પાલક ચણા પુલાવ રેસીપી, આયર્ન અને પ્રોટીનનો સ્ત્રોત, જાણો બનાવાની સરળ રીત

પાલક ચણા પુલાવ ખુબજ ટેસ્ટી બને છે, તમે ચણાની જગ્યાએ અન્ય બાફેલા કઠોળ જેમ કે રાજમા, ચોળા, સોયાબીન અથવા તો પનીર પણ ઉપયોગ કરી શકો છો, અહીં જાણો પાલક ચણા પુલાવ રેસીપી

Written by shivani chauhan
November 21, 2025 11:16 IST
પાલક ચણા પુલાવ રેસીપી, આયર્ન અને પ્રોટીનનો સ્ત્રોત, જાણો બનાવાની સરળ રીત
પાલક ચણા પુલાવ રેસીપી શિયાળો। palak chana pulao recipe Winter special recipe in gujarati

શિયાળામાં પાલકનું સેવન ગુણકારી માનવામાં આવે છે તે લીલા શાકભાજીમાં સુપરફુડ તરીકે ઓળખાય છે. અહીં પાલક ચણા રેસીપી શેર કરી છે જે જલ્દી બની જાય છે અને ઓછી સામગ્રીમાં પણ સ્વાદિષ્ટ બને છે, પાલક ચણા પુલાવ કેવી રીતે બનાવશો?

પાલક ચણા પુલાવ ખુબજ ટેસ્ટી બને છે, તમે ચણાની જગ્યાએ અન્ય બાફેલા કઠોળ જેમ કે રાજમા, ચોળા, સોયાબીન અથવા તો પનીર પણ ઉપયોગ કરી શકો છો, અહીં જાણો પાલક ચણા પુલાવ રેસીપી

પાલક ચણા પુલાવ રેસીપી

સામગ્રી

  • 1 ચમચી તેલ + 1 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 તમાલપત્ર
  • 1 કાળી એલચી
  • 2 લવિંગ
  • 2 લીલા મરચા
  • 1 ડુંગળી, સમારેલી
  • 1 વાટકી સમારેલી પાલક
  • 1 વાટકી બાફેલા કાલા ચણા, ચણા
  • 1 વાટકી દહીં
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી મસાલેદાર લાલ મરચું પાવડર
  • 1 ચમચી ચણા મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 કપ ચોખા,
  • 1/2 કલાક માટે પલાળેલા
  • 2 કપ પાણી
  • કોથમીર

ભરેલા મરચા રેસીપી, આ રીતે યુનિક સ્ટાઇલમાં બનાવો, શાકની પણ જરૂર નહિ પડે!

પાલક ચણા પુલાવ બનાવાની રીત

  • પલાળેલા ચણાને 4-5 સીટી સુધી ઉકાળો અને રાંધતા પહેલા અડધો કલાક માટે પલાળેલા ચોખાને બાજુ પર રાખો
  • હવે એક પેનમાં તેલ, ઘી, તમાલપત્ર, જીરું, એલચી, લવિંગ ઉમેરો
  • હવે ડુંગળી, સમારેલી પાલક, બાફેલા ચણા ઉમેરો અને 2-3 મિનિટ માટે કુક કરો. બધા મસાલા સાદા દહીંમાં ઉમેરીને તે પણ ઉમેરો.
  • ચોખામાં પાણી નાખો, ઢાંકીને ધીમા તાપે 15 મિનિટ સુધી કુક કરો. કોથમીરથી સજાવો અને સર્વ કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ