Best Time To Eat Pulses : કઠોળ દાળ ભારતીય આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિના ઘરે દરરોજ કઠોળ કે દાળ બને છે અને લોકો તેને ખૂબ જ સ્વાદથી ખાય છે. દાળ માત્ર ખોરાક નથી, પરંતુ આરોગ્ય અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. તે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને ખનિજોનો ખજાનો છે. અડદની દાળનું નિયમિત સેવન સ્વાસ્થ્યની સાથે સાથે અનેક રોગોને પણ ફાયદો કરે છે, પરંતુ દાળ યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે રાંધવાથી જ શરીરને સંપૂર્ણ પોષણ અને આરામ આપે છે. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, દાળ શરીરમાં ગેસ પેદા કરતી નથી, પરંતુ તેને જે રીતે રાંધવામાં આવે છે અને ખાવામાં આવે છે તેનાથી ગેસ થાય છે.
ડાયાબિટીસ એજ્યુકેટર અને હોલિસ્ટિક ન્યુટ્રિશનિસ્ટ ખુશી છાબરાએ જણાવ્યું હતું કે દાળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેને રાંધવા અને ખાવા માટે યોગ્ય સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે દાળ રાંધવાની અને ખાવાની રીતથી તેના પોષણ અને પાચન પર મોટી અસર પડે છે.
તુવેર દાળ
ન્યુટ્રિશનિસ્ટ ખુશી તુવેરની દાળ ખાતા પહેલા ઓછામાં ઓછા એક કલાક પલાળવાની અને તેમાં હીંગ અને હળદરનો તડકો લગાવવાની ભલામણ કરે છે. તેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનો સંતુલિત ગુણોત્તર છે અને તેની સરળ પાચનક્ષમતાને કારણે તે દરેક માટે સલામત છે. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, તેને ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરનો છે. સાંભાર અથવા રસમ બનાવવા માટે આ શ્રેષ્ઠ દાળ છે. ન્યુટ્રિશનિસ્ટ અનુસાર, તુવેર દાળ ઓછી બફાયેલી ન ખાવી જોઈએ. ઉપરાંત આ દાળ બનાવતી વખતે વધાર તેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ, કારણ કે તેનાથી સ્વાસ્થ્ય લાભો ઘટી શકે છે. ઉપરાંત ઝાડા, લૂઝ મોશન અને IBSના દર્દીઓએ આ દાળનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
મગ અને મગ દાળ
મગ અને મગ દાળનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને આખી રાત પાણીમાં પલાળી દો, વધુ સારા પાચન માટે અંકુરિત કરો, અને હંમેશાં સારી રીતે બાફો. તે વજન ઘટાડવા, બ્લડ સુગર કન્ટ્રોલ અને વૃદ્ધો માટે શ્રેષ્ઠ દાળ છે. આ આખા કઠોળ પચવામં સૌથી સરળ છે અને જ્યારે તેને ફણગાવેલા સ્વરૂપમાં ખાવામાં આવે છે, ત્યારે તે ગેસ ઘટાડવા માટે જાણીતું છે. જો કે, જો તમે ઝાડા, લૂઝ મોશન અથવા IBSની બીમારીથી પીડિત છો, તો ન્યુટ્રિશનિસ્ટ તેનું સેવન કરવા સામે ચેતવણી આપે છે. તેને બપોરના ભોજન અથવા રાત્રિ ભોજનમાં પણ ખાઈ શકાય છે. પાચનક્ષમતા અનુસાર, દરરોજ અડધા થી એક કપ સુધી મર્યાદિત હોવી જોઈએ.
અડદ દાળ
ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, અડદની દાળને આખી રાત પાણીમાં પલાળી, આથો લાવીને આદુ અથવા હીંગ સાથે રાંધવી જોઈએ. તે પચવામાં ભારે છે અને પાચન સમસ્યાઓવાળા લોકોને પેટનું ફુલવું જેવી સમસ્યા થઇ શકે છે. તેથી, આદુ અથવા હીંગ પેટનું ભારેપણું ઘટાડવામાં અને પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. તેને બપોરના ભોજન અને રાત્રિભોજનમાં ઢોસા તરીકે ખાઈ શકાય છે, પરંતુ ગ્રેવીના રૂપમાં તેને ટાળવું જોઈએ. જે લોકો હાડકાં અને સાંધાની તાકાત તેમજ સહનશક્તિ વધારવા માંગે છે તેમના માટે તે ખૂબ જ સારું છે, પરંતુ પેટની સમસ્યા ધરાવતા લોકો અને વૃદ્ધોએ તેનાથી દૂર રહેવું જોઈએ.
ચણા દાળ
ચણાની દાળને ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક પલાળી રાખવી જોઈએ, જો શક્ય હોય તો આખી રાત અને ખાતા પહેલા સારી રીતે બાફવી જરૂરી છે. તે પાચન થવામાં મધ્યમથી ભારે છે અને બરાબર બફાયેલી ન હોય તો પેટ ફુલી શકે છે. તેથી સેવન કરતી વખતે સાવચેત રહો. તે બ્લડ સુગર અને વેટ કન્ટ્રોલ માટે શ્રેષ્ઠ કામ કરે છે. તેમાં ઓછો જીઆઈ અને હાઈ ફાઇબર હોય છે. તે પચવામાં મુશ્કેલી પડે છે, તેથી તેને બપોરના ભોજનમાં સામેલ કરવી જોઈએ. ચણા ખાવાની શ્રેષ્ઠ રીત ચણાની દાળ, ઢોકળા અને પુડલા બનાવી શકાય છે. તે પલાળ્યા વિના ખાવી જોઈએ નહીં, કારણ કે તે ગેસ ઉત્પન્ન કરે છે.
મોગર દાળ
તે પેટ માટે સૌથી હળવી અને સલામત દાળ છે અને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો ખાઈ શકે છે કારણ કે તે પેટ માટે સરળ છે. તે દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે અને એલર્જીવાળા લોકો સિવાય દરેક માટે સલામત માનવામાં આવે છે. તે માંદગી પછી સાજા થવા માટે શ્રેષ્ઠ છે અને તેને દાળ તડકા, સૂપ, ચીલા અને મગની દાળના હલવાના રૂપમાં ખાઈ શકાય છે. મોગર દાળ વધારે ઘી અથવા તેલમાં રાંધવી જોઈએ નહીં અને બાફેલા સ્વરૂપમાં દરરોજ એક કપ સુધી મર્યાદિત પ્રમાણમાં સેવન કરી શકાય છે.
મસુર દાળ
હેલ્થ એક્સપર્ટ્સની અનુસાર, આ દાળને સારી રીતે બાફો પછી જ ખાવ જોઇએ. તે પચવામાં હળવી છે, પરંતુ મગની દાળ કરતાં થોડો વધુ ગેસ ઉત્પન્ન કરે છે. તે શરીરનું વજન નિયંત્રિત કરવા અને આયર્ન લેલવ વધારવા માંગતી મહિલાઓ માટે શ્રેષ્ઠ કાર્ય કરે છે. તે બપોરના ભોજન અને રાત્રિભોજન બંનેમાં ખાઈ શકાય છે, પરંતુ કિડનીમાં પથરી ધરાવતા લોકોએ તેના નિયમિત સેવનથી દૂર રહેવું જોઈએ.
આખા અડદની દાળ
ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, આ દાળ હાડકાંને મજબૂત બનાવવા અને તાકાત વધારવા માટે ઉત્તમ છે. તે સૌથી ભારે દાળ છે, જેમાં પ્રોટીન અને ફાઇબર વધારે હોય છે. તેમાં પાચન શક્તિ પણ ઓછી હોય છે અને વૃદ્ધો, બાળકો અને આઇબીએસ અને નબળા પાચન ધરાવતા લોકોએ તે ખાવી જોઈએ નહીં. તેને 10 થી 12 કલાક સુધી પાણીમાં પલાળી રાખવી જોઈએ અને બરાબર બફાઇ ગયા પછી જ ખાવી જોઈએ. તેને ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરના ભોજનનો છે. તેને રાત્રિભોજનમાં ખાવાનું ટાળો, કારણ કે તેને પચવામાં મુશ્કેલી પડે છે.





