Momos Recip: મેંદા વગર બનાવો ટેસ્ટી મોમોઝ, સ્વાદ અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ, ઝડપથી નોંધી લો સરળ રેસીપી

Momos Recipe Without Maida: મોમોઝ મેંદામાંથી બનતા હોવાથી ઘણા લોકો ખાવાનું ટાળે છે. અહીં શેફ પંકજ ભદોરિયા દ્વારા ઘરે મેંદા વગર મોમોઝ બનાવવાની સરળ રેસીપી યુટ્યુબ પર શેર કરવામાં આવી છે. જે ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે.

Written by Ajay Saroya
July 14, 2024 15:16 IST
Momos Recip: મેંદા વગર બનાવો ટેસ્ટી મોમોઝ, સ્વાદ અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ, ઝડપથી નોંધી લો સરળ રેસીપી
Momos Recipe Without Maida: મોમોઝ રેપીસી (Image: Freepik)

Momos Recipe Without Maida: મોમોઝનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે. બાળકોથી માંડીને દરેક ઉંમરના વ્યક્તિ દ્વારા આ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે, તે મેંદા માંથી બને છે, તેથી ખાવામાં ટેસ્ટી મોમોઝ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ જ કારણે જ મોટાભાગના લોકોએ મોમોઝનું સેવન ટાળવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ આ લોકોમાંના એક છો, તો આ લેખ તમારા માટે છે. અહીં અમે તમને મેંદા વગર મોમોઝ બનાવવાની સરળ રેસીપી જણાવી રહ્યા છીએ.

આ રેસીપી શેફ પંકજ ભદોરિયાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ રેસિપીમાંથી તૈયાર કરવામાં આવેલા મોમોઝ ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે, તેમજ તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડશે નહીં. તો ચાલો ઝડપથી જાણીએ કે ઘરે જ મેંદા વગર હેલ્ધી અને ટેસ્ટી મોમોઝ કેવી રીતે તૈયાર કરી શકાય-

મોમોઝ બનાવવા માટે સામગ્રી

  • 3 ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણું સમારેલું લસણ
  • ઝીણું સમારેલું આદુ (એક નાનો ટુકડો)
  • 1 કપ સાબુદાણા
  • મકાઈનો લોટ
  • સોજી ૧/૪ કપ
  • મીઠું – સ્વાદ અનુસાર
  • ખાંડ
  • સરસવ તેલ
  • સોયા ચંક્સ
  • ૧ નાની ચમચી સફેદ સરકો
  • સોયા સોસ
  • લીલા મરચાં
  • લીલી કોથમીર
  • ગાજર
  • લીલા વટાણા
  • કાળા મરીનો પાવડર સ્વાદ અનુસાર

મેંદા વગર મોમોઝ બનાવવાની રેસીપી

  • સૌ પ્રથમ એક કઢાઇ ગરમ કરી તેમાં 1 કપ સાબુદાણા મેળવી 3 થી 4 મિનિટ શેકી લો. તેનાથી સાબુદાણામાં રહેલુ ભેજ નહીં રહે.
  • સહેજ ઠંડું થયા પછી, સાબુદાણાનો મિક્સરમાં બારીક પાવડર બનાવી લો. હવે તેને કોઇ ઝીણી ચાળણી વડે ચાળી લો.
  • 1/4 કપ સોજી લો તેને મિક્સરમાં ઝીણી પીસી લો.
  • હવે, એક મોટો બાઉલમાં સાબુદાણા અને સોજીનો પાઉડર તેમજ મકાઈનો લોટ નાંખો અને બરાબર મિક્સ કરી લો. આ માટે તમે ત્રણેય પાઉડરને ફરી એકવાર મિક્સરમાં નાખીને પીસી શકો છો. આનાથી તે યોગ્ય રીતે મિક્સ થઇ જશે.
  • હવે આ મિક્સ લોટમાં 1/2 ચમચી મીઠું ઉમેરી લો.
  • હવે લોટમાં થોડું ગરમ પાણી ઉમેરીને ચમચાની મદદથી મસળવાનું શરૂ કરી દો.
  • લોટને મસળી લીધા બાદ તેને થોડીવાર માટે રહેવા દો.
  • થોડીવાર પછી લોટમાં 1 ચમચી તેલ નાખીને હાથની મદદથી ફરી એકવાર મસળી લો.
  • આ લોટ એકદમ નરમ થઈ જાય, ત્યારબાદ તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રહેવા દો.
  • આ દરમિયાન મોમોઝની અંદર પુડિંગ માટે મસાલો તૈયાર કરો.
  • હવે 1 કઢાઇમાં 2 કપ પાણી નાંખો, તેમા 1 ચમચી ઝીણું સમારેલું લસણ અને આદુ, 1/2 ચમચી ખાંડ, 1 ચમચી સફેદ સરકો, 1/2 ચમચી મીઠું, 1 ચમચી સોયા સોસ અને 2 કપ સોયા ચંક નાંખી તેને ઓછામાં ઓછા 8 મિનિટ સુધી બોઇલ કરો.
  • હવે સોયા ચંકને ગરમ પાણીમાંથી બહાર કાઢી તેને ઠંડા થવા દો.
  • આ દરમિયાન 3 લીલા મરચા અને કોથમીર લો અને તેને ઝીણા સમારી લો.
  • હવે ઠંડા પડેલા સોયા ચંક મિક્સરમાં સાધારણ પીસી લો.
  • એક કઢાઇમાં એક ચમચી તેલ ગરમ કરો અને તેમાં એક ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરો અને તેને સાંતળી લો.
  • ત્યારબાદ કઢાઇમાં ઝીણી સમારેલી ડુંગળીને સાંતળી લો.
  • હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર, 1/4 કપ બારીક સમારેલું ગાજર અને 1/4 કપ ઝીણા સમારેલા વટાણા સાંતળી લો.
  • હવે આ તમામ શાકભાજીમાં સોયા ચંક નાંખી તેને પણ ફ્રાય કરી લો.
  • હવે તમારા સ્વાદ અનુસાર તેમા મીઠું અને કાળા મરીનો પાવડર નાંખો.
  • બધું બરાબર મિક્સ થઈ જાય પછી, ગેસ બંધ કરી દો અને મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો.
  • હવે અગાઉથી તૈયાર કરેલો લોટ લો અને તેમાંથી નાના-નાના બોલ તૈયાર કરો.
  • હવે આ લોટમાંથી નાની અને પાતળી પુરી વલણી લો.
  • આ પુરીને હાથની મદદ વડે મોમોઝ જેવો શેપ આપો.

આ પણ વાંચો | વેટ લોસ માટે બેસ્ટ છે એગ ઓટ રેસીપી, વર્કઆઉટ બાદ ખાવાથી મસલ્સ બનશે મજબૂત

  • હવે પુડિંગ માટે તૈયાર કરેલો મસાલો મોમોંઝની અંદર નાંખો.
  • તમે ઇચ્છો તો ઉપરથી મોમોઝની અંદર સ્વીટ કોર્ન પર ઉમેરી શકો છો.
  • હવે આ મોમોઝ પર થોડુંક તેલ લગાવી તેને સ્ટીમર કરી.
  • આ મોમોઝ સ્ટીમરમાં મૂકો અને 15 મિનિટ સુધી બાફી લો.
  • આમ, તમારા હેલ્ધી અને ટેસ્ટી મોમોઝ તૈયાર થઈ જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ