Pollution Causes Lung Cancer: વર્તમાન સમયમાં લંગ કેન્સરના કેસ વધી રહ્યા છે, આમ તો લંગ કેન્સર માટે ધૂમ્રપાન જવાબદાર ગણાય છે પરંતુ હવે ઘણા એવા કેસો પણ સામે છે જે લોકો ધૂમ્રપાન નથી કરતા છતાંએ લોકોમાં પણ લંગ કેન્સરના કેસો સામે આવી રહ્યા છે. આવા લોકોમાં લંગ કેન્સર થવાનું એક કારણ પ્રદૂષણ પણ હોઈ શકે છે.
ગુરુગામ સ્થિત મેદાંતા હોસ્પિટલના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચેસ્ટ ઓન્કો-સર્જરી એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશનના અધ્યક્ષ ડો. અરવિંદ કુમાર અને તેમની ટીમે માર્ચ 2012 થી નવેમ્બર 2022 વચ્ચે 304 દર્દીઓ પર સ્ટડી કરી હતી. જેમાં જાણવા મળ્યું કે 154 દર્દીઓ ધૂમ્રપાન કરતા હતા, જયારે 150 લોકો ધૂમ્રપાન કરતા ન હતા. ઓપીડીમાં આવતા દર્દીઓમાં ધૂમ્રપાન ન કરતા ઓછી ઉંમરના લોકોની સંખ્યા વધી રહી છે. બધા દર્દીઓમાં લગભગ 40 વર્ષથી ઓછી ઉંમર વાળાઓની સંખ્યા 10% હતી, જયારે 20 વર્ષની ઉંમર વાળાની સંખ્યા 2.6% હતી.
આ પણ વાંચો: શા માટે 40 વર્ષથી વધુ વયના લોકોને સૌથી વધારે જોખમ છે? જાણો ડોક્ટર પાસેથી
40 વર્ષની ઉંમરમાં લોકોને થાય છે લંગ કેન્સર
ડોકટર અરવિંદના મત મુજબ, જે વાત મને સૌથી વધુ વધારે હેરાન કરી છે એ હતી કે પશ્ચિમી દેશોની વિરુદ્ધ ભારતમાં ફેફસાના કેન્સરની ઘટના લગભગ 2 દાયકા પહેલા લોકોમાં દેખાઈ રહી છે. જયારે પશ્ચિમમાં ફેફસાનું કેન્સર 60 વર્ષની ઉંમરથી ઉપરના લોકોમાં જોવા મળે છે. ધૂમ્રપાન કરનારાઓ અને ધૂમ્રપાન ન કરનારાઓમાં ફેફસાના કેન્સરની ઘટનાઓ લગભગ સમાન છે, જેમાં યુવાન સ્ત્રીઓને સૌથી વધુ અસર થાય છે.
આ પણ વાંચો: Air Pollution: વાયુ પ્રદૂષણથી બચવા માટે કયા માસ્ક પહેરવા જોઈએ ? જાણો એક્સપર્ટ પાસેથી
50 % લોકો નથી કરતા ધૂમ્રપાન
ડો. અરવિંદએ જણાવ્યું હતું કે લગભગ 50% દર્દી ધૂમ્રપાન ન કરવા વાળા હતા. તેમાંથી 70 % દર્દી 50 વર્ષથી ઓછી ઉંમરના હતા અને 30 વર્ષથી ઓછી ઉંમરના 100% દર્દી ધૂમ્રપાન ન કરવા વાળા હતા. મહિલાઓમાં લંગ કેન્સરના કેસો વધ્યા છે. પહેલા મહિલાઓની સંખ્યા નહિવત હતી. લગભગ 80% દર્દીમાં રોગની ઓળખ ત્રીજા કે ચોથા સ્ટેજમાં થઇ જાય છે, ત્યારે સારવાર કરવી મુશ્કેલ થઇ જાય છે. જયારે 20% દર્દીઓને પહેલા અને બીજા સ્ટેજમાં રોગની ઓળખ થાય છે.
ડો. અરવિંદએ જણાવ્યું હતું કે ટ્યુબરક્યુલોસિસ અને ફેફસાના કેન્સરના લક્ષણ લગભગ સરખાજ હોય છે. લાંબી ખાંસીની સાથે મોં માંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ અને ખાંસી વખતે મુશ્કેલી થવી. લગભગ 30% કેસોમાં દર્દીની આ સ્થિતિને ટીબી માની લીધી હતી. અને મહિનાઓ સુધી તેનો ઉપચાર કરાયો, જેથી સાચું નિદાન અને ઉપચારમાં મોડું થયું અને કેન્સર થયા ઘણા સમય પછી ખબર પડી હતી.