/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/No-Smoking-Day.jpg)
No Smoking Day 2025: નો સ્મોકિંગ ડે એટલે કે ધુમ્રપાન નિષેધ દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે મનાવાય છે. (Photo: Freepik)
No Smoking Day 2025: નો સ્મોકિંગ ડે દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે મનાવાય છે. આ દિવસની ઉજવણીનો હેતું ધ્રુમપાનની આદત છોડવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આજે મોટી સંખ્યામાં લોકો સિગારેટ પીવાના વ્યસની છે. આ એક ખતરનાક આદત છે જે ધીમે ધીમે વ્યક્તિને અંદરથી ખોખલો કરી નાખે છે. ઘણા લોકો તેને ખૂબ જ શોખથી પીવે છે, તો કેટલાક લોકો આ ગંદી આદત છોડવાનો પ્રયાસ પણ કરે છે.
ઘણા લોકો એવું પણ સાંભળે છે કે તેઓ ધૂમ્રપાન છોડવા માંગે છે પરંતુ તેમના માટે આવું કરવું શક્ય નથી. દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે ધૂમ્રપાન નિષેધ દિવસ (No Smoking Day) ઉજવાય છે. દિવસ મનાવવામાં આવતો નથી. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ધૂમ્રપાન છોડવા વિશે જાગૃત કરવાનું છે. અહીં અમે તમને સિગારેટની લત છોડવાના કેટલાક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. સાથે જ તમે પણ જાણી શકશો કે કેટલાક લોકોને તમામ પ્રયત્નો બાદ સ્મોકિંગ છોડવામાં કેમ તકલીફ પડે છે.
શા માટે કેટલાક લોકો ધૂમ્રપાન છોડી શકતા નથી?
યૂકેમાં યુનિવર્સિટી ઓફ લિસેસ્ટર યૂકેમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર આમાં જનીન મોટી ભૂમિકા ભજવે છે. આ જનીનની મદદથી ધૂમ્રપાન વિરોધી દવાઓ મનુષ્યોને જુદી જુદી રીતે અસર કરે છે. આ કારણે લોકોને સ્મોકિંગ છોડવામાં મદદ મળે છે. તે ધૂમ્રપાનની તૃષ્ણાઓને ઘટાડવામાં પણ મદદ કરે છે. આ અભ્યાસ ધૂમ્રપાન છોડવા સાથે સંકળાયેલા જનીનોની શોધ માટે કરવામાં આવ્યો હતો.
સિગારેટ પીવાની આદત કેવી રીતે છોડવી? (How To Stop Cigarette Addiction)
એવા ઘણા ઓછા લોકો છે જે એક દિવસમાં ધૂમ્રપાન સંપૂર્ણપણે બંધ કરી શકે છે. આમ કરવું ઘણું મુશ્કેલ છે. માટે જ્યારે પણ તમને સિગારેટ કે બીડી પીવાનું મન થાય ત્યારે તમારે ગમ, પેચ જેવી નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (એનઆરટી)નો ઉપયોગ કરવો જોઇએ. કારણ કે સિગારેટ છોડવાથી અચાનક શરીરમાં માનસિક અને શારીરિક તણાવ પેદા થાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે વધુ સિગારેટ પીવાની ઇચ્છા થાય છે. તેથી ધીમે ધીમે ધૂમ્રપાન ઘટાડવાની ટેવ પાડવાનો પ્રયાસ કરો.
ધૂમ્રપાન કેવી રીતે છોડવું (How To Quit Smoking)
જો તમે સ્મોકિંગ બંધ કરવા માંગતા હોવ તો સૌથી પહેલાં તો તમે એવા ટ્રિગર્સને ઓળખી કાઢો જેનાથી તમને સિગારેટ પીવાનું મન થાય છે. જેમ કે, કેટલાક લોકો તણાવમાં હોય ત્યારે સિગારેટ પીવે છે, તો કેટલાક લોકો ખાવાનું ખાધા પછી પીવે છે. જ્યારે તમે આ ટ્રિગર્સને ઓળખો છો, ત્યારે તમે તેને ટાળવા માટેનાં પગલાં લઈ શકશો. ધારો કે તને તણાવ કે ચિંતામાં હોવ ત્યારે સિગારેટ પીવાનું મન થતું હોય તો કોઈ બીજા કામમાં મન લગાવો અથવા વધુ પડતો સ્ટ્રેસ લેવાનું ટાળો.
ધુમ્રપાન ઘટાડવા માટે ઘરગથ્થુ ઉપાયો (Home Remedies To Quit Smoking)
ઘણા લોકો માટે ધૂમ્રપાન છોડવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઉપાયો અપનાવી શકો છો જે તમારી જીવનશૈલીને બદલી નાંખશે. વળી, આ ગંદી લતને છોડવામાં પણ મદદ મળશે. આ માટે તમે યોગ, મેડિટેશનનો પણ સહારો લઈ શકો છો. તમારી દિનચર્યામાં ફેરફાર કરો. મનને વ્યસ્ત રાખવા માટે તંદુરસ્ત ટેવો અપનાવો. કસરત કરો અને આહારમાં તંદુરસ્ત વસ્તુઓનો સમાવેશ કરો.
(Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us