Amazon Great Indian Festival Sale 2025 ની તારીખ જાહેર કરી છે. આ સેલ 23 સપ્ટેમ્બરથી ઈ-કોમર્સ વેબસાઇટ પર શરૂ થશે. આ ફેસ્ટિવલ સેલ પહેલા કંપનીએ 13 સપ્ટેમ્બરથી નવો સેલ શરૂ કર્યો છે. એમેઝોન ફેસ્ટિવલ સેલની શરૂઆતની ડીલ્સ શરૂ થઈ ગઈ છે, જેમાં સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી સહિત ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ વર્ષે યુઝર્સને એમેઝોન પર AI સંચાલિત શોપિંગનો અનુભવ મળશે. એમેઝોન પ્રાઇમ યુઝર્સને 24 કલાક અગાઉથી ડીલ્સની ઍક્સેસ મળશે.
પ્રાઇમ મેમ્બર્સને એમેઝોન પર ખાસ પ્રાઇમ ધમાકા ઓફર મળશે, જેમાં પ્રાઇમ યુઝર્સને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કંપનીનો દાવો છે કે એમેઝોન પર આ વર્ષના ફેસ્ટિવલ સેલમાં 1 લાખથી વધુ પ્રોડક્ટ્સ સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સેમસંગ, એપલ, વનપ્લસ, આઇક્યુઓ જેવી બ્રાન્ડ્સના નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન પર પણ 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
સ્માર્ટફોન પર શરૂઆતની ડીલ્સ
વનપ્લસ નોર્ડ સીઈ 4 ની શરૂઆતની ડીલ્સ જાહેર થઈ ગઈ છે. ગયા વર્ષે લોન્ચ થયેલો આ મિડ-બજેટ ફોન 18,499 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થશે. આ ફોનમાં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે, 50MP કેમેરા, 5500mAh બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ છે.
iQOO Z10 Lite 5G 10,998 રૂપિયાની શરૂઆતની કિંમતે શરૂઆતની ડીલ્સમાં ઘરે લાવી શકાય છે. આ ફોન 6000mAh બેટરી, 6.74 ઇંચ ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર જેવી સુવિધાઓ સાથે આવે છે.
સ્માર્ટ ટીવી પર અર્લી ડીલ્સ
QLED, Mini LED, OLED 4K સ્માર્ટ ટીવી એમેઝોન પર અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદી શકાય છે. ઘણી બ્રાન્ડના સ્માર્ટ ટીવીની ખરીદી પર, બેંક ડિસ્કાઉન્ટ સાથે 20,000 રૂપિયા સુધીનું કેશબેક ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત AI સક્ષમ PC ની ખરીદી પર 10,000 રૂપિયા સુધીનું બેંક ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફરનો લાભ પણ મળશે.





