સાબુદાણા અસલી છે કે નકલી, આવી રીતે ઓળખો? ઉપવાસમાં ખાતા પહેલા જાણી લો

navratri 2024 : આજે અમે તમને જણાવીશું કે સાબુદાણાને સરળતાથી કેવી રીતે ઓળખી શકાય. તેને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, તો આવો જાણીએ

Written by Ashish Goyal
October 02, 2024 21:34 IST
સાબુદાણા અસલી છે કે નકલી, આવી રીતે ઓળખો? ઉપવાસમાં ખાતા પહેલા જાણી લો
નકલી સાબુદાણા ખાવાથી તમે બીમાર પડી શકો છો

Fake Sabudana: દેશમાં આવતીકાલથી એટલે કે 3 ઓક્ટોબરને ગુરુવારથી શારદીય નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. આ સમય દરમિયાન ઘણા લોકો નવ દિવસ ઉપવાસ કરે છે અને માતાના દરેક સ્વરૂપની પૂજા પણ કરે છે. જે લોકો ઉપવાસ કરે છે તે આ દિવસોમાં ફળોની સાથે સાબુદાણાની ખીચડી પણ ખાય છે.

નકલી સાબુદાણા ખાવાથી તમે બીમાર પડી શકો છો

ઘણી વખત બજારમાં યોગ્ય સાબુદાણા મળતા નથી અને લોકો નકલી સાબુદાણાને પોતાના ઘરે લાવે છે. તમને જણાવી દઇએ કે નકલી સાબુદાણા બનાવવામાં કેલ્શિયમ સલફ્યુરિક એસિડ, સોડિયમ હાયપોક્લોરાઇટ, બ્લીચિંગ એજન્ટ, ફોસ્ફોરિક એસિડ સહિતના ઘણા કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેને ખાઇને તમે બીમાર પણ થઇ શકો છો.

સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા?

આજે અમે તમને જણાવીશું કે સાબુદાણાને સરળતાથી કેવી રીતે ઓળખી શકાય. તેને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, તો આવો જાણીએ.

  • તમે તેને પાણીમાં નાખી શકો છો. તેને પાણીમાં નાખ્યા બાદ તેમાં સ્ટાર્ચ દેખાવા લાગશે અને તે લીસ્સા થઈ જશે. બીજી તરફ જો સાબુદાણા નકલી હશે તો તે પાણીમાં તેવા ને તેવા જ રહેશે. જેમાં પાણીમાં નાખ્યા પહેલા હતા.

આ પણ વાંચો – ઢાબા સ્ટાઇલ આલુ પરાઠા કેવી રીતે બનાવશો, લોટથી લઇને બટાકા સુધી ચેક કરો ક્યાં ભૂલ કરી રહ્યા છો તમે

  • અસલી સાબુદાણાને ઓળખવા માટે તમે તેને ચાવી શકો છો. જ્યારે ચાખળો ત્યારે તેનો સ્વાદ તમને ચોખા જેવો લાગશે અને તે તમારા દાંત પર ચીકણું હોય તેવું લાગી શકે છે. જો સાબુદાણા નકલી હોય તો તે કિરકિરા જેવા લાગશે.

  • સાબુદાણા અસલી છે કે નકલી તે જોવા તમે તેને સળગાવીને પણ જોઇ શકો છો. જો સળગાવવા પર તે મોટા થઇ જા તો તે અસલી છે. જ્યારે નકલી સાબુદાણા સળગાવ્યા બાદ તે બળીને રાખ બની જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ