વેકેશન વેકેશનના સમયે આપણે ફરવા અને વિવિધ પ્રકારનું આપણું મનપંસદ ભોજન લઇએ છીએ. ( જેમ કે, તળેલી, મીઠી, ખારી અને બધી વસ્તુઓ સ્વર્ગીય લાગે છે. પરંતુ, એ વાતને પણ નકારી શકાય નહીં કે આમ કરવાથી આપણે આપણા હેલ્થી ડાયટ પ્લાનને ફોલૉ કરી રહ્યા નથી , જેનાથી પેટ ભારે લાગવું, ફૂલેલું, કબજિયાત અને વજન વધવા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તો શું એનો અર્થ એવો થાય કે તમારે આવા ભોગવિલાસ છોડી દેવા જોઈએ? ડાયેટિશિયન શિખા કુમારીના કહેવા પ્રમાણે બિલકુલ નહીં. જાણો અહીં કેમ?
તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “વેકેશનનો અર્થ ઘણીવાર રેસ્ટોરન્ટના ભોજન, આઈસ્ક્રીમ, પીઝા, પેકેટ ફૂડ અને તળેલા ખોરાક એવો થાય છે. તે સ્વાદિષ્ટ છે અને તેનો આનંદ લેવો જોઈએ! પરંતુ આ બધી વસ્તુઓ ખાધા પછી તમને પાણીની જાળવણી, ભારેપણું, પેટનું ફૂલવું, કબજિયાત, વજન વધારવું વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.”
તો, તમારે શું કરવું જોઈએ?
કુમારીએ કહ્યું હતું કે, “તેથી, તમારે વેકેશન પછી તમારે સ્વચ્છ આહાર ખાવાનું શરૂ કરવું જોઈએ, થોડું વર્કઆઉટ કરવું અને તમારી દિનચર્યામાં પાછા ફરવું જોઈએ.
તમારે શું ખાવું જોઈએ?
કુમારીએ કહ્યું હતું કે, “તમે સૌ પ્રથમ ભારતીય દેશી ખીચડી રાંધી શકો છો અને તેને સલાડ અને દહીં અથવા છાશ સાથે ખાઓ . તે રાંધવામાં ખૂબ જ સરળ છે, આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે અને તમારા શરીરને એનર્જી આપે છે.”
અનુપમા મેનન, ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ કોચ સાથે સંમત થયા અને કહ્યું હતું કે, “ખિચડી એ ચોક્કસપણે રજાઓ પછીના શ્રેષ્ઠ ભોજનમાંનું એક છે, અને હા, દિનચર્યામાં પાછા ફરવાની ચાવી એ સ્વચ્છ આહાર છે.” ,ચોખાની ખીચડી, દાળિયા, શાકભાજીના રસ, ફળો, મખાના અને બાજરીની ખીચડી એ બધા હેલ્થી ડાયટ પ્લાનનો ભાગ છે.
આ પણ વાંચો: Health Tips : શું પ્રેગ્નેન્ટ મહિલાઓએ ડીપ પાર્ટનર સ્ક્વોટ્સ કરવું જોઈએ? એક્સપર્ટ શું કહે છે?
ડાયટેશિયનએ કહ્યું હતું કે, ” તમારે યોગ્ય માત્રામાં ખાવાનું ધ્યાન રાખવું અગત્યનું છે કારણ કે રજા દરમિયાન તમારું પેટ ઘણું ખાવાની ટેવ પાડી શકે છે”.
બીજું શું મદદ કરી શકે?
મેનને indianexpress.com ને જણાવ્યું હતું કે, “પુનઃપ્રાપ્તિ માટે પૂરતું પાણી પીવો, સારી ઊંઘ લો અને આરામ કરો. સમયસર ભોજન લેવાની નિયમિતતામાં આવો. વ્યાયામ સમયસર કરવા જોઈએ.