Homemade Sarson ka Saag Recipe in Punjabi Style: સરસોનું શાક પંજાબની પ્રખ્યાત વાનગી છે. સરસોની ભાજી ગરમ હોવાથી શિયાળામાં તેનું સેવન કરવામાં આવે છે. પંજાબમાં સરસો દા સાગ અને મકાઇનો રોટલો સૌથી પ્રખ્યાત છે. સરસવની ભાજીમાં અન્ય લીલી ભાજી જેવા પોષક તત્વો હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે. પંજાબમાં સરસોંનું શાક મકાઇની રોટલી સાથે ખાવામાં આવે છે. અહીં પંજાબ સ્ટાઇલ સરસોં દા શાક બનાવવાની રીત જણાવી છે. અમુક ટીપ્સ અનુસરી ઘરે જ પંજાબી ઢાબા સ્ટાઇલ સરસોંનું શાક બનાવી શકાય છે.
સરસનું શાક બનાવવા માટે સામગ્રી
- સરસોની ભાજી : 2 વાટકી
- ચીલની ભાજી : 1 વાટકી
- લીલું લસણ : 1 કપ
- આદુ લસણ મરચાની પેસ્ટ : 1 વાટકી
- લીલી ડુંગળી : 1 કપ
- લસણ સુકું : 1 ચમચી
- ચણાનો લોટ : 1 કપ
- ઘી/ માખણ : 1 કપ
- જીરું : 1 ચમચી
- લાલ મરચું પાઉડર : 1 કપ
- હળદર પાઉડર : 1 કપ
- સુકા લાલ મરચા : 3 – 4 નંગ
- મીઠું : સ્વાદ અનુસાર
- પાણી : જરૂર મુજબ
Sarson ka Saag Recipe in Gujarati : સરસો દા સાગ બનાવવાની રીત
સરસવની ભાજી બાફો
પંજાબી સ્ટાઇલ સરસોનું શાક બનાવવા માટે સૌથી પહેલા સરસવ અને ચીલની લીલી ભાજીના ડાળખી તોડી નાંખો. પછી બંને બાજીના પાનને સારી રીતે પાણીમાં ધોઇ લો. હવે એક પ્રેશર કુકર કે તપેલીમાં પાણી નાંખી બંને ભાજીને એક સાથે બાફી લો. કુકરમાં 2 – 3 સીટ વાગે ત્યાં સુધી ભાજી બાફો. ભાજી બફાઇ ગયા બાદ તેને ચમચા દબાવીને કે બ્લેન્ડર વડે ઘટ્ટ ગ્રેવી જેવી બનાવી લો.
સરવોંના શાકનો મસાલો બનાવો
ગેસ ચાલુ એક કઢાઇમાં 2 – 3 ચમચી ઘી ઓગાળો. તેમા જીરું અને સુકા લાલ મરચાનો તડકો લગાવો. તેમા આદુ, લીલા લસણ અને લીલા મરચા પેસ્ટ સાંતળો, પછી તેમા લીલી ડુંગળી અને ચણાનો લોટ નાંખી બરાબર સાંતળો. ચણાનો લોટ ઉમેરવાથી શાક ઘટ્ટ બને છે. હવે સ્વાદ અનુસાર લાલ મરચું પાઉડર, 1 ચમચી હળદર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ધાણા જીરું પાઉડર ઉમેરો મસાલાને 3 થી 4 મિનિટ સુધી પકવવા દો.
સરસોની ભાજી મસાલામાં રેડો
મસાલા માંથી તેલ છુટુ પડવા લાગે ત્યારે તેમા બાફેલી સરસોની ભાજી ઉમેરો, બધી સામગ્રી મિક્સ કરો અને કઢાઇને ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી પકવવા દો. સરસોંનું શાક બની જાય એટલે ગેસ બંધ કરી દો.
આ પણ વાંચો | સુરતનું પ્રખ્યાત લીલવાનું શાક ખાશો તો પાલક પનીર ભૂલી જશો, લસણ ડુંગળી વગર ઘરે આ રીતે બનાવો
લસણ અને લાલ મરચાનો તડકો લગાવો
હવે એક નાની તપેલીમાં 1 ચમચી ઘી ઓગાળો, તેમા સુકું લસણ ઝીણું સમારેલું અને લાલ મરચાનો તડકો લગાવો. લસણ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી આ વઘારને સરસોંના શાકમાં રેડો. છેલ્લે સરસોના શાક પર ફ્રેશ માખણ વડે ગાર્નિંગ કરો. સરસવાના શાકમાં ફ્રાય કરેલા પનીર પણ ઉમેરી શકાય છે. સરસોંના શાક સાથે મકાઈની રોટલી ખાવાની મજા પડશે.





