ઘણીવાર, જ્યારે વેજિટેરિયન પ્રોટીનની વાત આવે છે, ત્યારે પનીર સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પનીર ઉપરાંત ઘણી વેજિટેરિયન ડીશઓ પણ છે જે પ્રોટીનથી ભરપૂર છે અને તમારા ડાયટને વધુ પૌષ્ટિક બનાવી શકે છે?
તમને લાગતું હોય કે વેજિટેરિયન ડાયટમાં પનીર જ પ્રોટીનનો એકમાત્ર સ્ત્રોત છે, તો તમારે તમારો વિચાર બદલવાની જરૂર છે. પનીર ઉપરાંત, ઘણી સ્વાદિષ્ટ અને સ્વસ્થ વાનગીઓ છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને દરેક ભોજનમાં પૌષ્ટિકતા ઉમેરે છે.
અહીં જાણો કેટલીક ખાસ પ્રોટીન ભરપૂર વાનગીઓ વિશે જે ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારી પ્રોટીનની ઉણપને પણ પુરી કરશે.
પ્રોટીનથી ભરપૂર ડાયટ
- ચણા : પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. આ મસાલેદાર ચણાનું શાક સ્વાદિષ્ટ છે અને પુષ્કળ એનર્જીપૂરી પાડે છે. તેને ભાત અથવા રોટીલી સાથે ખાઈ શકાય છે.
- મગની દાળના ચિલ્લા : પીળી મગની દાળમાંથી બનેલા ક્રિસ્પી ચિલ્લા હળવા અને સ્વસ્થ હોય છે. તે નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે એક ઉત્તમ વિકલ્પ છે અને શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે.
- ક્વિનોઆ અને ચણાનું સલાડ : આ ક્વિનોઆ અને ચણાનું સલાડ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે. ફ્રેશ શાકભાજી અને લીંબુનો રસ ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન વ્યક્તિઓ માટે આ એક પરફેક્ટ વાનગી છે.
- રાજમા : રાજમા ઉત્તર ભારતીય વાનગી તરીકે રાજમા પ્રોટીનથી ભરપૂર હોય છે. ગરમ ભાત સાથે તેને ખાવું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે રાજમાને શાકાહારીઓનું નોનવેજ કહેવાય છે.
- ફણગાવેલા મગના દાળનું સલાડ : ફણગાવેલા મગના દાળ તાજા, કરકરા અને સરળતાથી સુપાચ્ય હોય છે. તે કાચા સ્વરૂપમાં પુષ્કળ પ્રોટીન પૂરું પાડે છે અને નાસ્તાનો બેસ્ટ ઓપ્શન છે.
- હાંડવો : હાંડવો બનાવવામાં 3-4 દાળ નાખવામાં આવે છે, એમાં ભરપૂર શાકભાજીનો પણ સમાવેશ થાય છે, તે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર નાસ્તો છે જેનું સેવન તમારી પ્રોટીનની ઉણપ દૂર કરે છે.
Read More