મિલિંદ સોમનએ 8 દિવસમાં 1,000 કિમી સાઇકલ ચલાવી, કહ્યું “હું મારી જાતને હંમેશા ફિટ રાખું છું”

Milind Soman cycling : મિલિન્દ સોમને (Milind Soman) શેર કર્યું કે, “ 19મીથી 25મી તારીખે મુંબઈથી બેંગલુરુ સુધી 1000km સાઇકલ ( cycling )પર, નાતાલના દિવસે પહોંચ્યો હતો,ગઈકાલે ગ્રીન રાઈડ શરૂ કરી હતી. અને ખાસ વાત કે મારા વાર્ષિક આરોગ્યની તપાસ થઇ ગઈ છે."

Written by shivani chauhan
January 01, 2023 10:02 IST
મિલિંદ સોમનએ 8 દિવસમાં 1,000 કિમી સાઇકલ ચલાવી, કહ્યું “હું મારી જાતને હંમેશા ફિટ રાખું છું”
મિલિંદ સોમને ગ્રીન રાઈડ પૂરી કરી(Source: Milind Soman/Instagram)

ફિટનેસ આઇકોન મિલિંદ સોમને તાજેતરમાં બેંગલુરુ ખાતે લાઇફલોંગ ફ્રીરાઇડ સાઇકલના ગ્રીન રાઇડ 2.0ના ભાગરૂપે આઠ દિવસમાં આઠ શહેરોમાં 1,000 કિમી સાઇકલ ચલાવી હતી. મિલિન્દ ફરીથી કેવી રીતે રાઈડ પૂર્ણ કરવામાં સફળ રહ્યા તે શેર કરતાં તેણે કહ્યું કે, “આજીવન સાયકલ ચલાવો. લોકો મને પૂછે છે કે મેં આ માટે કેટલો સમય તાલીમ લીધી છે, હકીકત એ છે કે હું મારી જાતને ફિટ રાખું છું જેથી હું આ તાલીમ વિના કરી શકું છુ. દરરોજ થોડી મિનિટો માટે ઘરે વર્કઆઉટ, યોગ્ય કસરતો કરવી, લગભગ કોઈપણ પડકારનો સામનો કરવા માટે પૂરતી છે.”

ઇન્સ્ટાગ્રામ શેયર કરેલા વિડિયોમાં તેની પીઠને વળાંક આપતી વખતે રસ્તા પર સાઇકલ ચલાવતો બતાવવામાં આવ્યો છે. 19 ડિસેમ્બર, 2022 ના રોજ મુંબઈમાં શરૂ થયેલી રાઈડ તેને પુણે, કરાડ, કોલ્હાપુર, બેલગામ, શેગાંવ, હિરેબેનુર અને તુમકુરુ માં પુરી કરી હતી. અગાઉ પણ, તેણે તેની સવારીની કેટલીક તસવીરો શેર કરી હતી.

આ પણ વાંચો: Weight Loss Diet Plan : દિવસ દરિયાન આ રીતે ડાયટ લેવું જરૂરી

જ્યારે તેઓ કર્ણાટકના બેલાગવી પહોંચ્યા હતા, ત્યારે તેમણે શેર કર્યું હતું, “ખંબાતકી ઘાટની ટોચ! ગઈ કાલે કરાડના માર્ગમાં આ અઘરું ચઢાણ પાર કર્યું હતું, અત્યાર સુધીની મુસાફરીથી ખૂબ ખુશ છું. મુંબઈથી બેંગલુરુ આ મહિને 19મીથી 25મી ડિસેમ્બર સુધી 1000km સાઇકલિંગ ચેલેન્જમારી માટે ક્રિસમસની ભેટ સમાન છે.”

તેણે એ પણ શેર કર્યું, “ 19મીથી 25મી તારીખે મુંબઈથી બેંગલુરુ સુધી 1000km સાઇકલ પર, નાતાલના દિવસે પહોંચ્યો હતો,ગઈકાલે ગ્રીન રાઈડ શરૂ કરી હતી. અને ખાસ વાત કે મારા વાર્ષિક આરોગ્ય તપાસ થઇ ગઈ છે.”

આ પણ વાંચો: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ નાથદ્વારામાં થઈ

ફિટનેસના શોખીન મિલિન્દ જેઓ સામાન્ય રીતે તેની રોજિંદી કસરત ક્યારેય ચૂકતા નથી, તે વર્ષોથી વર્ક આઉટ કરે છે, પુશ-અપ્સ, પુલ-અપ્સ, યોગા વગેરે કરે છે.

અભિનેતાએ કૅપ્શનમાં લખ્યું હતું કે હું15 પુલ-અપ કરવામાં સફળ રહ્યો, “ જે આજ માટે પૂરતું છે! મોટાભાગના લોકો માને છે કે કોઈપણ પ્રકારની ફિટનેસ માટે કલાકો સુધી વર્કઆઉટ કરવું જરૂરી છે, પરંતુ હકીકત એ છે કે તમારે તમારા ગોલ વિશે સ્પષ્ટ રહેવું જરૂરી છે, અને સતતએ ગોળને વળગી રહેવું જરૂરી છે તે તમને સફળતા મેળવવામાં ખુબજ મદદ કરે છે.”

તેમને કહ્યું કે, “મારા માટે, ફિટનેસ માટે દરરોજ 15-20 મિનિટની વિવિધ હલનચલન કરવું એ પૂરતું છે.

અન્યોને સક્રિય રહેવા અને આળસ સામે લડવા માટે પ્રેરણા આપવા માટે સોમને ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ