Potato Juice For Skin : દરેકને સ્વસ્થ, ચમકદાર અને બ્રાઇટ ત્વચા જોઈએ છે. આ માટે લોકો દરેક પ્રકારના મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, તો ઘણા લોકો કેટલાક ઘરેલુ નુસખા પણ અપનાવતા હોય છે. આવી જ એક નુસખો છે બટાકાનો રસ ચહેરા પર લગાવવો. ઘણા લોકો માને છે કે બટાકાનો રસ લગાવવાથી ત્વચાને બ્રાઇટ બનાવવામાં મદદ મળી શકે છે. પરંતુ સવાલ એ છે કે, શું ખરેખર આવું છે? અથવા બટાકાનો રસ ત્વચા પર લગાવવો જોઈએ? આવો જાણીએ એક્સપર્ટ પાસેથી આ સવાલોના જવાબ.
શું કહે છે એક્સપર્ટ?
આ મામલે ફેમસ ડર્મેટોલોજિસ્ટ વિજ્ઞાની આંચલ પંથે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આંચલ પંથ જણાવે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં બટાકાનો રસ ચહેરા પર લગાવવો સુરક્ષિત છે. એટલે કે તે હાનિકારક નથી, પરંતુ તેની પાસેથી જાદુની અપેક્ષા રાખી શકાતી નથી.
એક્સપર્ટના મતે બટાકાનો રસ લગાવવાથી ત્વચાને થોડી ચમકદાર દેખાવવામાં મદદ મળે છે, પરંતુ આ પરિણામો કાયમી હોતા નથી. બટાકાનો રસ કોટન પેડ પર લઇને તમે ચહેરા પર લગાવી શકો છો. તેને લગભગ 25-30 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. આ પછી મોઇશ્ચરાઇઝર જરુર લગાવો.
આ પણ વાંચો – ટ્રેડમિલ પર દોડવું કે રનિંગ કરવું વધુ સારું શું? અહીં જાણો કઇ રીતે ઝડપથી ઘટે છે વજન
આ સિવાય ડર્મેટોલોજિસ્ટ જણાવે છે કે બટાકાનો ઉપયોગ આંખોના પફનેસને ઓછું કરવા માટે પણ કરી શકાય છે. આ માટે તમે આંખો પર ઠંડા બટાકાની સ્લાઇસ મૂકીને થોડા સમય માટે આરામ કરી શકો છો. આમ કરવાથી ડાર્ક સર્કલને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
બટાકાના રસથી ત્વચાને કેવી રીતે ફાયદો થાય છે?
બટાકામાં એઝેલેક એસિડ હોય છે, જે હાયપરપિગ્મેટેશન અને ડાઘ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય બટાકાના રસમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે પણ ફાયદાકારક બનાવે છે. એવામાં તમે બટાકાનો રસ મર્યાદિત માત્રામાં ચહેરા પર લગાવી શકો છો





