Potato Halwa Recipe : સોજી કે દૂધી નહીં, હવે આ શાકભાજી માંથી બનાવો સ્વાદિષ્ટ હલવો, દરેકને પસંદ આવશે

Bataka No Halvo Banavani Rit In Gujarati : સોજી, ગાજર અને દૂધીનો હલવો દરેકે ખાધો હશે. જો તમને હલવો ખાવાનો શોખ છે અને કંઇક નવી આઇટમ ટેસ્ટ કરવાની ઇચ્છા છે, તો બટાકાનો હલવો ટ્રાય કરી શકાય છે. તે નવરાત્રી જેવા ઉપવાસમાં પણ ફરાળી વાનગી તરીકે ખાય શકાય છે.

Written by Ajay Saroya
September 15, 2025 14:05 IST
Potato Halwa Recipe : સોજી કે દૂધી નહીં, હવે આ શાકભાજી માંથી બનાવો સ્વાદિષ્ટ હલવો, દરેકને પસંદ આવશે
Aloo Halwa Recipe : બટાકાનો હલવો બનાવવાની રીત. (Photo: Social Media)

Aloo Halwa Recipe In Gujarati : ભારતમાં હલવો ખૂબ પસંદ આવે છે. સવારે નાસ્તા થી લઈને ઉપવાસ સુધી, દરેક માટે ખાસ હલવો બને છે. સોજી, મગની દાળ અને ગાજર સહિત વિવિધ ચીજો માંથી હલવો બને છે. આવી સ્થિતિમાં, જો તમે એક જ પ્રકારનો હલવો ખાઈને કંટાળી ગયા છો અને કંઈક નવું અજમાવવા માંગો છો, તો તમે બટાકા માંથી સ્વાદિષ્ટ હલવો પણ બનાવી શકો છો.

બટાકાનો હલવો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે ઉપવાસ દરમિયાન પણ સરળતાથી ખાઈ શકાય છે. બટાકાનો હલવો મોટા લોકો અને બાળકોને પણ ખૂબ પસંદ આવે છે. હકીકતમાં બટાકાનો હલવો બનાવતી વખતે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના સેવનથી શરીરને ઘણો ફાયદો થાય છે.

Potato Halwa Recipe : બટાકાનો હલવો બનાવવા માટે સામગ્રી

  • બાફેલા કટાકા : 4- 5 નંગ મોટા કદના૪
  • દેશી ઘી : 1 ચમચી
  • દૂધ : 1 કપ
  • ખાંડ : 1/2 કપ
  • એલચી પાઉડર : 1/2 ચમચી
  • ડ્રાયફૂટ્સ : : 1/2 વાટકી

How to Make Potato Halwa At Home? : બટાકાનો હલવો કેવી રીતે બનાવવો?

બટાકાનો હલવો બનાવવા માટે સૌથી પહેલા 4 – 5 નંગ મોટા બટાકા કુકરમાં બાફો. પછી બટાકાની છાલ ઉતારી તેને મેશ કરો. ધ્યાનમાં રાખો કે બટાકામાં કોઈ ગઠ્ઠો નથી.

એક કઢાઇમાં દેશી ઘી ગરમ કરો. તેમાં છૂંદેલા બટાકા ઉમેરો અને મધ્યમ આંચ પર સોનેરી થાય ત્યાં સુધી પકવો. થોડા સમય પછી, સારી સુગંધ આવવા લાગશે.

આ પણ વાંચો | દૂધ સાથે સફરજન ખાવું કે નહી? જાણો ફાયદા અને ગેરફાયદા

હવે તેમા દૂધ અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. થોડા સમય પછી આ મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. ત્યાર બાદ તેમા એલચી પાવડર અને સમારેલા સુકામેવાના ટુકડા ઉમેરો અને તેને યોગ્ય રીતે મિક્સ કરો. આ રીતે બટાકાનો હલવો સરળતાથી તૈયાર થઈ જશે. પીરસતી વખતે, ઉપરથી પણ ડ્રાયફૂટ્સના ટુકડા ઉમેરી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ