Protein Rich Food: શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીનની જરૂર હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન અનુસાર, એક પુખ્ત પુરુષને દરરોજ 50 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. મહિલાઓને દરરોજ 46 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. સગર્ભા અને ફિડીંગ કરાવનાર સ્ત્રીઓને દરરોજ 72 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે.
શરીરમાં પ્રોટીનની અછતને કારણે, તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે જેમ કે, ચામડીમાં સોજો, પેટમાં સોજો, વાળ સુકા રહેવા, વાળ ખરવા, અને હાડકાં નબળા થવાનું સામેલ છે. શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે અને ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે. પ્રોટીનની ઉણપથી લીવરના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. પ્રોટીનની ઉણપને કારણે લીવર પર ચરબી વધે છે અને લીવર ફેટી બને છે.
માંસાહારી લોકોના શરીરમાં પ્રોટીનની ઉણપ હોવાની શક્યતા ઘણી ઓછી હોય છે. એવું નથી કે શાકાહારી આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક (vegetarians protein diet) નો અભાવ હોય છે. શાકાહારી આહારમાં પ્રોટીનથી ભરપૂર એવા ઘણા ખાદ્યપદાર્થો છે, જેનું સેવન કરીને શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરી શકાય છે.
શાકાહારીઓએ દાળનું સેવન કરવું જોઈએ
શાકાહારીઓએ આહારમાં કઠોળનું સેવન કરવું જોઈએ, જે પ્રોટીનની ઉણપ પૂરી થશે. અડધો કપ રાંધેલી દાળમાં 12 ગ્રામ પ્રોટીન હોય છે જે આપણી રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે ખુબ ઉપયોગી છે.
પનીર ખાઓ
શાકાહારીઓએ તેમના આહારમાં પનીરનું સેવન કરવું જોઈએ. પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
ઓટ્સ પણ પ્રોટીનનો સ્ત્રોત છે
અડધો કપ ઓટ્સમાં 6 ગ્રામ પ્રોટીન અને 4 ગ્રામ ફાઈબર, મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ અને ફોલેટ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે અને શરીરમાં પ્રોટીનની ઉણપને પૂર્ણ કરે છે.
ચિયા સીડ્સ ખાઓ
પોષક તત્વોથી ભરપૂર ચિયા સીડ્સનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી થાય છે. ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર, અડધો કપ ચિયા સીડ્સમાં 6 ગ્રામ પ્રોટીન અને 13 ગ્રામ ફાઇબર હોય છે. તે આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે જે શરીરને સ્વસ્થ રાખે છે.
આ પણ વાંચો – પીરિયડ્સ પહેલા બ્રેસ્ટમાં દુખાવો શા માટે થાય છે? કેવી રીતે ઘરે જ સારવાર કરી શકાય
ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો
આહારમાં પ્રોટીનની ઉણપને પહોંચી વળવા માટે તમારે ડ્રાયફ્રુટ્સનું સેવન કરવું જોઈએ. કાજુ અને બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે અને પ્રોટીનની કમી પૂરી કરે છે. નાસ્તામાં તમે ડ્રાય ફ્રુટ્સનું સેવન કરી શકો છો.