Fitness Tips : રનિંગ કરવાથી આટલા સ્વાસ્થ્ય લાભો થાય, મિલિંદ સોમન કહે છે, ”હું 2003 સુધી રનિંગને નફરત કરતો’, હવે રનિંગ છે લાઇફસ્ટાઇલનો પાર્ટ

Fitness Tips : દોડવાથી હાડકાની હાડકા મજબૂત બને છે અને તમારી કાર્ડિયોરેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવવાનો વધારાનો ફાયદો છે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘણા રીતે લાભદાયી છે.

Written by shivani chauhan
June 16, 2023 07:59 IST
Fitness Tips : રનિંગ કરવાથી આટલા સ્વાસ્થ્ય લાભો થાય, મિલિંદ સોમન કહે છે, ”હું  2003 સુધી રનિંગને નફરત કરતો’, હવે રનિંગ છે લાઇફસ્ટાઇલનો પાર્ટ
મિલિંદ સોમન પત્ની સાથે ચાલી રહ્યો છે (સ્ત્રોત: અંકિતા કોંવર/ઈન્સ્ટાગ્રામ)

મિલિંદ સોમન ફિટનેસ ફ્રીક છે અવારનવાર રનિંગ, વર્ક આઉટ અને સાઈકલિંગ વગેરે જેવા પોતાની ફિટ રાખવા માટેના પ્રયાસો કરતા રહે છે અને ફેન્સ સાથે તેમની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર છે, આમાંથી મોટાભાગના લોકો મિલિંદ સોમનના દોડવાના શોખને જાણે છે. પરંતુ તાજેતરમાં Instagram પરની એક નોંધમાં લોકોને ગ્લોબલ રનિંગ ડે 2023ની શુભેચ્છા પાઠવી હતી, જે દર વર્ષે 7 જૂનના રોજ ઉજવવામાં આવે છે, જે લોકોને સ્વાસ્થ્ય માટે, અને ફિટનેસના માર્ગ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મિલિન્દ સોમનએ જણાવ્યું હતું કે,

અહીં જુઓ,

57 વર્ષના મિલિંદે કહ્યું હતું કે, ” તમારા બધાને વૈશ્વિક દોડ દિવસની શુભકામનાઓ! ભલે તમે દોડવાનો આનંદ પહેલેથી જ અનુભવી લીધો હોય અથવા હજુ રનિંગમાં પ્રયાસો કરવાના બાકી હોય ! આશ્ચર્યજનક રીતે, મને 2003 સુધી દોડવાની નફરત હતી, પરંતુ મારી પ્રથમ 21 કિમીની દોડ પૂર્ણ કર્યા પછી મને તેમાં અવિશ્વસનીય આનંદ મળવા લાગ્યો હતો.”

આ પણ વાંચો: Diabetes Test : શું તમે થાકેલાજ રહો છો, વજન વધવા લાગ્યું છે, ક્યાંક એ ડાયબિટીસ તો નથી ને? આ 5 સરળ ટેસ્ટથી તમે જાણી શકો છો

તેમણે ઉમેર્યું કે, “ તેથી હું કહીશ કે રનિંગ કેવું લાગે છે તે જાણવા માટે તમારે તેનો યોગ્ય રીતે અનુભવ કરવો પડશે. રનિંગ કરવાની શરૂઆત કરો, જો જરૂરી હોય તો તમારી ચાલવાની ગતિ કરતાં પણ ધીમી ગતિએ શરૂઆત કરી શકો, અને 500 મીટર જેવા નાના અંતર સાથે, અને જેમ જેમ તમે કમ્ફર્ટેબલ થાઓ તેમ ધીમે ધીમે વધારો સ્પીડ વધારી શકો છો , તે કોઈપણ ઉંમરે નવા જીવનની શરૂઆત હોઈ શકે છે.”

શા માટે દોડવું?

નિષ્ણાતો સૂચવે છે કે દોડવાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે, ઊંઘમાં વધારો થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધુ સારી બને છે, મૂડ વધે છે અને છેવટે સ્વસ્થ જીવનમાં યોગદાન મળે છે. ધ બોડી સાયન્સ એકેડમીના સહ-સ્થાપક વરુણ રત્તને જણાવ્યું હતું કે, “કસરતનું આ સ્વરૂપ તેની સમયની કાર્યક્ષમતા અને સગવડતા માટે જાણીતું છે. તે ચાલવા કરતાં વધુ ઉર્જા માંગે છે અને 65 કિલો વજન ધરાવનાર વ્યક્તિ દોડતી વખતે લગભગ 14 કેલરી પ્રતિ મિનિટ બર્ન કરી શકે છે.”

જ્યારે દોડવાની વાત આવે છે, ત્યારે તેમાં ફક્ત તમારા પગ જ સામેલ નથી, પરંતુ તમારા સમગ્ર શરીરમાં ઘણા સ્નાયુ પણ કાર્યક્ષમ બને છે. રત્તને ઉમેર્યું હતું કે, ” દોડવાનો હાડકાની ખનિજ ઘનતામાં સુધારો કરવા અને તમારી કાર્ડિયોરેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવવાનો વધારાનો ફાયદો છે. ડિપ્રેશન, ચિંતા, તાણ અને મૂડ સ્વિંગ સહિત વિવિધ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓનું સંચાલન કરવાની સરળ અને સસ્તી ઉપચારાત્મક રીત પણ છે.”

આ પણ વાંચો: Nutritional Value Of Figs : અંજીરમાં આટલા પોષણસ્ત્રોતો છે, ડાયાબિટીસના દર્દીઓએ કેટલું કરવું જોઈએ સેવન? જાણો અહીં

કેવી રીતે શરૂ કરવું?

મિલિંદે સૂચવ્યા મુજબ, વ્યક્તિ ચાલવાથી શરૂઆત ધીમી સ્પીડે કરી શકે છે અને પછી ઝડપી ચાલવાની ઝડપ વધારી શકે છે. FITTRના ફિટનેસ કોચ ઉત્સવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અંતરની વાત કરીએ તો, તમે 2 અથવા 3 કિલોમીટરથી શરૂઆત કરી શકો છો. 4 થી 6 અઠવાડિયા પછી, તમે ધીમે ધીમે 5 કિલોમીટર સુધી જઈ શકો છો. તમારે ઉચ્ચ ગતિની જરૂર નથી. જો તમે 7.5 મિનિટમાં એક કિલોમીટર દોડી શકો તો તે આદર્શ છે. નિયમિત દોડવા માટે, ઝડપી ધબકારા અટકાવવા માટે સામાન્ય ગતિ રાખો જે થાક વધારી શકે છે . જેમ જેમ તમે દોડતા રહો તેમ તેમ આરામ કરતા હૃદયના ધબકારા આપોઆપ ઘટે છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ