Momos Recipe : મેંદો નહીં ઘઉંના લોટ માંથી બનાવો ટેસ્ટી મોમોઝ, બાળકો માટે બેસ્ટ

Momos Recipe Without Maida In Gujarati : મોમોઝ નાના બાળકથી લઇ મોટા લોકોને ખાવા ગમે છે, પરંતુ બજારના મોમોઝ ખાવાથી પાચન સંબંધિત સમસ્યા ઉભી થાય છે. આવી સ્થિતિમાં તમારે ઘરે જ ઘઉંના લોટ માંથી ટેસ્ટી મોમોઝ બનાવી બાળકોને આપવા જોઇએ.

Written by Ajay Saroya
November 06, 2025 13:26 IST
Momos Recipe : મેંદો નહીં ઘઉંના લોટ માંથી બનાવો ટેસ્ટી મોમોઝ, બાળકો માટે બેસ્ટ
Atta Veg Momos Recipe : વેજ મોમોઝ બનાવવાની રીત. (Photo: Freepik)

Atta Veg Momos Recipe In Gujarati : મોમોઝ નાના બાળકોથી લઇ મોટા લોકોને પણ ભાવે છે. બજારમાં મળતા મોમોઝ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બજારના મોમોઝ મેંદાના લોટ માંથી બને છે અને તેમને લાંબા સમય સુધી નરમ રાખવા માટે સ્ટાર્ચનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે. બજારમાં ઉપલબ્ધ મોમોઝના લોટમાં એડી કાર્બોનામાઇડ અને બેઝોઇલ પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે.

તે સ્વાદુપિંડ માટે ખૂબ જ હાનિકારક છે. આવી સ્થિતિમાં, બજારના મોમોઝ બાળકોને બિલકુલ ન આપવા જોઈએ. જો તમારા બાળકો મોમોઝ ખાવાનો આગ્રહ રાખે છે, તો તમે ઘરે ઘઉંના લોટ માંથી વેજ મોમોઝ બનાવી શકો છો અને તેમને આપી શકો છો. ઘરે મોમોઝ બનાવતી વખતે તેમા ઘણી શાકભાજી ઉમેરી શકાય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આનાથી પાચનતંત્ર વધુ સારું કામ કરશે.

ઘઉંના લોટ માંથી મોમોઝ કેવી રીતે બનાવવા?

સૌ પ્રથમ એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લો અને તેમાં 1/4 ચમચી મીઠું મિક્સ કરી લો. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. તેને ઢાંકીને 30 મિનિટ સુધી રહેવા દો.

How to make momos stuffing : મોમોઝ માટે સ્ટફિંગ કેવી રીતે બનાવવું

આ શાકભાજી કાપીને તૈયાર રાખો

ગાજર – 1/3 કપ ઝીણા સમારેલાકોબીજ – 1/3 કપ ઝીણી સમારેલીશિમલા મરચા – 1/3 કપ ઝીણા સમારેલાલીલી ડુંગળી – 1/4 કપ ઝીણા સમારેલા

આ મસાલાની જરૂર પડશે

હળદર પાઉડર – 1/8 ચમચીલાલ મરચું પાઉડર – 1/4 ચમચીધાણા પાઉડર – 1/2 ચમચીજીરું પાઉડર – 1/2 ચમચીકાળા મરી પાઉડર – 1/4 થી 1/2 ચમચી

બધા સમારેલા શાકભાજીને બાઉલમાં મૂકો. ત્યારબાદ તેમાં 1 ચમચી ઝીણું સમારેલું આદુ ઉમેરો. આ પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર અને કાળા મરી પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી લો.

બજાર જેવા મોમોઝ કેવી રીતે બનાવો

ઘરે બજાર જેવા મોમોઝ બનાવવા માટે, પહેલા ઘઉંના લોટ માંથી નાના કે મધ્યમ કદના લુઆ બનાવો. પછી તેને મીડિયમ કદની રોટલી જેમ વણી લો. રોટલીની કિનારી પાતળી અને વચ્ચેનો ભાગ જાડો રાખવાનો પ્રયાસ કરો. રોટલીની કિનારી પર આંગળી કે ચમચી વડે પાણી લગાવો

આ પછી રોટલીની વચ્ચે 2 થી 3 ચમચી શાકભાજીનું મિશ્રણ મૂકો. હવે રોટલીની કિનારી એક બીજા ચોંટાડી તેન બંધ કરી દો. આ રીતે બધા મોમોઝ તૈયાર કરો. તેમને ભીના નેપકિનથી ઢાંકીને રાખો. સ્ટીમર પેનને તેલથી સારી રીતે ગ્રીસ કરી બાજુમાં રાખી મૂકો.

હવે મોમોઝને સ્ટીમ કરવા માટે, સ્ટીમ પેન, તપેલી, ઇલેક્ટ્રિક કૂકર અથવા પ્રેશર કૂકરનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે વાસણમાં 2 થી 2.5 કપ પાણી ગરમ કરો. પાણી ઉકાળે પછી તેમા મોમોઝની પ્લેટ મૂકી દો. મોમોઝને 10 થી 12 મિનિટ સુધી બાફો. વધુ પડતું બાફવા નહીં, કારણ કે તેનાથી મોમોઝનું પડ કડક અને શૂષ્ક થઇ જશે. સ્ટીમ થયા બાદ મોમોઝ મસાલેદાર ચટણી સાથે પીરસો, જેમ કે શેઝવાન સોસ, ટામેટા મરચાની ચટણી અથવા લીલી સોશ. તમે તેમને તેલમાં ફ્રાય પણ કરી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ