Aloo Halwa Recipe In Gujarati : ભારતમાં હલવો ખૂબ પસંદ આવે છે. સવારે નાસ્તા થી લઈને ઉપવાસ સુધી, દરેક માટે ખાસ હલવો બને છે. સોજી, મગની દાળ અને ગાજર સહિત વિવિધ ચીજો માંથી હલવો બને છે. આવી સ્થિતિમાં, જો તમે એક જ પ્રકારનો હલવો ખાઈને કંટાળી ગયા છો અને કંઈક નવું અજમાવવા માંગો છો, તો તમે બટાકા માંથી સ્વાદિષ્ટ હલવો પણ બનાવી શકો છો.
બટાકાનો હલવો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે ઉપવાસ દરમિયાન પણ સરળતાથી ખાઈ શકાય છે. બટાકાનો હલવો મોટા લોકો અને બાળકોને પણ ખૂબ પસંદ આવે છે. હકીકતમાં બટાકાનો હલવો બનાવતી વખતે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના સેવનથી શરીરને ઘણો ફાયદો થાય છે.
Potato Halwa Recipe : બટાકાનો હલવો બનાવવા માટે સામગ્રી
- બાફેલા કટાકા : 4- 5 નંગ મોટા કદના૪
- દેશી ઘી : 1 ચમચી
- દૂધ : 1 કપ
- ખાંડ : 1/2 કપ
- એલચી પાઉડર : 1/2 ચમચી
- ડ્રાયફૂટ્સ : : 1/2 વાટકી
How to Make Potato Halwa At Home? : બટાકાનો હલવો કેવી રીતે બનાવવો?
બટાકાનો હલવો બનાવવા માટે સૌથી પહેલા 4 – 5 નંગ મોટા બટાકા કુકરમાં બાફો. પછી બટાકાની છાલ ઉતારી તેને મેશ કરો. ધ્યાનમાં રાખો કે બટાકામાં કોઈ ગઠ્ઠો નથી.
એક કઢાઇમાં દેશી ઘી ગરમ કરો. તેમાં છૂંદેલા બટાકા ઉમેરો અને મધ્યમ આંચ પર સોનેરી થાય ત્યાં સુધી પકવો. થોડા સમય પછી, સારી સુગંધ આવવા લાગશે.
આ પણ વાંચો | દૂધ સાથે સફરજન ખાવું કે નહી? જાણો ફાયદા અને ગેરફાયદા
હવે તેમા દૂધ અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. થોડા સમય પછી આ મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. ત્યાર બાદ તેમા એલચી પાવડર અને સમારેલા સુકામેવાના ટુકડા ઉમેરો અને તેને યોગ્ય રીતે મિક્સ કરો. આ રીતે બટાકાનો હલવો સરળતાથી તૈયાર થઈ જશે. પીરસતી વખતે, ઉપરથી પણ ડ્રાયફૂટ્સના ટુકડા ઉમેરી શકાય છે.





