Mahashivratri Bhog Thali: મહાશિવરાત્રી ભોગ થાળી સ્પેશિયલ મખાના નાળિયેર ખીર, નોંધી લો રેસીપી

Mahashivratri 2025 : મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે અને શિવભક્તો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. શિવ ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને માત્ર ફળો જ ખાય છે. અહીં ઉપવાસમાં ખવાતી મખાના નાળિયેર ખીરની રેસીપી જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
Updated : February 20, 2025 17:48 IST
Mahashivratri Bhog Thali: મહાશિવરાત્રી ભોગ થાળી સ્પેશિયલ મખાના નાળિયેર ખીર, નોંધી લો રેસીપી
મખાના નાળિયેર ખીરની રેસીપી ઉપવાસમાં ખાઇ શકો છો (તસવીર - ફ્રીપિક)

Mahashivratri bhog thali: મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે અને શિવભક્તો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. શિવ ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને માત્ર ફળો જ ખાય છે. અહીં આપેલી મખાના નાળિયર ખીર રેસીપી જાણી ભગવાન શિવ માટેની ભોગ થાળીને સ્પેશિયલ બનાવો.

આ અવસરે લોકોના ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ખાવામાં આવે છે. લોકો માલપુઆ બનાવે છે, ભગવાન શિવ માટે ખીર બનાવે છે. ભોગમાં આ ખીર ચઢાવ્યા બાદ ભક્તો પોતે પણ તેને ખાય છે. વાત એમ છે કે આ ખીરમાં અનાજ નથી એટલે જે લોકો ફળ ખાય છે તે પણ ખાઈ શકે છે. જાણો તેની રેસીપી.

મખાના નાળિયેર ખીરની રેસીપી સામગ્રી

  • મખાના
  • ખમણેલું કાચું નાળિયેર
  • ખાંડ
  • ઘી
  • કેસર
  • દૂધ
  • કાજુ, બદામ અને કિસમિસ.

મખાના નાળિયેર ખીર કેવી રીતે બનાવવી

  • મખાના નાળિયેર ખીર બનાવવા માટે તમારે સૌ પ્રથમ એક કઢાઇમાં ઘી નાખીને મખાના નાખીને તળવાનું છે.
  • પછી આ મખાનાને પીસી લો.
  • હવે કાચા નારિયેળને છીણી લો.
  • ત્યારબાદ એક વાસણમાં દૂધ ઉમેરો અને પછી તેમાં મખાના નાખીને સારી રીતે રાંધો.
  • તેમાં ખમણેલું નાળિયેર ઉમેરો.
  • દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરીને સારી રીતે રાંધો.
  • હવે એક પેન લો અને તેમાં ઘી ઉમેરો. ઘી નાખ્યા પછી તેમાં ખાંડ નાખીને થોડું પાણી નાખીને સારી રીતે ઓગાળી લો જેમ ખાંડની ચાસણી બને છે.
  • હવે ખીર ઘટ્ટ થઇ જાય એટલે તેમાં આ ખાંડની ચાસણી ઉમેરો.
  • ઈલાયચીને ક્રશ કરીને પાવડર બનાવો અને પછી ખીરમાં મિક્સ કરો.
  • સારી રીતે રાંધ્યા પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.
  • હવે તેમાં કેસર નાખી ખીરને પકાવીને ભોગ માટે સર્વ કરો.

આ પણ વાંચો – ભ્રામરી પ્રાણાયામથી કરો દિવસની શરુઆત, તણાવ દિવસભર રહેશે દૂર

આ ખીર ફાઇબર અને પ્રોટીનનું મિશ્રણ છે

આ ખીરની ખાસ વાત એ છે કે તે ફાઇબર અને પ્રોટીનનું મિશ્રણ છે. તમે તેને માત્ર ભગવાનને જ અર્પણ કરી શકતા નથી, પરંતુ જે લોકો આ ઉપવાસમાં ફક્ત ફળો ખાઇને રહેશે તેઓ પણ તેને ખાઈ શકે છે.

આ મહાશિવરાત્રી પર તમારે આ ખીર બનાવીને ખાવી જ જોઇએ. તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે અને તેને ખાધા પછી તમને આ ખીરને વારંવાર બનાવવાનું ગમશે.આ ખીર બનાવવા માટે તમે મખાના ઉપરાંત અન્ય ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ