Health News : ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન તમામ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક અને માનસિક તણાવ માતાની સાથે બાળકને પણ નુકસાન પહોંચાડે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે, ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક સંબંધ (Physical Relation) રાખવાથી બચવું જોઈએ. કારણ કે તે બાળકને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ શું ખરેખર આ સાચું છે?
નોઈડાના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. મંદાકિની, Jansatta.com સાથેની વાતચીતમાં કહે છે કે, આ સંપૂર્ણ બકવાસ છે. ગર્ભાશયમાં, બાળક ઘણા લેયરમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે અને તેને ઇજા થવાનો કોઈ પ્રશ્ન નથી. હા, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમારી ગર્ભાવસ્થામાં જોખમનું પરિબળ હોય, તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ વધો.
શું શરૂઆતના ત્રણ મહિના શારિરીક સંબંધ ન બનાવવો જોઈએ?
કેટલાક લોકો એવું પણ કહે છે કે, ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં (પ્રથમ ત્રિમાસિક) શારીરિક સંબંધો ટાળવા જોઈએ. ડો. મંદાકિની કહે છે કે, જો દર્દીને વધુ જોખમ હોય અને તેને સંપૂર્ણ બેડ રેસ્ટ આપવામાં આવ્યો હોય, બ્લીડીંગ, દુખાવો અથવા અગાઉ ગર્ભપાતનો ઈતિહાસ હોય, તો તેને શારીરિક સંબંધો ટાળવા માટે કહેવામાં આવે છે. હાઈ રિસ્ક પ્રગનન્સીમાં પેલ્વિક મૂવમેન્ટ થાય છે, જેમાં રક્તસ્રાવ થઈ શકે છે. એટલા માટે આવા કેસમાં ના પાડવામાં આવે છે, અન્યથા એવી કોઈ વાત નથી હોતી કે કોઈ ચોક્કસ સમયગાળામાં શારીરિક સંબંધ બાંધવો અથવા ટાળવો જોઈએ.
આ પણ વાંચો – શું બદલાતી ઋતુમાં ખંજવાળથી છો પરેશાન? તો આ 5 ઉપાય અપનાવો, મળશે ઝડપી રાહત
ડો.ગુપ્તા કહે છે કે, જો તમારી પ્રેગ્નન્સીમાં આમાંથી કોઈ રિસ્ક ફેક્ટર હોય અને આવી સ્થિતિમાં પણ તમે શારીરિક સંબંધ બનાવો તો, શરૂઆતના ત્રણ મહિનામાં ગર્ભપાત, બ્લીડિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજ રીતે, છેલ્લા મહિનાઓમાં સમય પહેલા લીક અથવા ડિલિવરી પણ થઈ શકે છે. તેથી તમારા ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું છે. તમારા ડૉક્ટર સાથે નિખાલસપણે વાત કરો, કારણ કે તે તમારા વિશે વધારે સારૂ જણતા હોઈ સાચી સલાહ આપી શકે છે.