Health Tips for Men Over 30: ભારતીય સમાજમાં પુરુષો પર વિશેષ જવબદારીઓ હોય છે. ભાગદોડ ભરી જિંદગીમાં પુરુષ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. એવામાં બીમારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાઈ જાય છે. આજકાલ ઓછી ઉંમરે પણ પુરુષોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોઈ છે. જેનાથી કમજોરી અને થાકનો સામનો કરવો પડે છે.હેલ્થ એક્સપર્ટના મત મુજબ જો વ્યક્તિ પોતાના ખાવા- પીવા પર ધ્યાન આપે તો સમસ્યાનું સમાધાન થઇ શકે છે. તો આવો જાણીએ પુરુષોએ સ્વાસ્થ્ય તંદુરસ્તી માટે ક્યાં ફૂડ્સનું સેવન કરવું જોઈએ.
ડ્રાયફ્રૂટ્સ: ડ્રાયફ્રૂટ્સ સ્વસ્થ પ્રોટીન, ફાઈબરથી ભરપૂર હોય છે, જે શરીરને મજબૂત બનવાથી લઈને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે, તેથી પુરુષોએ તેમના ડાયટમાં બદામ,અખરોટ, પિસ્તા અને કાજુ જેવા ડ્રાયફ્રૂટ્સ સામીલ કરવા જોઈએ.
ફળ અને શાકભાજી: સ્વાસ્થ્ય માટે હંમેશાથી ફળો અને શાકભાજીઓ સૌથી સ્વસ્થ ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં રખાય છે. લીલા શાકભાજી અને તાજા ફળોમાં વિટામિન અને ખનીજોની માત્રા ભરપૂર હોઈ છે. આ સાથે તે ઓછી કેલરીના લીધે વજનને નિયત્રિત કરે છે.ફળો અને શાકભાજીનું સેવનથી ન માત્ર ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત થાઈ છે પરંતુ, બેડ કોલેસ્ટ્રોલનું જોખમ પણ ઓછું કરે છે.
આ પણ વાંચો : શું સોયાબીનનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? જાણો
ઈંડા: હેલ્થ લાઈન મુજબ ઈંડાને સુપરફૂડ પણ મનાય છે. ઈંડા પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન ડી અમે લ્યુટિનથી ભરપૂર હોય છે. પુરુષના શરીરને મજબૂત રાખવા માટે ઈંડા મદદગાર છે. ઉપરાંત ડાયટિશિયન નાશ્તામાં ઈંડા ખાવાની સલાહ આપે છે.
ડેરી પ્રોડક્ટ: દુધમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, તેથી દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે. એક ગ્લાસ રોજ દૂધ પીવાથી ન માત્ર વ્યક્તિને તાકાત મળે છે પરંતુ સ્વાસ્થ્યની તંદુરસ્તી પણ વધે છે. તેહતી દૂધ અને દૂધથી બનેલી બનવાતોનું સેવન કરવાથી શરીર મજબૂત બને છે. આ સિવાય દહીંમાં સારા બેક્ટેરિયા હોઈ છે જે પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.
ઓઈલી ફિશ: વર્તમાન સમયમાં ઘણા એવા કિસ્સા જોવા મળે છે જેના આધારે કહી શકાય છે કે પુરુષ હૃદયથી જોડેલ બીમારીઓનો શિકાર થઇ રહ્યા છે. હેલ્થ લાઈન મુજબ ઓઈલી ફિશનું સેવન કરવાથી પુરુષ તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકે છે. તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસીડથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકરક સાબિત થાય છે.