Monsoon Recipes: 10 મિનિટમાં તવા પર બનાવો ટેસ્ટી પનીર પકોડા, વરસાદમાં ચા – કોફી સાથે મનભરીને ખાવો

Paneer Pakoda Recipe: પનીર પકોડા ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે. આ પકોડા તેલમાં તળ્યા વગર પેન પર શેકીને પણ બનાવી શકાય છે. ચાલો જાણીયે પનીર પકોડા બનાવવાની રેસિપી

Written by Ajay Saroya
July 07, 2024 21:56 IST
Monsoon Recipes: 10 મિનિટમાં તવા પર બનાવો ટેસ્ટી પનીર પકોડા, વરસાદમાં ચા – કોફી સાથે મનભરીને ખાવો
Paneer Pakoda: તવા પનીર પકોડા બનાવવાની રેસિપી. (Photo: Freepik)

Paneer Pakoda Recipe: ચોમાસાના વરસાદમાં લોકોને ચટપટી વાનગી ખાવાની ઇચ્છા થાય છે. પરંતુ જે લોકોને વધારે તેલવાળી વસ્તુઓ પસંદ નથી હોતી તેઓ ભજીયા, પકોડા કે સમોસા ખાવાનું ટાળે છે. પરંતુ એ જરૂરી નથી કે પકોડા હંમેશા તેલમાં ડીપ ફ્રાય કરવામાં આવે છે. તમે તેને તવા પર પણ બનાવી શકો છો, જે તેલમાં ડ્રિપ ફ્રાય પકોડા કરતા વધુ સ્વાદિષ્ટ હોય છે. ઉપરાત તેમાા ઓછા મસાલા અને વિવિધ પ્રકારના શાકભાજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ પનીર પકોડા બનાવવાની રેસિપી

તવા પર પનીર પકોડા બનાવવાની સામગ્રી

  • પનીરના મોટા ટુકડા
  • ચણાનો લોટ
  • કાળા મરીનો પાવડર
  • જીરું પાઉડર
  • શિમલા મિર્ચી, લીલા મરચા અને ડુંગળીના મોટા ટુકડા કરી કાપી લો
  • મીઠું સ્વાદ અનુસાર
  • કાળું મીઠું

તવા પર પનીર પકોડા બનાવવાની રેસીપી

  • સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં પનીર મૂકો.
  • તેમા ચણાનો થોડો લોટ, કાળા મરીનો પાવડર, જીરું પાવડર અને મીઠું ઉમેરો
  • પનીરના ટુકડા પર મસાલાને બરાબર લગાવી લો
  • હવે તવાને ગરમ કરી તેના પર તેલ લગાવો
  • પનીરના ટુકડા તવા પર મૂકવો અને કોઇ વાસણ વડે ઢાંકીને પકવો
  • જો જરૂર પડે તો પેન પર થોડુંક તેલ નાંખો અને પનીર પકોડાને પકવો
  • પનીર બંને બાજુથી બ્રાઉન થઇ જાય એટલે તેને પેન પરથી ઉતારી લો

હવે એક પેનમાં કેપ્સિકમ, લીલા મરચાં અને ડુંગળી તળીને પછી તેમાં મીઠું નાખવાનું છે. હવે પનીર પકોડાને એક પ્લેટમાં મૂકીને ઉપર આ શેકેલા શાકભાજી મૂકો. તેમાં કાળું મીઠું અને મીઠું ઉમેરી સર્વ કરો.

આ પણ વાંચો | શું તમારા ખાદ્ય તેલમાં ઝેર છે? અમેરિકામાં ભારતીયોના મનપસંદ તેલ પર પ્રતિબંધ, જાણો કારણ

પનીર પકોડા બનાવવાની રેસીપી

તમે બીજી રીતે પણ પનીર પકોડા બનાવી શકો છો, જેમા તમે ચણાના લોટને બદલે તમે પનીરને દહીં, સોજી અને હળદરમાં લપેટીને પેન પર મૂકીને બેક કરો. ત્યારબાદ ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. વરસાદમાં તમે આ ખાસ પ્રકારના પકોડાને ટ્રાય કરી શકો છો. પેન પર બેક કરેલા પકોડાનો ટેસ્ટ અદ્ભુત હોય છે. હવે સવાર કે સાંજે ચા – કોફી સાથે આવા પનીર પકોડા ખાવાનો આનંદ માણો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ