કેલ્શિયમ ઉણપ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન, ચેતવણી ચિહ્નો જાણો મહિલાઓમાં કેલ્શિયમ ઉણપ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન, ચેતવણી ચિહ્નો જાણો

Women Health Tips : મજબૂત હાડકાં માટે બોડીમાં કેલ્શિયમ હોવું જરૂરી છે. પરંતુ કેલ્શિયમ આ સિવાય ઘણા શારીરિક કાર્યો માટે મહત્વપૂર્ણ છે. મહિલાઓ ખાસ કરીને જેઓ મેનોપોઝમાંથી પસાર થઈ છે, તેઓમાં કેલ્શિયમની અછત અથવા ઓછું હોય છે, પરંતુ તે કેવી રીતે ખબર પડે કે શરીરમાં કેલ્શિયમની આવશ્યકતા છે, ચેતવણીના ચિહ્નો શું હોઈ શકે? જાણો

Calcium rich food for Women
મહિલાઓમાં કેલ્શિયમ ઉણપ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન, ચેતવણી ચિહ્નો જાણો

ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ સમજાવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ ઓછા કેલ્શિયમ સ્તરો માટે વધુ સંવેદનશીલ હોય છે. આ મુખ્યત્વે હોર્મોનલ તફાવતોને કારણે છે, ખાસ કરીને એસ્ટ્રોજનની ભૂમિકા.

એસ્ટ્રોજન કેલ્શિયમના શોષણમાં મદદ કરીને હાડકાની ઘનતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને કેલ્શિયમને ટકાવી રાખે છે. મેનોપોઝ દરમિયાન, સ્ત્રીઓ એસ્ટ્રોજનના લેવલમાં નોંધપાત્ર ઘટાડો અનુભવે છે, જેના કારણે ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધે છે અને કેલ્શિયમનું સ્તર ઓછું થાય છે. આ ઉપરાંત ડાયટમાં ફેરફાર, પ્રેગ્નેન્સી અને સ્તનપાન પણ સ્ત્રીઓમાં કેલ્શિયમના સ્તરને વધુ નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.

આ પણ વાંચો: કબૂતરોના સંપર્કમાં આવવાથી ફેફસાના જીવલેણ રોગ થઇ શકે, લક્ષણો અને બીમારી વિશે જાણો

સ્ત્રીઓમાં કેલ્શિયમ ઓછું હોય તો શું થાય?

  • કેલ્શિયમની ઉણપ અથવા કેલ્શિયમનું લેવલ ઓછું અથવા હાઈપોકેલેસીમિયા તરીકે ઓળખાય છે, જેમાં ઘણા લક્ષણો સમયે આવી શકે છે જે શરૂઆતમાં ઓછા હોઈ શકે છે પરંતુ જો સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર બની શકે છે.

  • સ્નાયુમાં દુખાવો : વારંવાર પગમાં દુખાવો તેની સાથે સ્નાયુઓમાં દુખાવો પણ હોઈ શકે છે.
  • કળતર થવી : સામાન્ય રીતે હાથ, પગ અને મોંની આસપાસ કળતર અનુભવાય છે, આ સંવેદના નર્વસ સિસ્ટમની વધેલી ઉત્તેજના કારણે છે.
  • થાક લાગવો : સતત થાક લાગવો અને નબળાઈનો અનુભવએ કેલ્શિયમની ઉણપ સૂચવે છે.
  • ડ્રાય સ્કિન અને બરડ નખ: હેલ્ધી સ્કિન અને નખ જાળવવા માટે કેલ્શિયમ આવશ્યક છે, તેની ખામી ઘણીવાર ત્વચાના રોગ સંબંધી સમસ્યાઓ પેદા કરી શકે છે.
  • ડેન્ટલ પ્રોબ્લેમ: હાઈપોકેલેસીમિયા દાંતમાં સડો અને પિરિઓડોન્ટલ રોગ તરફ દોરી શકે છે.
  • મૂડમાં ફેરફાર: ચેતાપ્રેષક યંત્રના કાર્યને અસર કરતા કેલ્શિયમના અપૂરતા લેવલને કારણે ચિંતા, હતાશા અને ચીડિયાપણું આવી શકે છે.
  • કાર્ડિયાક લક્ષણો: કેલ્શિયમની વધારે ઉણપ હોય તો હૃદયના ધબકારામાં વધારો અને ઘણા કિસ્સામાં હૃદયની નિષ્ફળતા શકે છે.

આ પણ વાંચો: Contact Lens Tips: કોન્ટેક્ટ લેન્સ થી જસ્મિન ભસીનને આંખને નુકસાન, કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે આટલી કાળજી રાખવી

કેલ્શિયમની કમી પુરી કરવા કેવો ખોરાક લેવો?

કેલ્શિયમ ઉણપ હોય તો ડાયટ, લાઇફસ્ટાઇલમાં કેટલાક જરૂરી ફેરફાર કરવા જરૂરી છે,

  • ડાયટમાં ફેરફાર : કેલ્શિયમ યુક્ત ખોરાકનું સેવન વધારવું મહત્વપૂર્ણ છે. આમાં દૂધ જેવી ડેરી પ્રોડક્ટસનો સમાવેશ થાય છે. ચીઝ, અને દહીં, તેમજ લીલા પાંદડા વાળા શાકભાજી, બદામ, અને ફોર્ટિફાઇડ ખોરાક જેવા કે અનાજ અને નારંગી વગેરેનો સમાવેશ થાય છે.
  • વિટામિન ડી સપ્લીમેન્ટ : વિટામિન ડી આંતરડામાં કેલ્શિયમના શોષણને વધારે છે. સૂર્ય એક્સપોઝર અને સપ્લીમેન્ટ પર્યાપ્ત સ્તર જાળવવામાં મદદ કરી શકે છે.
  • કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ: ડાયટમાં પૂરતું કેલ્શિયમનું લેવામાં આવતું નથી તો કેલ્શિયમ સપ્લીમેન્ટ્સની ભલામણ કરવામાં આવી શકે છે. પરંતુ ડોઝ અંગે ડોક્ટરની સલાહ કેવી જરૂરી છે.
  • નિયમિત કસરત : કસરત કરવાની રાખવી, જેમ કે વૉકિંગ, જોગિંગ અને જિમમાં વર્ક આઉટ, યોગા કરવા કે જે તમારા હાડકાંને મજબૂત કરી શકે છે અને એકંદર કેલ્શિયમ રીટેન્શનને સુધારી શકે છે.
  • દવાઓ: અમુક કિસ્સાઓમાં, બિસ્ફોસ્ફોનેટસ જેવી દવાઓ ઓસ્ટીયોપોરોસીસને કંટ્રોલ કરવા અથવા અટકાવવા માટે સૂચવવામાં આવી શકે છે, ખાસ કરીને પોસ્ટમેનોપોઝલ સ્ત્રીઓમાં.
  • નિયમિત દેખરેખ : જોખમ ધરાવતી મહિલાઓ તેમના કેલ્શિયમના સ્તરને અને હાડકાની ડેન્સિટીને નિયમિતપણે સ્વસ્થ રાખવા જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ