Health Tips : ત્વચાથી લઇ ઊંઘ માટે પણ આ ચીજ છે ફાયદાકારક છે, જાણો ફાયદા

Health Tips : જાયફળ સ્કિન માટે બેસ્ટ ઔષધિઓમાંની એક માનવામાં આવે છે. તેના એન્ટિમાઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મોને લીધે તે સ્કિનને સ્વસ્થ, નરમ અને કોમળ રાખે છે. વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
October 26, 2023 07:52 IST
Health Tips : ત્વચાથી લઇ ઊંઘ માટે પણ આ ચીજ છે ફાયદાકારક છે, જાણો ફાયદા
Health Tips : ત્વચાથી લઇ ઊંઘ માટે પણ આ ચીજ છે ફાયદાકારક છે, જાણો ફાયદા

જો તમે હંમેશા ઘણા હેક્સ શોધો છો જે સરળતાથી ઘણા લાભો પ્રદાન કરે છે, જો આવું હોય તો તમે આ પાવરહાઉસ વસ્તુમાં રસપ્રદ થશો. આ વસ્તુ બીજી કોઈ નહિ પરંતુ જાયફળ છે.

તાજેતરમાં, ન્યુટ્રિશનિસ્ટ લીમા મહાજને જાયફળની અદ્ભુત ટિપ્સ શેર કરી કે, ” એક ચપટી જાયફળ તમને ત્વચાની સમસ્યાઓ, અનિદ્રા, અપચો અને ઓછી કામવાસનાથી રાહત આપે છે.”

એક્સપર્ટે કહ્યું કે,”જાયફળ ત્વચા માટે બેસ્ટ ઔષધિઓમાંની એક માનવામાં આવે છે. તેના એન્ટિમાઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મોને લીધે તે ત્વચાને સ્વસ્થ, નરમ અને કોમળ રાખે છે. તે ખીલની સારવાર કરે છે, છિદ્રો ખોલે છે અને બ્લેકહેડ્સ દૂર કરવાની ક્ષમતા પણ ધરાવે છે.”

આ પણ વાંચો: Health Tips:અજીનોમોટો શું છે અને આપણા ખોરાકમાં આટલો ઉપયોગ કરવો

ગુડગાંવની આર્ટેમિસ હોસ્પિટલના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ,ડૉ. શબાના પરવીન, સંમત થતાં indianexpress ને જણાવ્યું હતું કે ”જાયફળમાં બળતરા વિરોધી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે ખીલ, લાલાશ અથવા બળતરા જેવી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. તે કદાચ હોર્મોન્સને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે, તેના કાર્મિનેટિવ ગુણધર્મોને કારણે આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે અને મિરિસ્ટિસિન જેવા સંયોજનોને કારણે ઊંઘમાં સુધારો કરી શકે છે.”

નવી મુંબઈના કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડાયેટિશિયન, પ્રતિક્ષા કદમે ઉમેર્યું હતું કે, ”જાયફળ વિટામિન એ, સી, અને ઈ જેવા જરૂરી પોષક તત્ત્વોનો સારો સ્ત્રોત છે, સાથે સાથે મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક જેવા ખનિજો પણ છે. તે ફાઇબરમાં પણ સમૃદ્ધ છે, પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને બ્લ્સ સુગર લેવલએ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.”

જો કે, ડૉ. પરવીને નોંધ્યું હતું કે આ દાવાઓને સમર્થન આપતા પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી, કારણ કે આ અસરોની પુષ્ટિ કરવા માટે મનુષ્યો પર પૂરતા સંશોધન થયા નથી.

તમારી ત્વચા માટે જાયફળનો ઉપયોગ કેવી રીતે કરવો?

સામગ્રી

  • 1/2 ચમચી જાયફળ
  • 1 ચમચી દહીં
  • 1/2 ચમચી કાચું મધ

આ પણ વાંચો: Sadhguru Health Tips : પેટ અને આંતરડા ભારે લાગે છે? તો સદગુરૂની આ ટિપ્સ અપનાવો, માત્ર 1 દિવસમાં થશે આંતરડાની સફાઈ

મેથડ

1/2 ચમચી જાયફળ 1 ચમચી દહીં અને 1/2 ચમચી કાચા મધ સાથે મિક્સ કરો.તમારા ચહેરા પર મિશ્રણ લાગુ કરો અને તેને 15 મિનિટ સુધી સૂકવવા દો.તેને હળવા હાથે સ્ક્રબ કરો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.સ્કિનકેર ઉપરાંત, સારી ઊંઘ માટે તમારા ગ્લાસ દૂધમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરવા અથવા તેના વિવિધ ફાયદાઓ માટે જાયફળની ચા બનાવીને પી શકાય છે.

એક્સપર્ટે કહ્યું કે, જાયફળના ઘણા ફાયદા છે, ત્યારે વધુ પડતી માત્રામાં ખાવામાં આવે છે ત્યારે તે અસંખ્ય જોખમો ધરાવે છે, આમાં ઝેરી, એલર્જીક પ્રતિક્રિયાઓ, પાચન સમસ્યાઓ અને ગર્ભાવસ્થાની ચિંતાઓનો સમાવેશ થાય છે.

તેમણે સમજાવ્યું કે, “સગર્ભા સ્ત્રીઓએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે જાયફળમાં ઈમેનાગોગ અસરો હોઈ શકે છે, જે ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરી શકે છે અને કસુવાવડ પણ તરફ દોરી શકે છે. જ્યારે વધુ પડતું સેવન કરવામાં આવે ત્યારે તેની સાયકોએક્ટિવ અસરો થઈ શકે છે, જે ખાસ કરીને બાળકો માટે હાનિકારક બની શકે છે. જાયફળ જઠરાંત્રિય માર્ગમાં પણ બળતરા કરી શકે છે, તેથી પાચન સમસ્યાઓ અથવા અલ્સર જેવી સ્થિતિનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓએ તેનું પ્રમાણસર સેવન કરવું જોઈએ અથવા તેને ટાળવું જોઈએ.”

એક્સપર્ટે તારણ કાઢ્યું હતું કે જો જાયફળ દરરોજ 120 મિલિગ્રામથી વધુ માત્રામાં લેવાય છે, ત્યારે તે અસ્વસ્થ આડઅસરો તરફ દોરી શકે છે,તેથી પ્રમાણસર સેવન કરવું ચાવીરૂપ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ