Moringa Pickle Recipe: સરગવાનું અથાણું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ, શેફ પાસેથી જાણો બનાવવાની રીત

Moringa Pickle Recipe: સરગવો ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. જો તમે સરગવાનું શાક ખાઇ કંટાળી ગયા છો તો ટેસ્ટી હેલ્થી સરગવાનું અથાણું ટ્રાય કરી શકાય છે. શેફ નિશા મધુલિયાએ સરગવાનું અથાણું બનાવવાની સરળ રીત જણાવી છે.

Written by Ajay Saroya
March 26, 2025 14:30 IST
Moringa Pickle Recipe: સરગવાનું અથાણું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ, શેફ પાસેથી જાણો બનાવવાની રીત
Moringa Pickle Recipe: સરગવાનું અથાણું. (Photo: Social Media)

Moringa Pickle Recipe: સરગવો સ્વાસ્થ્ય બહુ લાભકારક છે. સરગવો વિવિધ આહારમાં સામેલ કરી શકાય છે. તેમા ઘણા પ્રકારના વિટામિન્સ ઉપરાંત એન્ટિઓક્સિડેન્ટ અને મિનરલ્સ હાજર હોય છે. જે દરેક ઉંમરના લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. તેમા દૂધ કરતા વધારે કેલ્શિયમ હોય છે. સરગવાની ફળી બાળકોને પણ ખવડાવી શકાય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મોટાભાગના લોકો સરગવાનું શાક બનાવે છે. અહીં તમારા માટે સરગવાનું સ્વાદિષ્ટ અથાણું બનાવવાની એક ખૂબ જ સરળ રેસિપિ રજૂ કરવામાં આવી છે. તે બનાવવામાં વધુ સમય નહીં લાગે. પરંતુ સરગવાનું અથાણું ખાધા બાદ બધા જ પોતાની આંગળીઓ ચાટતા રહેશે. શેફ નિશા મધુલિકા એ સરગવનું અથાણું બનાવવાની રેસીપી આપી છે.

સરગવનું અથાણું બનાવવા માટે સામગ્રી

સરગવાની સીંગ – 2- 3 નંગહીંગ – 1 ચમચીહળદર પાવડર – 1 ચમચીવરિયાળી પાવડર – ૧ ચમચીલાલ મરચું પાવડર – 1/4 ચમચીકાળા મરીનો પાવડર – 1/4 ચમચીપીળી સરસવના કુરિયા – 2 ચમચીવિનેગર – 1 ચમચીસરસવનું તેલ – 1/3 કપમીઠું – 1ચમચી

સરગવાનું અથાણું બનાવવવાની રીત

નિશા મધુલિકાએ જણાવ્યું કે સરગવાનું અથાણું બનાવવા માટે પહેલા સરગવાની સીંગ પાણીમાં ધોઈને સૂકવી લો. આ પછી તેના નાના-નાના ટુકડા કરી લો. તેમા મીઠું નાંખી ડબ્બામાં ભરી લગભગ ત્રણ દિવસ સુધી રાખી મૂકો. જો કે દિવસમાં એકવાર ચમચા વડે સરગવાની સીંગ હલાવવાનું યાદ રાખો.

હવે 3 દિવસ બાદ એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ કરી ગેસ બંધ કરી દો. કઢાઇ ગેસ પરથી નીચે મૂકો. ગરમ તેલ થોડું ઠંડુ થવા દો. આ પછી તેમાં હીંગ, હળદર પાવડર, વરિયાળીનો પાવડર ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સરગવાની સીંગ ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો. એક વાત ધ્યાનમાં રાખો કે સરગવામાં પહેલા પણ મીઠું ઉમેર્યું હતું. તેથી ઓછું મીઠું નાંખવું. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, સરસવના કુરિયા અને કાળા મરીનો પાવડર ઉમેરો. છેલ્લે અથાણામાં સરકો ઉમેરી બધી સામગ્રી મિક્સ કરીલો. તમારો ટેસ્ટી અને હેલ્થી સરગવનું અથાણું તૈયાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ