Nipah Virus : કેરળમાં નીપાહ વાયરસનો કહેર, સાવચેતીનાં પગલાં જરૂરી

Nipah Virus : નિપાહ વાયરસ એ ચામાચીડિયાથી ફેલાતો, ઝૂનોટિક વાયરસ છે જે મનુષ્યો અને અન્ય પ્રાણીઓમાં નિપાહ વાયરસના ચેપનું કારણ બને છે,વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
Updated : September 14, 2023 09:41 IST
Nipah Virus : કેરળમાં નીપાહ વાયરસનો કહેર, સાવચેતીનાં પગલાં જરૂરી
નિપાહ પ્રથમ વખત કેરળના કોઝિકોડમાં નોંધાયો હતો

કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસથી બે લોકોના મોત અને અન્ય બે લોકોના ચેપ લાગ્યો છે , રાજ્ય સરકારે મગજને નુકસાન પહોંચાડતા ચેપના ફેલાવાને રોકવા માટે પગલાં મજબૂત કર્યા છે.

નિપાહ વાયરસ વિષે : નિપાહ વાયરસ એ ચામાચીડિયાથી ફેલાતો, ઝૂનોટિક વાયરસ છે જે મનુષ્યો અને અન્ય પ્રાણીઓમાં નિપાહ વાયરસના ચેપનું કારણ બને છે, જે ઉચ્ચ મૃત્યુદરનું કારણ બની શકે છે. ઉત્તર પૂર્વ આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં નિપાહ વાયરસના રોગચાળાના કેસો વધુ જોવા મળે છે.

નિપાહ વાયરસને રોકવા માટે વ્યક્તિઓ શું સાવચેતીનાં પગલાં લઈ શકે

આ પણ વાંચો:Skincare Tips : સ્કિનકેર માટે આ મસાલાનો ઉપયોગ છે અસરકારક, જાણો અહીં

યુનાઈટેડ નેશન્સનાં જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. સબીન કપાસીના જણાવ્યા અનુસાર, નિપાહ વાયરસ માટે કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી રોગચાળાને ઘટાડવામાં નિવારણ સર્વોપરી છે. ભારતમાં, જ્યાં વાયરસે નોંધપાત્ર વિક્ષેપો સર્જ્યા છે, વ્યક્તિઓ ટ્રાન્સમિશનના જોખમને ઘટાડવા માટે વિવિધ સાવચેતી રાખી શકે છે.

આ બાબતોનું ધ્યાન

નીચે પડેલા ફળો ખાવાનું ટાળવું : ફળોના ચામાચીડિયાના મળ અને લાળના સંપર્કમાં આવતા ફળો દૂષિત થવાનું જોખમ ઊભું કરી શકે છે. તેથી, ફળોના ચામાચીડિયા વધારે હોય તેવા વિસ્તારોમાં જમીન પર પડેલા ફળોનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

ડુક્કરનો સંપર્ક ટાળવો : ડુક્કર નિપાહ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.જેથી તેમની સાથે સીધો સંપર્ક ટાળવો જરૂરી બને છે. ખેડૂતો અને ભૂંડ સાથે કામ કરતા લોકોએ વધારાની સાવચેતી રાખવી જોઈએ.

વધુમાં, ડૉ. નીરજ કુમાર તુલારા, જનરલ મેડિસિન અને ચેપી રોગના નિષ્ણાત, ડૉ. એલએચ હિરાનંદાની હૉસ્પિટલ, પવઈએ જણાવ્યું હતું કે નિપાહ વાયરસની મોટાભાગની સારવાર સહાયક સંભાળ છે, જે શ્વસન કાર્યને આવરી લે છે અને તમામ ગંભીર કોમ્પ્લિકેશનનું મેનેજમેન્ટ કરે છે.

સંક્રમણ નિયંત્રણના પગલાંનો અમલ: હેલ્થકેરમાં ખાસ કરીને, હ્યુમન તો હ્યુમન ટ્રાન્સમિશનને રોકવા માટે કડક ચેપ નિયંત્રણ પ્રોટોકોલનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, જેમ કે બીમાર વ્યક્તિઓને કોઈપણ મેડિકલ કેર આપતી વખતે રક્ષણાત્મક હાથના મોજા પહેરવા.

આ પણ વાંચો: Blood Cancer Awareness : બ્લડ કેન્સરને લઈને લોકોમાં ઓછી જાગૃત્તિ, પ્રારંભિક ચિહ્નો અને લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી

ઉલ્ટી અને ઉધરસને કંટ્રોલ કરવા માટે દવાઓ લેવી મહત્વપૂર્ણ છે તેમજ શ્વાસની સમસ્યાઓ સુધારવા માટે ઇન્હેલર્સનો ઉપયોગ કરવો અને જો જરૂરી હોય તો, એન્ટિસેઝર દવાઓ લેવી.

આ ઉપરાંત, હાથની સ્વચ્છતા અને વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (PPE) વ્યાપક ચેપ નિવારણનો બેઝ છે.

આપણે કોવિડ -19 થી શીખેલી વાતો યાદ રાખવી પડશે અને તે જ સાવચેતીઓનો ઉપયોગ કરવો પડશે જે આપણે છેલ્લા કેટલાક વર્ષોથી અનુસરીએ છીએ જે હાથની સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરવો.

નિષ્કર્ષમાં,એક્સપર્ટે કહ્યું કે તેની અસરને ઘટાડવા માટે તેના કારણો, લક્ષણો અને નિવારક પગલાંનું મહત્વ સમજવું જરૂરી છે. જ્યારે સારવાર પર સંશોધન ચાલુ છે, સાવચેતીનું કડક પાલન નિપાહ વાયરસના સંક્રમણના જોખમથી સમુદાયોને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે .

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ