Monsoon Health : ચોમાસામાં આંખના 5 આ રોગોથી બચવું જરૂરી, જાણો ઉપાયો

Monsoon Health : ચોમાસામાં ભેજને કારણે થતી ગુલાબી આંખના કેટલાક સામાન્ય લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, આંખોમાંથી પીળો ચીકણો સ્રાવ અને આંખોમાં ખંજવાળ, પીડા સાથે સંકળાયેલા છે.

Written by shivani chauhan
July 29, 2023 10:34 IST
Monsoon Health : ચોમાસામાં આંખના 5 આ રોગોથી બચવું જરૂરી, જાણો ઉપાયો
ચોમાસામાં આંખના રોગો (અનસ્પ્લેશ)

ચોમાસા શરૂ થયાને બે મહિના થવા આયા છે, ચોમાસું ગરમીમાંથી આપણને રાહત આપે છે. જો કે, નિષ્ણાતો વારંવાર ચેતવણી આપે છે કે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે રહેવાથી તમારી આંખોની વધારાની કાળજી લેવાની જરૂર છે. મીડિયા અહેવાલો અનુસાર, સમગ્ર ભારતમાં આંખના ચેપમાં વધારો થયો છે.

ચોમાસા દરમિયાન, દરેક વસ્તુ ભીની અને ભેજવાળી હોય છે અને વાયરસ, બેક્ટેરિયા અને ફૂગના સંવર્ધન માટે આ એક વાતાવરણ છે. તદુપરાંત, આવા વાતાવરણ આંખોને ચેપ માટે વધુ સેન્સિટિવ બનાવે છે. પરિણામે, આંખને લગતી લાલાશ, બળતરા, સોજો, સ્રાવ વગેરેના કિસ્સામાં નેત્ર ચિકિત્સકની મુલાકાત લેવી જરૂરી છે.

ચોમાસામાં જોવા મળતા 5 આંખના રોગો:

આંખ આવવી(conjunctivitis :ગુલાબી આંખ): આ સ્થિતિ પારદર્શક પટલમાં બળતરા તરફ દોરી જાય છે જે તમારી આંખની બહારની સપાટીને તમારી પોપચાની અંદરની સાથે આવરી લે છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, આ ચેપ અત્યંત ચેપી છે અને તે સરળતાથી એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.ગુલાબી આંખના કેટલાક સામાન્ય લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, આંખોમાંથી પીળો ચીકણો સ્રાવ અને આંખોમાં ખંજવાળ, પીડા સાથે સંકળાયેલા છે.

આ પણ વાંચો: Metabolism : ચયાપચય શું છે? શરીરની તંદુરસ્તી માટે આટલું જરૂરી

Stye (આંખો પર ફોલ્લી) : તે એક બેક્ટેરિયલ ચેપ છે જેમાં તમારી પાંપણના સપાટીની નજીકની એક અથવા વધુ નાની ગ્રંથીઓનો સમાવેશ થાય છે. તે પોપચા પર ફોલ્લી તરીકે થાય છે. ડોકટરોના મતે ચોમાસાની ઋતુમાં આ અત્યંત સામાન્ય બાબત છે.ચેપના કેટલાક લક્ષણોમાં પરુ સ્ત્રાવ, પોપચા ઉપર લાલાશ, અસહ્ય દુખાવો અને આંખમાં ગાંઠ જેવું થાય છે.

શુષ્ક આંખો(ડ્રાય આઈઝ) : જ્યારે તમારી આંખો શુષ્ક થઈ જાય છે, ત્યારે તે પૂરતા પ્રમાણમાં હાઈડ્રેટ ન રહેવાને કારણે યોગ્ય ભેજ આપી શકતી નથી. ચોમાસા દરમિયાન પણ આ સ્થિતિ અત્યંત સામાન્ય છે.

કોર્નિયલ અલ્સર: આ સ્થિતિ કોર્નિયાની સપાટી પરના ઘાને કારણે થાય છે. અભ્યાસો સૂચવે છે કે તે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અથવા પરોપજીવીને કારણે થઈ શકે છે. આ સ્થિતિ દરમિયાન, આંખો પીડાદાયક અને લાલ થઈ જાય છે, હળવાથી ગંભીર આંખનો સ્રાવ અને દ્રષ્ટિમાં ઘટાડો થાય છે.

કેરાટાઇટિસ: આ કોર્નિયાનો ચેપ છે અને તે સામાન્ય રીતે કોન્ટેક્ટ લેન્સની અસ્વચ્છતાને કારણે આંખોને થતી ઇજાને કારણે થાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે અંધત્વ તરફ દોરી શકે છે.

આ પણ વાંચો: Almonds : બદામ ખાવાના ફાયદા, વધુ પ્રમાણમાં સેવન કરવાથી આડઅસરો થઇ શકે

ચોમાસામાં આંખોને આ રીતે સ્વસ્થ રાખવી :

  • તમારા હાથને યોગ્ય રીતે ધોવા
  • ગંદા હાથથી તમારી આંખોને સ્પર્શશો નહીં.
  • તમારી આંખોને ઘણી વાર ઘસશો નહીં.
  • તમારા કોન્ટેક્ટ લેન્સ શેર કરશો નહીં.
  • જ્યારે તમને આંખમાં ચેપ હોય ત્યારે આંખનો મેક-અપ ટાળો.
  • તરતી વખતે અથવા પવન, ધૂળના સંપર્કમાં હોય ત્યારે આંખના રક્ષણાત્મક ચશ્માનો ઉપયોગ કરો.
  • વરસાદની મોસમમાં સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરવાનું ટાળો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ