નવરાત્રીને હવે 5 દિવસ બાકી રહ્યા છે, રવિવારે નવરાત્રીની શુભ શરૂઆત થઇ જશે. ત્યારે ગરબા, ગ્લોઈંગ સ્કિન અને ખૂબસૂરત વાળ બતાવવાનો સમય આવી ગયો છે. નવરાત્રિમાં ગરબા રમ્યા વગર નવરાત્રી અધૂરી લાગે ને!! જો કે, નવરાત્રિ દરમિયાન મહિલાઓ મોટાભાગે તેમની ત્વચા અને વાળની ચિંતા કરે છે કારણ કે તેઓ સુંદર દેખાવા માંગે છે પરંતુ નવરાત્રીમાં રાતનો ઉજાગરો, ઉપવાસ વગેરેને કારણે ખીલ, ડાર્ક સર્કલ થવાની સંભાવના વધી જાય છે. તેથી નવરાત્રીમાં સ્કિન અને હેયરની ચિંતા કર્યા વગર ગરબા કરવા માટે, અહીં કેટલીક નવરાત્રિ સ્કિનકેર ટિપ્સ આપી છે જેને તમે સુંદર રહેવા માટે અનુસરી શકો છો,
આ નવરાત્રિ માટે સ્કિનકેર ટીપ્સ:
1) હાઇડ્રેટેડ રહો(ખુબજ પાણી પીવો)
જ્યારે તમારું શરીર હાઇડ્રેટેડ હોય છે, ત્યારે તમારી સ્કિન નેચરલી ચમકે છે. પછી તમારે વધારે મેકઅપ કરવાની જરૂર હોતી નથી. દરરોજ પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરો. નારિયેળ પાણી અથવા લીંબુનો રસ પીવો. અને તમે ફળો અને શાકભાજી પણ ખાઈ શકો છો જેમાં સારી માત્રામાં પાણી હોય છે જેમ કે કાકડી, તરબૂચ વગેરે. સ્વસ્થ રહો અને તમારી ત્વચાને સ્વસ્થ રાખો.
આ પણ વાંચો: Navratri 2023 : નવરાત્રીમાં ગરબે ઘુમવા તમે આ બેઝિક સ્ટાઇલ શીખી શકો,આ વર્ષે ઝુમખા સ્ટાઇલ ધૂમ મચાવશે
2) વોટરપ્રૂફ મેકઅપ કરો અને લાઇટ ફાઉન્ડેશન એપ્લાઈય કરો
ગરબા રમતી વખતે પરસેવો થાય છે ત્યારે હેવી ફાઉન્ડેશન તમારી સ્કિન પર કેકી લાગે છે તેથી હળવા ફાઉન્ડેશન લગાવો જેથી તમારે તમારી ત્વચાની ચિંતા ન કરવી પડે. તમારી સ્કિન સૌથી નાજુક અને સંવેદનશીલ છે. ઘણી બધી પ્રોડક્ટસના ઉપયોગથી ત્વચા ખરાબ થઈ શકે છે.
3)પીઠ પર વેક્સ કરાવવું
નવરાત્રિમાં સુંદર દેખાવું કોને ન ગમે? પરંતુ ક્યારેક વાળ તમારી સુંદરતામાં અડચણ લાવી શકે છે. અને તમે તેના વિશે અનકમ્ફર્ટેબલ ફીલ કરી શકો છો તેથી ઓપ્શન એ છે કે તમારી ત્વચા પર વેક્સ કરાવવી જો તમારી પીઠ પર વધારે હેયર ગ્રોથ હોય તો. જેથી નવરાત્રિની રાત્રે તમારી બેકલેસ ચણિયાચોળીમાં સુંદર દેખાઈ શકો.
4) ડાર્ક સર્કલથી બચવા માટે પૂરતી ઊંઘ લો
તમારી ત્વચા અને આંખોનું ધ્યાન રાખો. તેથી 6-8 કલાકની ઊંઘ લેવી. મેકઅપ તમારા ડાર્ક સર્કલને છુપાવી શકે છે પરંતુ સાવચેતી ઉપચાર કરતાં વધુ સારી છે. તેથી તમારે ગરબાની રાત પહેલા સારી માત્રામાં ઊંઘ લેવી જોઈએ જેથી તમારી ત્વચા ફ્રેશ દેખાય. નવરાત્રિમાં સ્કિનકૅરની આ સરળ ટીપ્સને અનુસરો- કાકડીના ટુકડા અથવા ટી બેગ્સ લગાવો જેથી તમારી આંખોમાં ડાર્ક સર્કલ ન આવે.
5) શું ખાવું અને શું ન ખાવું.
કેટલાકને બહારનું ખાવાની મજા આવે છે પણ તમારા સ્વાસ્થ્ય સાથે ખોરાકનો સીધો સંબંધ છે. જો સુંદર દેખાવવું હોય તો બહારનો ઓઈલી અને મસાલેદાર ખોરાક ટાળો. અને કૃપા કરીને તેના બદલે ફળો અને ઓછા તેલયુક્ત અને મસાલેદાર ખોરાકનું સેવન કરો અને તમે તમારી ત્વચાને ખીલ થવાથી બચાવી શકો છો.
7) બેક્ટેરિયા અને ડેન્ડ્રફને રોકવા માટે ગરબા પછી તમારા હેયર વોશ કરો
જ્યારે તમને પરસેવો થાય છે, ત્યારે તેલની ગ્રંથીઓમાંથી પણ તેલ નીકળે છે અને તેમાં ચરબી હોય છે જે બેક્ટેરિયાનો વાસ્તવિક ખોરાક છે તેથી ગરબા રમ્યા પછી દરરોજ તમારા વાળ ધોઈ કાળજી લો. જો તમે નહીં કરો તો ચોક્કસપણે ડેન્ડ્રફ, તમારા ખોપરી ઉપરની ચામડી પર બેક્ટેરિયા અને ખંજવાળ રહેશે.





