Okra Water : શું ભીંડાનું પાણી ખરેખર સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરી શકે? જાણો

Okra Water : ભીંડાના પાણીમાં ફાઇબર વધુ હોય છે જે નિયમિત આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી પાચનમાં મદદ કરે છે. વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
March 28, 2024 07:00 IST
Okra Water : શું ભીંડાનું પાણી ખરેખર સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરી શકે? જાણો
okra water : ભીંડાનું પાણી સ્વાસ્થ્ય ફાયદા ડાયાબિટીસ હેલ્થ ટિપ્સ (Canva)

Okra Water : ભીંડા (okra) નું શાક લગભગ મોટાભાગના લોકોના બને છે. સમગ્ર ભારતમાં આ શાકભાજીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ભીંડાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે, કારણ કે આ પોષક તત્ત્વો અને ફાયદાકારક એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે, પરંતુ શું તમને ખબર છે કે, ભીંડાનું પાણી (okra water) પીવાથી પણ ઘણા ફાયદા થાય છે, અહીં જાણો

okra water health benefits of okra water bhnida nu pani diabetes diet health tips in gujarati
okra water : ભીંડાનું પાણી સ્વાસ્થ્ય ફાયદા ડાયાબિટીસ હેલ્થ ટિપ્સ (Canva)

ઇબોની સિએરા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી રીલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભીંડાનું પાણી ” જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે.જે તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારી શકે છે.”આ પોસ્ટની પુષ્ટિ કરતા, બેંગલુરુના પોષણશાસ્ત્રી અક્ષિતા રેડ્ડીએ જણાવ્યું કે, શું ભીંડાનું પાણી ખરેખર એકંદર સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરી શકે છે.

આ પણ વાંચો: Milk : દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર પર કેવી અસર થાય છે?

શા માટે ભીંડાનું પાણી પીવું અને ફાયદા જાણો

ફાઇબરથી ભરપૂર :

આ શાકભાજીમાં ફાઇબર વધુ હોય છે, મુખ્યત્વે અદ્રાવ્ય ફાઇબર હોય છે, નિયમિત આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી પાચનમાં મદદ કરે છે.

પોષક તત્ત્વોથી ભરપૂર:

ભીંડાનું પાણી વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક સંયોજનો સહિત એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે મુક્ત રેડિકલને કારણે થતા ઓક્સિડેટીવ તણાવ સામે લડવા માટે નિર્ણાયક છે, કેટલાક રોગનું જોખમ ઘટાડે છે. અને એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે. આ એન્ટીઑકિસડન્ટો, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો સાથે, તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે અને બળતરા ઘટાડી શકે છે.

ફ્લેવોનોઈડ્સ અને પોલિફીનોલ્સથી ભરપૂર :

ભીંડાનું પાણી, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ અથવા જોખમ ધરાવતા લોકો માટે તેની ફ્લેવોનોઈડ્સની સામગ્રીને કારણે લાભ આપી શકે છે, અને પોલિફીનોલ્સ, જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવા અને બ્લડ સુગર મેનેજમેન્ટમાં મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્ય સુધારે :

ભીંડાના પાણીમાં ફોલેટની હાજરી માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, મગજના કોષોના વિકાસમાં મદદ કરે છે અને જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો કરી શકે છે.

આ પણ વાંચો: Palm Oil :શું ‘પામ ઓઇલ’ શરીર માટે હાનિકારક છે? એક્સપર્ટ શું કહે છે?

શું ધ્યાનમાં રાખવું?

હેલ્થ એક્સપર્ટ અનુસાર, ભીંડાનું પાણી પીવાના ફાયદા પુષ્કળ હોવા છતાં, દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને ધ્યાનમાં લેવું જોઈએ કે ભીંડાનું પાણીનું સેવન સલામત છે કે નહિ, તેમાં ફ્રુક્ટન્સ હોય છે, જે ચોક્કસ અસહિષ્ણુતા ધરાવતા લોકોમાં પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

વધુ પડતું સેવન પાચનતંત્રને લગતી સમસ્યા ઉભી કરી શકે છે, જેમ કે ઉબકા અથવા ઉલટી. ભીંડાની એલર્જી ધરાવતી વ્યક્તિઓએ ભીંડાનું પાણી પીવાનું ટાળવું જોઈએ.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ