ઘરે કેવી રીતે બનાવવી નેચરલ હેર ડાઇ? આ રીતે એકપણ બાલ સફેદ દેખાશે નહીં

Natural Hair Dye with Amla: જો તમે વાળને કાળા કરવા માટે નેચરલ હેર ડાઇનો ઉપયોગ કરો છો, તો તેમાં વાળ તો કાળા દેખાય જ છે, પરંતુ તે વાળને મૂળથી મજબૂત અને ચમકદાર પણ બનાવે છે. તમે ઘરે જ સરળતાથી નેચરલ હેર ડાઇ તૈયાર કરી શકો છો.

Written by Ashish Goyal
Updated : November 08, 2025 17:01 IST
ઘરે કેવી રીતે બનાવવી નેચરલ હેર ડાઇ? આ રીતે એકપણ બાલ સફેદ દેખાશે નહીં
તમે ઘરે જ સરળતાથી નેચરલ હેર ડાઇ તૈયાર કરી શકો છો (ફોટો: પિન્ટરેસ્ટ)

Natural Hair Dye with Amla : આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ અને વધતા પ્રદૂષણને કારણે મોટાભાગના લોકોના વાળ સમય સફેદ થવા લાગ્યા છે. આ કારણે ઘણા લોકો વાળને ડાઇ કરવા માટે બજારમાં રહેલા કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, જે ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડે છે.

આવી સ્થિતિમાં જો તમે વાળને કાળા કરવા માટે નેચરલ હેર ડાઇનો ઉપયોગ કરો છો, તો તેમાં વાળ તો કાળા દેખાય જ છે, પરંતુ તે વાળને મૂળથી મજબૂત અને ચમકદાર પણ બનાવે છે. તમે ઘરે જ સરળતાથી નેચરલ હેર ડાઇ તૈયાર કરી શકો છો.

નેચરલ હેર ડાઈ બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી આમળા પાવડર
  • 2 ચમચી મહેંદી પાવડર
  • 1 ચમચી કોફી પાવડર
  • 1 ચમચી કાળી ચા
  • અડધો કપ દહીં
  • 2 ચમચી નાળિયેર તેલ

નેચરલ હેર ડાઇ કેવી રીતે બનાવવી?

  • નેચરલ હેર ડાઈ બનાવવા માટે પહેલા એક બાઉલમાં આમળા પાવડર, મહેંદી પાવડર અને કોફી પાવડર નાખો. હવે કાળી ચાને ઉકાળો અને પછી તેને ઠંડી કરો. આ પાણીને ધીમે ધીમે મિશ્રણમાં ઉમેરો.

  • હવે તેમાં દહીં અને નાળિયેર તેલ મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ રીતે એક જાડી પેસ્ટ તૈયાર થઇ જશે. હવે આ પેસ્ટને 2-3 કલાક સુધી રાખી મુકો, જેથી મિશ્રણનો રંગ ઘેરો થઈ જાય.

  • હવે તેને વાળ પર લગાવો. જોકે પેસ્ટ લગાવતા પહેલા તમારા વાળને હળવા રીતે ભીના કરો અને આ હેર ડાઇન વાળના મૂળથી ઉપરના છેડા સુધી સરખી રીતે લગાવો. તેને વાળમાં લગભગ 2 કલાક રહેવા દો. ત્યારબાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આ રીતે, તમારા વાળ કુદરતી રીતે કાળા દેખાશે.

આ પણ વાંચો – સૂતા પહેલા લવિંગનું પાણી પીવો, સારી ઊંઘ સાથે શરીર પણ ડિટોક્સ કરશે

વાળમાં નેચરલ હેર ડાઈ લગાવવાના ફાયદા

આ નેચરલ હેર ડાઇમાં આમળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. આ સાથે આમળા વાળને કુદરતી રીતે કાળા બનાવે છે. જ્યારે મહેંદી અને કોફી વાળને નરમ બનાવે છે. અઠવાડિયામાં એકવાર નિયમિતપણે તેનો ઉપયોગ કરવાથી વાળનો રંગ લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ મળે છે.

(ડિસ્ક્લેમર: લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ