ફક્ત લાલ અને લીલો જ નહીં, ખાવાના પેકેટ પર હોય છે આ 5 રંગના નિશાન, જાણો દરેકનો શું છે અર્થ

Meaning of Colour Codes On Food Packets : ખાવાના પેકેટ પર લાલ અને લીલા સિવાય બીજા ઘણા રંગના નિશાન હોય છે, જેનો અર્થ બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ કે દરેક રંગ કોડનો અર્થ શું છે અને કયા રંગનું પેકેટ ભૂલથી ન ખરીદવું જોઈએ

Written by Ashish Goyal
July 22, 2025 16:00 IST
ફક્ત લાલ અને લીલો જ નહીં, ખાવાના પેકેટ પર હોય છે આ 5 રંગના નિશાન, જાણો દરેકનો શું છે અર્થ
લાલ અને લીલા રંગ ઉપરાંત, પેકેટ પર છપાયેલા બીજા ઘણા રંગના નિશાન હોય છે (તસવીર - સોશિયલ મીડિયા)

Meaning of Colour Codes On Food Packets : જ્યારે તમે બજારમાં કે મોલમાં કરિયાણાની વસ્તુઓ ખરીદવા જાઓ છો, ત્યારે તમને ચિપ્સ, બિસ્કિટ કે નાસ્તાની વસ્તુઓના પેકેટ પર અલગ અલગ રંગ કોડ જોવા મળે છે. મોટાભાગના લોકો પેકેટ પર છપાયેલા લાલ અને લીલા રંગના નિશાનનો અર્થ જોઈને તરત જ સમજી જાય છે કે તેમણે તે પેકેટ ખરીદવું જોઈએ કે નહીં.

પરંતુ શું તમે જાણો છો કે લાલ અને લીલા રંગ ઉપરાંત, પેકેટ પર છપાયેલા બીજા ઘણા રંગના નિશાન હોય છે, જેનો અર્થ બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ કે દરેક રંગ કોડનો અર્થ શું છે અને કયા રંગનું પેકેટ ભૂલથી ન ખરીદવું જોઈએ.

લાલ રંગ

આ રંગ કોડ સૂચવે છે કે આ ખાદ્ય ઉત્પાદન માંસાહારી છે. જો તમે શાકાહારી છો, તો તેને ખરીદવાનું ટાળો.

લીલો રંગ

ફૂડ પેકેટ પરનો લીલો રંગ કોડ સૂચવે છે કે આ ખાદ્ય ઉત્પાદન સંપૂર્ણપણે શાકાહારી છે. આનો અર્થ એ છે કે તેને બનાવતી વખતે, માંસ, ઈંડું કે અન્ય કોઈપણ પ્રાણી ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

પીળો રંગ

ખાદ્ય ઉત્પાદનોના પેકેટ પરનો આ રંગ કોડ સૂચવે છે કે આ પ્રોડક્ટમાં ઇંડા ઉપલબ્ધ છે. ઘણા લોકો એલર્જી અથવા ધાર્મિક કારણોસર ઇંડા ખાવાનું ટાળે છે, આવા લોકો માટે આ રંગ કોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો – ચોમાસામાં અવશ્ય પીવો આ ખાસ જ્યૂસ, ઇમ્યૂનિટી બુસ્ટ થવાની સાથે બોડી પણ થશે ડિટોક્સ

વાદળી રંગ

લીલા અને લાલ રંગ ઉપરાંત વાદળી કલરનો કોડ પણ હોય છે. આ રંગનો કોડ સૂચવે છે કે આ ઉત્પાદન મેડિકલ સાથે જોડાયેલું છે. જેનો અર્થ છે કે તેનો ઉપયોગ કોઇ તબીબી સ્થિતિમાં થઈ શકે છે અને ડૉક્ટરની સલાહ વિના તેનો ઉપયોગ કરશો નહીં.

બ્લેક રંગ

જો કોઈ ખાદ્ય ઉત્પાદનના પેકેટ પર બ્લેક નિશાન હોય તો તે સૂચવે છે કે તે ઉત્પાદનમાં મોટી માત્રામાં કેમિકલ્સ હાજર છે. જે સ્વાદ વધારવા, રંગ આપવા અથવા તેને લાંબા સમય સુધી બગડતા અટકાવવા માટે ઉમેરવામાં આવે છે. આવા ખોરાકને મોટી માત્રામાં ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આવા કલર કોડ વાળા પેકેજ્ડ ફૂડ ખરીદવાનું ટાળો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ