મેથીના લાડુ રેસીપી, શિયાળા માટે સ્વાસ્થ્યનો ખજાનો, જાણો રેસીપી

બહુ ઓછા લોકોએ મેથીના લાડુનો સ્વાદ ચાખ્યો હશે. મોટાભાગના લોકોને મેથીનો સ્વાદ ગમતો નથી. જ્યારે પણ આપણે તેને કોઈપણ શાકભાજી કે ખોરાકમાં ઉમેરીએ છીએ ત્યારે કોઈને ભાવતું નથી. જો તમે ઘરે મેથીના લાડુ બનાવો છો અને કોઈને ખવડાવશો, તો તેઓ ચોક્કસ તેને ખુશીથી ખાશે.

Written by shivani chauhan
Updated : October 09, 2025 10:50 IST
મેથીના લાડુ રેસીપી, શિયાળા માટે સ્વાસ્થ્યનો ખજાનો, જાણો રેસીપી
Methi Laddu Recipe In Gujarati

Methi Laddu Recipe In Gujarati | શિયાળો (Winter) શરૂ થઇ ગયો છે, આ ઋતુમાં ઠંડીને કારણે શરીરને ગરમ રાખવા વસાણું ખાવામાં આવે છે, જેમાં અડદિયાના લાડુ, ચુરમા લાડુ વગેરે તમે ઘણા પ્રકારના લાડુ ખાધા હશે,પરંતુ અહીં એક સ્વસ્થ અને ફાયદાકારક લાડુની રેસીપી શેર કરી છે. હેલ્ધ માટે ગુણકારી છે તેથી તેનું સેવન શિયાળામાં કરવામાં આવે છે.

બહુ ઓછા લોકોએ મેથીના લાડુનો સ્વાદ ચાખ્યો હશે. મોટાભાગના લોકોને મેથીનો સ્વાદ ગમતો નથી. જ્યારે પણ આપણે તેને કોઈપણ શાકભાજી કે ખોરાકમાં ઉમેરીએ છીએ ત્યારે કોઈને ભાવતું નથી. જો તમે ઘરે મેથીના લાડુ બનાવો છો અને કોઈને ખવડાવશો, તો તેઓ ચોક્કસ તેને ખુશીથી ખાશે.

મેથીના લાડુ રેસીપી સામગ્રી

  • 1/2 કપ મેથીના દાણાનો કરકરો પાઉડર
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ દેશી ઘી
  • 1 કપ છીણેલો ગોળ
  • 10 ઝીણા સમારેલા કાજુ, બદામ
  • 1/2 નાનો કપ છીણેલું નારિયેળ
  • 1 ચમચી ઈલાયચી પાવડર
  • 1/2 ચમચી ખસખસ

મેથીના લાડુ બનાવાની રીત

  • મેથીના લાડુ બનાવવા માટે સૌપ્રથમ મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને પાણીથી નિતારી લો, સારી રીતે સૂકવી લો અને થોડું શેકી લો. ઠંડુ થયા પછી, તેને મિક્સરમાં બારીક પીસી લો.
  • હવે એક પેનમાં ઘઉંનો લોટ નાખો અને તેને ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેમાં પીસેલી મેથી, સૂકા મેવા, નારિયેળ અને ખસખસ મિક્સ કરો.
  • એક અલગ પેનમાં ગોળ ઓગાળીને તૈયાર મેથીના મિશ્રણમાં ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને ગોળ લાડુ બનાવો.
  • તૈયાર લાડુ ઠંડા થયા પછી તેને કન્ટેનરમાં સ્ટોર કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ