Wheat Flour Multigrain Atta: ભારતીય રસોડામાં રોટલી વધુ સારી રીતે બનાવવામાં આવે છે. દરેક ઘરમાં રોટલી મુખ્ય ભોજન તરીકે ખાવામાં આવે છે. જોકે મોટાભાગના લોકો આ માટે ઘઉંના લોટનો ઉપયોગ કરે છે. જો તો તમારા ઘરમાં પણ ઘઉંના લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે તો તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તમે તેને વધુ ટેસ્ટી બનાવી શકો છો. આવી સ્થિતિમાં અમે તમારા માટે પાંચ એવી વસ્તુઓ લઇને આવ્યા છીએ, જેને તમે સરળતાથી ઘઉંના લોટમાં મિક્સ કરી શકો છો. તેનાથી લોટના પોષક તત્વોમાં વધુ વધારો થશે.
અળસીનો પાઉડર
તમે ઘઉંના લોટમાં અળસીનો પાવડર પણ ઉમેરી શકો છો. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એવામાં તેને ઘઉંના લોટમાં ઉમેરવાથી રોટલીનો સ્વાદ વધી જશે. તેને મિક્સ કરવા માટે અળસીને સૂકવીને શેકી લો અને પછી પાવડર બનાવીને લોટમાં મિક્સ કરી લો.
ઓટ્સ
ઓટ્સ પૌષ્ટિક અનાજ છે. તેમાં પ્રોટીન, ફાઇબર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો અને ઘણા પ્રકારના વિટામિન્સ હોય છે. તમે તેને ઘઉંના લોટમાં પણ ઉમેરી શકો છો. તેને મિક્સ કરવા માટે ઓટ્સને પીસીને પાઉડર બનાવી લો અને તેને લોટમાં મિક્સ કરો. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
આ પણ વાંચો – ગરમીમાં ખાવાનું ગરમ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, સ્વાસ્થ્યને નહીં થાય નુકસાન
ચણાનો લોટ
તમે ઘઉંના લોટમાં ચણાનો લોટ પણ ઉમેરી શકો છો. તેનાથી રોટલીનો સ્વાદ સુધરે છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, જે શરીર માટે વધુ સારું છે.
સુકી મેથી
સૂકી મેથી રોટલીની સુગંધ વધારે છે. તે પાચન માટે પણ સારું છે. તેને મિક્સ કરવા માટે પહેલા મેથીને સુકવીને પીસીને લોટમાં મિક્સ કરી લો.
અજમો
અજમામાં અનેક પ્રકારના મિનરલ્સ અને ફાઇબર જોવા મળે છે. આ સ્થિતિમાં તમે તેને રોટલીમાં પણ ઉમેરી શકો છો. તેનાથી રોટલીનો સ્વાદ પણ વધશે. અજમો પાચન માટે પણ ખૂબ જ સારો છે.