Maha Shivaratri Fast Recipes : મહાશિવરાત્રી હિન્દુ તહેવારો પૈકીનો મહત્વનો તહેવાર છે. આ વર્ષે આ તહેવાર 8 માર્ચે ધામધૂમથી ભારતભરમાં ઉજવાશે.આ દિવસે ભગવાન શિવની ભક્તો પૂજા અર્ચના કરે છે અને ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન હળવું ભોજન લેવામાં આવે છે. જેમાં ફળ, દૂધ અને અમુક ફૂડ જેમ કે, ડ્રાયફ્રૂટ્સ, શક્કરિયા, સાબુદાણા, મોરૈયો વગેરે ખાવાની છૂટ હોય છે. અહીં ઉપવાસમાં ખાઈ શકાય તેવી હેલ્થી અને સ્વાદિષ્ટ રેસિપી શેર કરવામાં આવી છે જે તમે ઘરે બનાવી શકો છો, જાણો ખાસ રેસીપી

મહા શિવરાત્રીના પવિત્ર દિવસે ઉપવાસમાં સાબુદાણાના પરાઠાની રેસીપી કરો ટ્રાય, આ રીતે બનાવો.
આ પણ વાંચો: Happy Maha Shivaratri 2024 Gujarati Wishes: મહાશિવરાત્રી સંદેશ, સગા સંબંધીઓને મોકલો શુભેચ્છાઓ
સામગ્રી
- 2 કપ — સાબુદાણા
- 1 કપ – બાફેલા બટાકા
- ½ ટીસ્પૂન — રોક સોલ્ટ
- ¼ ટીસ્પૂન — અજમો
- ½ – થોડો મરી પાઉડર
- 3 ચમચી — તેલ
- 1 ટીસ્પૂન —જીરૂ
- 1 —ઝીણું સમારેલું લીલું મરચું
- 1 ચમચી — કોથમીર
આ પણ વાંચો: મહાશિવરાત્રી 2024 : ભગવાન શિવની આ રીતે કરો પૂજા, જાણો વિધિ, સામગ્રી અને શિવ આહ્વાન મંત્ર
બનાવની રીત :
સાબુદાણાને એક પેનમાં શેકી લો. શેકીને તેને મિક્ષરમાં કાઢી પાઉડર બનાવો. હવે તેમાં રોકસોલ્ટ, મરી પાઉડર, લીલી કોથમીર, સિંધવ મીઠું, જીરું, બાફેલા બટાકા અને પાણીનો ઉપયોગ કરીને પરાઠાની કણક બનાવો.હવે એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને તેમાં થોડું તેલ અથવા ઘી નાંખો. કણક માંથી રોટલી પાતળી રોટલી વણો, હવે તેની ગરમ તવા પર બન્ને સાઈડ યોગ્ય રીતે શેકી લો. આ રીતે બધા પરાઠા તૈયાર કરો.આ ગરમા ગરમ સાબુદાણાના પરાઠાને તમે ફુદીની ચટણી કે દહીં સાથે સર્વ કરો.
Note : આ પરાઠામાં તમે તમારા મનગમતા શાકભાજી એડ કરી શકો છો જેમ કે, ગાજર, બીટ, શક્કરિયા વગેરે.