Jayashree Narayanan : મીરા કપૂર તેના રોજિંદા જીવન વિશે, સોશિયલ મીડિયા પર ફિટનેસ અને ફેશનથી લઈને ફૂડ, બ્યુટી સુધી બધું નિયમિતપણે શેર કરે છે.મીરા કપુર નિયમિતપણે તેના ચાહકો માટે હેલ્થ અને ફિટનેસ વિશે અપડેટ્સ કરે છે. તાજેતરમાં મીરાંએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યું છે કે તેણે આખરે ત્રણ મહિનાના ગેપ પછી યોગ કરવાનું ફરી શરૂ કર્યું છે.
મીરા તેના ઇન્સ્ટાગ્રામના કેપ્શનમાં લખ્યું હતું કે,“આખરે યોગ ફરી કરવાનું શરૂ કર્યું, છેલ્લા ત્રણ મહિના શારીરિક અને માનસિક બંને રીતે ભારે વ્યસ્ત રહ્યા છે. મારું મન બધી જગ્યાએ હતું. મને લાગ્યું કે હું બોક્સને ટિક કરી રહી છું અને સતત વ્યસ્ત રહી છું, હાજર રહ્યા વિના દિવસો પૂરા થાય છે એવું લાગ્યું.”
મીરા, એક ફિટનેસ ઉત્સાહી છે, તે ઉમેરે છે કે, “હું પહેલા જેવી લવચીક ન હોવા છતાં, અથવા મારા આસનો કરવામાં એટલી ક્લીઅર નથી, તેમ છતાં, પ્રેક્ટિસ મને જે સ્વસ્થ અને પરફેક્ટ બનાવે છે. અહીં સોશીયલ મીડિયા પરની હાજરી મને તમારી( ચાહકો ) સાથે જોડે છે.”

આ પણ વાંચો: સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ : શા માટે આ રોગનું જોખમ યુવાન મહિલાઓમાં વધતું જાય છે?
જ્યારે દરેક વ્યક્તિની યોગ અથવા અન્ય કોઈપણ ફિટનેસ પ્રવૃત્તિ સાથેની સફર અનોખી અને અલગ હોય છે, પ્રમાણિત યોગ નિષ્ણાત મિતાભ સઈદએ તેમનો મત ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વ્યક્ત કર્યો હતો કે, પ્રમાણિત યોગ નિષ્ણાતનો મત છે કે વિરામ પછી ફિટનેસ શાશન ફરી શરૂ કરવા માટે યોગ એ એક શ્રેષ્ઠ માર્ગ છે. “આપણી શરીર રચના એવી છે કે જ્યારે આપણે કસરતમાંથી વિરામ લઈએ છીએ, ત્યારે તે સખત થઈ જાય છે અને સહનશક્તિનું સ્તર ઘટી જાય છે. તેથી, કરી શરૂ કરતી વખતે શરીરને ફરીથી તૈયાર અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. ઘણા લોકો લાંબા વિરામ પછી તરત જ તેમની સામાન્ય દિનચર્યામાં ભૂકો લાગવાની ભૂલ કરે છે જેના કારણે ઇજાઓ થાય છે. તેથી શરૂઆતમાં યોગ ખૂબ મદદરૂપ થઈ શકે છે.”
તેથી યોગ, સુખાકારી અને સુગમતા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. સમયાંતરે, યોગ “સ્વસ્થતા અને શરીરની સુગમતા માટે સર્વગ્રાહી ઉકેલ” તરીકે ઉભરી આવ્યો છે. “તે શરીર અને મન વચ્ચે સુમેળ બનાવે છે જે આપણને આપણું જીવન સંપૂર્ણ રીતે જીવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: સોહા અલી ખાને માતા શર્મિલા ટાગોર અને પુત્રી ઇનાયાની યોગાસન કરતી શેયર કરી તસવીર
કેપ્શનની સાથે મીરાના અમુક સ્ટ્રેચ અને આસનો કરતી તસવીરો શેયર કરી હતી.
ગેપ પછી યોગ પ્રેક્ટિસ ફરી શરૂ કરવાની આદર્શ રીત કઈ છે?
સઉદ કહે છે કે,લાંબા અંતર પછી શરૂ કરતી વખતે, ‘ફોરવર્ડ બેન્ડિંગ’ અને ‘બેકવર્ડ બેન્ડિંગ’ આસનોના હળવા સેટની ભલામણ કરું છું.
સઉદે કહ્યું કે, “આગળના બેન્ડિંગ સેટમાં, પશ્ચિમોત્તાસન (પાછળ સ્ટ્રેચિંગ પોઝ) અને પદહસ્તાસન (હાથથી પગ સુધીનો પોઝ) જેવા આસનો શરીરને સારી લવચીકતા પ્રદાન કરી શકે છે. બેકવર્ડ બેન્ડિંગ સેટમાં, ભુજંગસન (કોબ્રા પોઝ), સરલ ધનુરાસન (ઇઝી બો પોઝ) અને સેતુ આસન (બ્રિજ પોઝ) જેવા આસનો શરીરને ફ્લેક્સિબીલીટી માટે ખૂબ જ ઉપયોગી છે. જે લોકો લાંબા સમયથી વ્યાયામ અને યોગ કરી રહ્યા છે તેઓ વોર્મ-અપ પછી સૂર્યનમસ્કારથી શરૂઆત કરી શકે છે. સૂર્યનમસ્કાર એ 12 આસનોનો સમૂહ છે જે આખા શરીર પર કામ કરવા માટે રચાયેલ છે અને જો યોગ્ય શ્વસન ક્રમ સાથે કરવામાં આવે તો તે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.