scorecardresearch

શિયાળામાં મગફળી ખાવાના ફાયદા, શરીરને પોષણની સાથે સાથે ઠંડી સામે રક્ષણ આપશે

Peanuts eating benefits: પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર મગફળીને (Peanuts) ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. તેમં રહેલા પોષક તત્વો શિયાળાની ઋતુમાં (winter season) શરીરને (body) અતિશય ઠંડીથી પણ બચાવે છે. જો નિષ્ણાંતની સલાહ અનુસાર પુરતા પ્રમાણમાં યોગ્ય રીતે મગફળીનું સેવન (Peanuts eating benefits) કરવામાં આવે તો શરીરને ફાયદો થઇ શકે છે.

શિયાળામાં મગફળી ખાવાના ફાયદા, શરીરને પોષણની સાથે સાથે ઠંડી સામે રક્ષણ આપશે

મગફળી અને સિંગદાણા પ્રોટીન – ફાઈબરનો ભંડાર છે. સ્વાદમાં મજેદાર મગફળીને ગરીબ લોકોની બદામ પણ કહેવામાં આવે છે. મગફળી એક એવી ખાદ્ય સામગ્રી છે જે સમગ્ર વર્ષ દરમિયાન કરિયાણાની દુકાનો અને ઘરમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમ છતાં શિયાળાની ઋતુમાં તેનો વધુ ઉપયોગ થાય છે.

મગફળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હેલ્થ લાઈન મુજબ મુઠ્ઠીભર મગફળીમાં 426 કેલરી, 5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ અને 17 ગ્રામ પ્રોટીન હોય છે. મગફળીમાં વિટામિન E, K અને B6 ભરપૂર પ્રમાણમાં હોય છે. મગફળીમાં ઔષધીય ગુણો પણ હોય છે. કેટલાંકને તળેલા સિંગદાણા મગફળી ગમે છે તો કેટલાકને શેકેલી મગફળી ગમે છે. ટાઈમપાસ તરીકે ગોળ અને મગફળી પણ ખાવામાં આવે છે. શિયાળામાં મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

મગફળીના પોષણ તત્વો

મેયો ક્લિનિક અનુસાર, મગફળીમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બીટા કેરોટીન જેવા પોષક તત્વો હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને પોષણ આપે છે અને શરીરને અતિશય ઠંડીથી પણ બચાવે છે. જમ્યા બાદ 50 કે 100 ગ્રામ જેટલી મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા ડૉક્ટરની સલાહ પછી જ કરવી જોઈએ. ઉપરાંત મગફળી શરીરમાં લોહી પણ વધારે છે. જેમને ગરમી વધારે લાગતી હોય તેવા લોકોએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ. જેના કારણે પિત્ત વધવાનો ભય રહે છે.

મગફળી ખાવાના ફાયદા

મગફળીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ બંને હોય છે. એટલા માટે મગફળી ખાવાથી શરીરને બે રીતે ફાયદો થાય છે. મેગ્નેશિયમ શરીરમાં હાડકાંને કેલ્શિયમને ઝડપથી શોષવામાં મદદ કરે છે, તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે. આ સાથે મેગ્નેશિયમ બ્લડ સુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ છે. તે શરીરમાં બ્લડ સુગર અથવા ડાયાબિટીસના લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ફાઈબરના કારણે શરીરની પાચન પ્રક્રિયા સરળતાથી ચાલુ રહે છે. એટલા માટે તમારે તમારા ભોજનમાં નિયમિતપણે ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

મગફળીમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. મગફળીનું સેવન કબજિયાત અને પેટનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે મગફળી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વોથી વારંવાર ભૂખ નથી લાગતી. પરિણામે શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.

શિયાળામાં મગફળીનું સેવન શા માટે કરવું જોઇએ?

શિયાળામાં મગફળી ખાવાથી શરીર પર ઠંડીની અસર ઓછી થાય છે. તેથી જ શિયાળામાં તાવ, શરદી, ઉધરસ જેવી બીમારથી બચવા માટે મગફળી ખાવામાં આવે છે. મગફળી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. શિયાળામાં ઉધરસ ખૂબ સામાન્ય બાબત છે. પરંતુ જો તમે રોજ એકથી બે મુઠ્ઠી મગફળી ખાશો તો તમે કફની સમસ્યાથી દૂર રહી શકો છો. પરંતુ જો ઉધરસ શરૂ થઈ જાય તો ભૂલથી પણ મગફળીનું સેવન ન કરવું જોઈએ, નહીં તો કફ વધી શકે છે. ઉધરસ બંધ થઈ ગયા પછી તમે મગફળીનું સેવન કરી શકો છો.

Web Title: Peanuts eating benefits in winter season you should know diet tips

Best of Express