સીંગ કે શેકેલા ચણા : શેમાં વધુ પ્રોટીન હોય?

મગફળી વિરુદ્ધ શેકેલા ચણા પ્રોટીન | સીંગ અને ચણા બંને ભારતીય ઘરોમાં લોકપ્રિય નાસ્તા અને આહારનો ભાગ છે. પરંતુ, જ્યારે પ્રોટીનની વાત આવે છે, ત્યારે આ બેમાંથી કયું વધુ ફાયદાકારક છે તે અંગે ઘણીવાર મૂંઝવણ રહે છે, અહીં જાણો

Written by shivani chauhan
Updated : July 10, 2025 14:43 IST
સીંગ કે શેકેલા ચણા : શેમાં વધુ પ્રોટીન હોય?
Peanuts vs Roasted Chickpeas Protein

Peanuts vs Roasted Chickpeas Protein | આપણા મમ્મી સ્કૂલે જતા ત્યારે નાનપણમાં સીંગ કે શેકેલા ચણા નાસ્તામાં આપતા, સીંગ અને ચણા આજના મોડર્ન જમાનામાં બાળકોને નથી ભાવતા પણ તેઓને પિઝા, સેન્ડવીચ, ખાખરા એવું ભાવે છે, પરંતુ શું તમને ખબર છે સીંગ ચણા સ્વાસ્થ્યનો ખજાનો છે, એમાં પ્રોટીન હોય છે જે આપણા શરીર માટે જરૂરી છે.

આપણા ડાયટમાં પ્રોટીન (Protein) એક આવશ્યક પોષક તત્વ છે જે શરીરના વિકાસ, સમારકામ અને એકંદર કાર્યક્ષમતા માટે મહત્વપૂર્ણ છે. શાકાહારીઓ માટે, કઠોળ અને નટ્સ પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે.

સીંગ અને ચણા બંને ભારતીય ઘરોમાં લોકપ્રિય નાસ્તા અને આહારનો ભાગ છે. પરંતુ, જ્યારે પ્રોટીનની વાત આવે છે, ત્યારે આ બેમાંથી કયું વધુ ફાયદાકારક છે તે અંગે ઘણીવાર મૂંઝવણ રહે છે, અહીં જાણો

સીંગમાં કેટલા પોષકતત્વો હોઈ?

સીંગને ‘ગરીબોની બદામ’ કહેવામાં આવે છે કારણ કે તે બદામ જેટલું જ પોષણ આપે છે અને પ્રમાણમાં સસ્તી પણ છે. તે પ્રોટીન, તંદુરસ્ત ચરબી, ફાઈબર, વિટામિન્સ (જેમ કે B1, B2, B9, E) અને ખનિજો (જેમ કે પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ) નો સમૃદ્ધ સ્ત્રોત છે.

સીંગમાં પ્રોટીનનું પ્રમાણ

100 ગ્રામ સીંગમાં લગભગ 20 થી 29 ગ્રામ પ્રોટીન હોય છે. કેટલાક સ્ત્રોતો અનુસાર, અડધો કપ મગફળીમાં 20 ગ્રામથી વધુ પ્રોટીન મળી શકે છે. આ પ્રમાણ દૂધ અને ઇંડા કરતાં પણ વધુ છે.

સીંગ વિરુદ્ધ શેકેલા ચણા પ્રોટીન
Peanuts vs Roasted Chickpeas Protein

સીંગ ખાવાના ફાયદા

  • હૃદય સ્વાસ્થ્ય: તેમાં રહેલી તંદુરસ્ત ચરબી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
  • પાચનતંત્ર: ફાઈબરની માત્રા પાચનને સુધારે છે.
  • ઊર્જા અને સ્ફૂર્તિ: પ્રોટીન અને અન્ય પોષક તત્વો ઊર્જા પ્રદાન કરે છે.
  • રોગપ્રતિકારક શક્તિ: એન્ટીઑકિસડન્ટ્સ, આયર્ન અને ફોલેટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
  • બ્લડ સુગર નિયંત્રણ: તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
  • વજન નિયંત્રણ: પ્રોટીન અને ફાઈબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી વધુ ખાવાથી બચી શકાય છે.

Suran vs Potato Health Benefits | સુરણ કે બટાકા: સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક?

ચણા કેટલા પોષકતત્વો હોઈ?

ચણા પણ ભારતીય આહારમાં લોકપ્રિય અને પૌષ્ટિક વિકલ્પ છે. તે પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ (જેમ કે B6, C) અને ખનિજો (જેમ કે મેંગેનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, કોપર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક) થી ભરપૂર હોય છે.

ચણામાં પ્રોટીનનું પ્રમાણ

100 ગ્રામ ચણામાં લગભગ 8 થી 22 ગ્રામ પ્રોટીન હોય છે. કેટલાક સ્ત્રોતોમાં 100 ગ્રામ ચણામાં 8.9 ગ્રામ પ્રોટીનનો પણ ઉલ્લેખ છે, જ્યારે ચણા દાળમાં 22 થી 30 ગ્રામ પ્રોટીન મળી શકે છે.

જોકે બંને પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે અને પોતાના આગવા ફાયદા ધરાવે છે. તમારા આહારમાં બંનેનો સમાવેશ કરવો શ્રેષ્ઠ છે જેથી તમને વિવિધ પોષક તત્વો મળી રહે. સીંગમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે ચણામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તમારા વ્યક્તિગત સ્વાસ્થ્ય લક્ષ્યો અને જરૂરિયાતોને આધારે તમે બંનેમાંથી કોઈપણનું સેવન કરી શકો છો. યાદ રાખો કે કોઈપણ વસ્તુનું અતિ સેવન નુકસાનકારક હોઈ શકે છે, તેથી સંતુલિત માત્રામાં તેમનું સેવન કરવું મહત્વપૂર્ણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ