શિયાળાના હળવા સૂર્યપ્રકાશમાં મગફળી ખાવાથી શરીરને ઉર્જા મળવાની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ફાઈબરથી ભરપૂર મગફળીનું સેવન શરીરને એનર્જી આપે છે અને ઇમ્યુનીટી મજબૂત કરે છે. પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, મેન્ગેનીઝ અને આયર્નથી ભરપૂર મગફળી પાચનને તંદુરસ્ત રાખે છે. કાચી મગફળીનું સેવન જો ખાલી પેટે કરાય તો પાચન સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. તેનું સેવન કરવાથી ગેસની બીમારીનો પણ સારવાર થાય છે.
ખાવામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગતી મગફળી શિયાળામાં રોજ ખાવાથી ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મગફળીનું સેવન ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
જો કે તમને જાણીને નવાઇ લાગશે કે, ઔષધીય ગુણોથી ભરપૂર મગફળીનું સેવન ઘણા લોકોના સ્વાસ્થ્યને નુકશાન પણ પહોંચાડી શકે છે. કેટલીક બીમારીમાં મગફળી ખાવી જોખમી બની શકે છે. તો ચાલો જાણી કઇ બીમારીઓમાં મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.
સાંધાના દુખાવાની બીમારી
શિયાળામાં જોઈન્ટ પેઈનની સમસ્યા મોટાભાગના લોકોમાં વધી જાય છે. શિયાળમાં શરીરના સાંધાઓમાં સ્ટીફનેસ વધવા લાગે છે અને જો એમાં વધારે મગફળીનું સેવન કરવામાં આવે તો જોઈન્ટ પેઈનની સમસ્યા વધી શકે છે. તેમાં હાજર લેકટીન જોઈન્ટ પેઈન અને સોજો આવવાની સમસ્યાને વધારે તીવ્ર બનાવે છે. જો તમને શિયાળામા જોઈન્ટ પેઈનની સમસ્યા છે તો મગફળી ખાવાનું ટાળવું.
હાઇબીપીના દર્દીઓ માટે મુસીબત
જે લોકોનું બ્લડપ્રેશ હાઈ રહેતું હોય, તેમને મગફળી ખાવાનું ટાળવું જોઈએ, મગફળીનું સેવન કરવાથી શરીરમાં સોડિયમની માત્રા વધારે થઇ જાય છે. સોડિયમની વધારે માત્રા બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીનું જોખમ વધારે છે. મગફળીનું સેવન કરવાથી વજન વધી શકે છે. તેથી મગફળી ખાવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલા હાઈ કેલેરી ઝડપથી વજન વધારે છે. વધતું વજન તમારા આરોગ્ય માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે.
લીવરની બીમારીમાં હાનિકારક
જે લોકોને લીવરની પરેશાની છે તેઓએ ભૂલથી પણ મગફળીનું સેવન કરવું નહી, મગફળીનું સેવન કરવાથી શરીરમાં અફ્લાટોક્સિનનું પ્રમાણ વધી જાય છે. અફ્લાટોક્સિન એક હાનિકારક પદાર્થ છે જે લીવરના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. જો તમને લીવરની કોઈ પ્રકારની બીમારી છે તો ભૂલથી પણ મગફળી ખાવી જોઇએ નહી.