Momos Recipe Without Maida: મોમોઝનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે. બાળકોથી માંડીને દરેક ઉંમરના વ્યક્તિ દ્વારા આ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે, તે મેંદા માંથી બને છે, તેથી ખાવામાં ટેસ્ટી મોમોઝ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ જ કારણે જ મોટાભાગના લોકોએ મોમોઝનું સેવન ટાળવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ આ લોકોમાંના એક છો, તો આ લેખ તમારા માટે છે. અહીં અમે તમને મેંદા વગર મોમોઝ બનાવવાની સરળ રેસીપી જણાવી રહ્યા છીએ.
આ રેસીપી શેફ પંકજ ભદોરિયાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ રેસિપીમાંથી તૈયાર કરવામાં આવેલા મોમોઝ ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે, તેમજ તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડશે નહીં. તો ચાલો ઝડપથી જાણીએ કે ઘરે જ મેંદા વગર હેલ્ધી અને ટેસ્ટી મોમોઝ કેવી રીતે તૈયાર કરી શકાય-
મોમોઝ બનાવવા માટે સામગ્રી
- 3 ઝીણી સમારેલી ડુંગળી
- ઝીણું સમારેલું લસણ
- ઝીણું સમારેલું આદુ (એક નાનો ટુકડો)
- 1 કપ સાબુદાણા
- મકાઈનો લોટ
- સોજી ૧/૪ કપ
- મીઠું – સ્વાદ અનુસાર
- ખાંડ
- સરસવ તેલ
- સોયા ચંક્સ
- ૧ નાની ચમચી સફેદ સરકો
- સોયા સોસ
- લીલા મરચાં
- લીલી કોથમીર
- ગાજર
- લીલા વટાણા
- કાળા મરીનો પાવડર સ્વાદ અનુસાર
મેંદા વગર મોમોઝ બનાવવાની રેસીપી
- સૌ પ્રથમ એક કઢાઇ ગરમ કરી તેમાં 1 કપ સાબુદાણા મેળવી 3 થી 4 મિનિટ શેકી લો. તેનાથી સાબુદાણામાં રહેલુ ભેજ નહીં રહે.
- સહેજ ઠંડું થયા પછી, સાબુદાણાનો મિક્સરમાં બારીક પાવડર બનાવી લો. હવે તેને કોઇ ઝીણી ચાળણી વડે ચાળી લો.
- 1/4 કપ સોજી લો તેને મિક્સરમાં ઝીણી પીસી લો.
- હવે, એક મોટો બાઉલમાં સાબુદાણા અને સોજીનો પાઉડર તેમજ મકાઈનો લોટ નાંખો અને બરાબર મિક્સ કરી લો. આ માટે તમે ત્રણેય પાઉડરને ફરી એકવાર મિક્સરમાં નાખીને પીસી શકો છો. આનાથી તે યોગ્ય રીતે મિક્સ થઇ જશે.
- હવે આ મિક્સ લોટમાં 1/2 ચમચી મીઠું ઉમેરી લો.
- હવે લોટમાં થોડું ગરમ પાણી ઉમેરીને ચમચાની મદદથી મસળવાનું શરૂ કરી દો.
- લોટને મસળી લીધા બાદ તેને થોડીવાર માટે રહેવા દો.
- થોડીવાર પછી લોટમાં 1 ચમચી તેલ નાખીને હાથની મદદથી ફરી એકવાર મસળી લો.
- આ લોટ એકદમ નરમ થઈ જાય, ત્યારબાદ તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રહેવા દો.
- આ દરમિયાન મોમોઝની અંદર પુડિંગ માટે મસાલો તૈયાર કરો.
- હવે 1 કઢાઇમાં 2 કપ પાણી નાંખો, તેમા 1 ચમચી ઝીણું સમારેલું લસણ અને આદુ, 1/2 ચમચી ખાંડ, 1 ચમચી સફેદ સરકો, 1/2 ચમચી મીઠું, 1 ચમચી સોયા સોસ અને 2 કપ સોયા ચંક નાંખી તેને ઓછામાં ઓછા 8 મિનિટ સુધી બોઇલ કરો.
- હવે સોયા ચંકને ગરમ પાણીમાંથી બહાર કાઢી તેને ઠંડા થવા દો.
- આ દરમિયાન 3 લીલા મરચા અને કોથમીર લો અને તેને ઝીણા સમારી લો.
- હવે ઠંડા પડેલા સોયા ચંક મિક્સરમાં સાધારણ પીસી લો.
- એક કઢાઇમાં એક ચમચી તેલ ગરમ કરો અને તેમાં એક ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરો અને તેને સાંતળી લો.
- ત્યારબાદ કઢાઇમાં ઝીણી સમારેલી ડુંગળીને સાંતળી લો.
- હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર, 1/4 કપ બારીક સમારેલું ગાજર અને 1/4 કપ ઝીણા સમારેલા વટાણા સાંતળી લો.
- હવે આ તમામ શાકભાજીમાં સોયા ચંક નાંખી તેને પણ ફ્રાય કરી લો.
- હવે તમારા સ્વાદ અનુસાર તેમા મીઠું અને કાળા મરીનો પાવડર નાંખો.
- બધું બરાબર મિક્સ થઈ જાય પછી, ગેસ બંધ કરી દો અને મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો.
- હવે અગાઉથી તૈયાર કરેલો લોટ લો અને તેમાંથી નાના-નાના બોલ તૈયાર કરો.
- હવે આ લોટમાંથી નાની અને પાતળી પુરી વલણી લો.
- આ પુરીને હાથની મદદ વડે મોમોઝ જેવો શેપ આપો.
આ પણ વાંચો | વેટ લોસ માટે બેસ્ટ છે એગ ઓટ રેસીપી, વર્કઆઉટ બાદ ખાવાથી મસલ્સ બનશે મજબૂત
- હવે પુડિંગ માટે તૈયાર કરેલો મસાલો મોમોંઝની અંદર નાંખો.
- તમે ઇચ્છો તો ઉપરથી મોમોઝની અંદર સ્વીટ કોર્ન પર ઉમેરી શકો છો.
- હવે આ મોમોઝ પર થોડુંક તેલ લગાવી તેને સ્ટીમર કરી.
- આ મોમોઝ સ્ટીમરમાં મૂકો અને 15 મિનિટ સુધી બાફી લો.
- આમ, તમારા હેલ્ધી અને ટેસ્ટી મોમોઝ તૈયાર થઈ જશે.





