Phubbing Behavior: ફબિંગ શું છે, આ ખરાબ આદત બની રહી છે પ્રેમાભર્યા સંબંધ તૂટવાનું કારણ

Phubbing Behavior Affect On Relationships: અહીં અમે તમને ફબિંગ શબ્દનો અર્થ જણાવી રહ્યા છીએ, સાથે જ જાણો કેવી રીતે આ આદત પ્રેમાળ સંબંધ તૂટવાનું કારણ બની જાય છે.

Written by Ajay Saroya
November 05, 2024 14:54 IST
Phubbing Behavior: ફબિંગ શું છે, આ ખરાબ આદત બની રહી છે પ્રેમાભર્યા સંબંધ તૂટવાનું કારણ
Phubbing Behavior: ફબિંગ બિહેવિયરથી રિલેશનશીપ પર ખરાબ અસર થાય છે. (Photo: Freepik)

Phubbing Behavior Affect On Relationships: ફૂબિંગ – આ શબ્દ તમે ઘણીવાર લોકોના મોઢેથી સાંભળ્યો હશે. આ શબ્દને પ્રેમ સંબંધ સાથે જોડીને વધુ જોવામાં આવે છે, સાથે જ એવું પણ માનવામાં આવે છે કે, ફફિંગ બિહેવિયર કોઇના પણ સુખી લગ્નજીવનાં તિરાડ પડી શકે છે.

જો કે, Gen Z ની દુનિયામાં બહુ ઓછા લોકો આ શબ્દનો અર્થ સમજે છે. જો તમે પણ આ લોકોમાંના એક છો, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. અહીં અમે તમને ફબિંગ શબ્દનો અર્થ જણાવી રહ્યા છીએ, સાથે જ જાણો કેવી રીતે આ આદત પ્રેમાળ સંબંધ તૂટવાનું કારણ બની જાય છે.

ફબિંગ એટલે શું?

ફબિંગ એ ખરેખર ‘ફોન’ અને ‘સ્નબિંગ’ શબ્દ માંથી બન્યો છે. દરેક વ્યક્તિ ફોનનો અર્થ સમજે છે, જ્યારે સ્નબિંગનો અર્થ અનાદર અથવા અવગણના થાય છે.

સરળ ભાષામાં કહીએ તો ફૂબિંગ એક એવી આદત છે જેમાં વ્યક્તિ કોઈની સાથે વાત કરતા સમયે તેના ફોન પર વધારે ધ્યાન આપે છે. એટલે કે સામેવાળી વ્યક્તિ તમારી સાથે વાત કરી રહી છે અને તમે તેને નજરઅંદાજ કરી રહ્યા છો અને તમારા ફોન પર વધુ ધ્યાન આપી રહ્યા છો.

ફબિંગ વર્તન સ્નેહ સંબંધને કેવી રીતે તોડે છે?

મોબાઇલ ફોન ચોક્કસપણે દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો કે, ફબિંગ વર્તન તમારા જીવનસાથી માટે અપમાનજનક હોઈ શકે છે અને તમારા સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે. જ્યારે તમે તમારા પાર્ટનર સાથે હોવ ત્યારે પણ તમે તમારા ફોન પર વધુ ધ્યાન આપો છો, આ તમારા સંબંધોમાં ભાવનાત્મક જોડાણને ઘટાડે છે અને સંબંધોમાં નારાજગી જેવી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.

એટલું જ નહીં, ફૂબિંગની આદતને કારણે પણ વિશ્વાસની કમી આવી શકે છે, જે કોઇ પણ સંબંધને ચલાવવા માટે અત્યંત જરૂરી છે. જ્યારે તમે તમારા ફોન પર વધુ પડતું ધ્યાન આપો છો, ત્યારે તે તમારા જીવનસાથીને વિશ્વાસની સમસ્યાઓનું કારણ બની શકે છે, જે બ્રેક-અપનું સૌથી મહત્વપૂર્ણ કારણ પણ માનવામાં આવે છે.

આ પણ વાંચો | આંગળીના ટચાકા ફોડવાની આદાત હોય તો સાવધાન, આ ગંભીર બીમારી થવાનું જોખમ

આવી સ્થિતિમાં, જો તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માંગતા હો, તો પછી પોતાને ફબિંગ વર્તનથી દૂર રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે જ્યારે પણ તમે તમારા પાર્ટનર સાથે વાત કરો ત્યારે તમારા ફોન પર ઓછું ધ્યાન આપો. પ્રયત્ન કરો કે જ્યારે તમે ત્યાં હોવ ત્યારે તમારા જીવનસાથીને ક્યારેય એકલતા ન લાગે. તમારા પાર્ટનરની વાત સાંભળો, તેમની નાની-નાની વાતો પર ધ્યાન આપો. આ તમને તમારા સંબંધોને ખુશ રાખવામાં મદદ કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ