Stretching Benefits : સ્ટ્રેંચિંગ કરવાથી અઢળક ફાયદા થાય, પીવી સિંધુ પણ સ્ટ્રેચિંગને આપે છે મહત્વ

Stretching Benefits : ધ બોડી સાયન્સ એકેડેમીના સહ-સ્થાપક વરુણ રત્તને જણાવ્યું હતું કે મોટાભાગના લોકો માટે, વર્કઆઉટ પછીના સ્ટેટિક સ્ટ્રેચિંગને સામેલ કરવું ફલેસિબિલિટી વધારવા અને રિકવરીમાં મદદ કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે.

Written by shivani chauhan
July 05, 2023 08:19 IST
Stretching Benefits : સ્ટ્રેંચિંગ કરવાથી અઢળક ફાયદા થાય, પીવી સિંધુ પણ સ્ટ્રેચિંગને આપે છે મહત્વ
પીવી સિંધુ (Twitter/BWFmedia)

ફિટનેસ માટે અલગ-અલગ ઓપ્શન ઉપલબ્ધ છે, જેમ કે જિમમાં જઈને વર્ક આઉટ, યોગા, ઝુમ્બા, એરોબિક્સ વગેરે, પરંતુ તે વ્યક્તિ પર છે કે તેને સ્વાસ્થય ને તંદુરસ્ત રાખવા કઈ એકટીવ કરવી, તમામ ફિટનેસ ઉત્સાહીઓની વાત કરીએ તો તેઓની નિયમિત સ્ટ્રેચિંગએ પ્રાથમિકતા હોવી જોઈએ. જો કે, જો તમને વારંવાર સ્ટ્રેચિંગ કરવાનું કંટાળાજનક લાગતું હોય, તો પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની સ્ટ્રેંચિંગની વાત સાંભળી તમને કેટલીક રોમાંચક પ્રેરણા મળી શકે છે. આ નીચેના સ્ટ્રેંચિંગ બેડમિન્ટન ખેલાડી દરરોજ કરે છે, અહીં જાણો સ્ટ્રેંચિંગ વિષે,

ચેમ્પિયન ખેલાડી પેલ્વિક ભાગ, હાથ અને પગ સહિત કેટલાક સ્થિર અને ગતિશીલ સ્ટ્રેચ કરે છે.

આ પણ વાંચો: Glucose Spikes : શું શરીરમાં ગ્લુકોઝના વધારેને કંટ્રોલ કરવા આ ડ્રિન્ક ‘ગેમ-ચેન્જિંગ’ સાબિત થઇ શકે છે? એક્સપર્ટ શું કહે છે?

તમારે શા માટે સ્ટ્રેંચિંગ કરવા જોઈએ?

ધ બોડી સાયન્સ એકેડેમીના સહ-સ્થાપક વરુણ રત્તને જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો માટે, વર્કઆઉટ પછીના સ્ટેટિક સ્ટ્રેચિંગને સામેલ કરવું ફ્લેક્સિબિલિટી વધારવા અને રિકવરીમાં મદદ કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે.

અહીં સ્ટેટિક સ્ટ્રેચિંગના કેટલાક ઉદાહરણો છે

બેસો અને સ્ટ્રેચ સુધી પહોંચો: ફ્લેક્સિબિલિટી ટેસ્ટમાં ક્લાસિક, આ સ્ટ્રેચ મુખ્યત્વે તમારા હેમસ્ટ્રિંગ્સ અને નીચલા પીઠને લક્ષ્ય બનાવે છે.

બટરફ્લાય સ્ટ્રેચ: ​​પતંગિયાની પાંખો જેવા દેખાતા પગની સ્થિતિ માટે નામ આપવામાં આવ્યું છે, જે તમારી આંતરિક જાંઘ, હિપ્સ અને પીઠના નીચેના ભાગમાં વિસ્તરે છે.

પ્રેટ્ઝેલ સ્ટ્રેચ: ​​તે તમારા ગ્લુટ્સ અને નીચલા પીઠ પર ફોક્સ કરે છે. તે એક ઊંડો સ્ટ્રેચ છે જે શરૂ કરવા માટે થોડી સુગમતાની જરૂર છે.

Stretching Benefits
Source : Unsplash

નિષ્ક્રિય સીધા પગનો સ્ટ્રેચ: ​​તે તમારા હેમસ્ટ્રિંગની ફ્લેક્સિબિલિટી વધારવામાં મદદ કરી શકે છે અને ચુસ્તતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઘૂંટણથી છાતી સુધી સ્ટ્રેચ: તે તમારી પીઠ અને હિપ્સ પર ફોક્સ કરે છે. તે નીચલા પીઠના તણાવને દૂર કરવામાં મદદ કરી શકે છે, જે તેને તમારા સૂવાના સમયની દિનચર્યામાં સમાવિષ્ટ કરવા માટે એક સારો સ્ટ્રેચિંગ છે.

Stretching Benefits

આ પણ વાંચો: Monsoon Special : ચોમાસામાં ગરમા ગરમ મકાઈના પકોડા બનાવો, આ સરળ રેસિપીથી થઈ જશે ફટાફટ તૈયાર

વજ્રાસન: તે એક યોગિક સ્ટ્રેચ છે જે તમારી જાંઘો, પગની ઘૂંટીઓ અને ઘૂંટણ પર કામ કરે છે.

Stretching Benefits :
Source : Unsplash

સ્ટેટિક સ્ટ્રેચિંગ એ દાયકાઓથી વોર્મ-અપ દિનચર્યાઓનો મુખ્ય ભાગ છે. રત્તને ઉલ્લેખ કર્યો કે, “જો કે, તાજેતરના સંશોધનો સૂચવે છે કે વર્કઆઉટ પહેલાં તે શ્રેષ્ઠ પસંદગી ન હોઈ શકે. સ્ટેટિક સ્ટ્રેચિંગમાં સામાન્ય રીતે 30 થી 60 સેકન્ડ માટે સ્ટ્રેચ રાખવાનો સમાવેશ થાય છે. જ્યારે તે તમારી ગતિની શ્રેણીમાં વધારો કરી શકે છે, સ્નાયુ શક્તિ પર તેની અસર ચર્ચાનો વિષય છે.”

બીજી બાજુ, ગતિશીલ સ્ટ્રેચિંગ – જેમાં સક્રિય હલનચલનનો સમાવેશ થાય છે, જેમ કે વળાંક સાથે લંગ વૉક, બેકપેડલ જોગ, વગેરે વર્કઆઉટ પહેલાં વધુ ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે તે સ્નાયુનું તાપમાન અને રક્ત પ્રવાહને વધારી શકે છે, જેનાથી પરફોર્મન્સમાં સુધારો થાય છે. રતને શેર કર્યું કે, “સ્ટ્રેચિંગ પર ચોક્કસ ગાઇડલાઇન્સ માટે વધુ વ્યાપક સંશોધનની જરૂર છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ