scorecardresearch

આ પાંચ વસ્તુ સાથે મૂળાનું સેવન સ્વાસ્થ માટે હાનિકારક, ઝેર સમાન કરે છે અસર

Radish Benefits: મૂળા ( Radish benefitS) સાથે તમે જો આ પાંચ વસ્તુ ખાશો તો તે તમારા સ્વાસ્થ માટે ઝેર (Radish benefits side effects) સમાન કરશે.

આ પાંચ વસ્તુ સાથે મૂળાનું સેવન સ્વાસ્થ માટે હાનિકારક, ઝેર સમાન કરે છે અસર
સારા સ્વાસ્થ માટે મૂળા સાથે આ પાંચ વસ્તુ ખાવાથી ટાળવી

શિયાળો આવે એટલે પુષ્કળ પ્રમાણમાં મૂળો જોવા મળે છે. મૂળો મોટાભાગે શાક તરીકે લેવાય છે. ત્યારે મૂળો વિટામીન A, B અને C, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન જેવા ઘણા ખનિજોથી સમૃદ્ધ હોય છે. જેને પગલે મૂળાને પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે અને આ જ કારણે ઘણા લોકો શિયાળામાં તેનું સેવન કરવાનું વધુ પસંદ કરે છે.

મૂળાનું સૂકુ સાક પણ બનાવી શકાય છે

ઘણા લોકો તો આ પ્રકારે મૂળાનું અથાણું પણ બનાવે છે. જેના સેવનથી લોકોને ગેસની સમસ્યાથી રાહત મળે છે. આ શાક ખાવામાં જેટલું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે તેટલા જ તેના નુકસાન પણ રહેલા છે. કોલંબિયા યૂનિવર્સિટીના ક્યુંગમિન રોહુ અનુસાર, મૂળાનું સેવન કરતી વખતે અમુક એવા ખાધ પદાર્થનું સેવન ના કરવુ જોઇએ અથવા કેટલીક કાળજી રાખવી આવશ્યક છે. કારણ કે જો તેઓ આ બાબતોનું ધ્યાન નહીં રાખે તો તેના સ્વાસ્થ માટે ઘાતક સાબિત થશે.

મૂળાના ખાધા બાદ દૂધ ન પીવું

મૂળા ખાધા પછી તુરંત દૂધ પીવાથી શરીર પર ખરાબ અસર વર્તાઇ છે. કારણ કે મૂળા શરીરને ગરમી આપે છે. એવામાં મૂળા બાદ તરત દૂધ પીવાથી વ્યક્તિને હાર્ટબર્ન, એસિડ રિફ્લક્સ અને પેટમાં દુખાવો ઉપડી શકે છે. તેથી આ બંનેના ખોરાક વચ્ચે અમુક કલાકોનું અંત્તર રાખવું સ્વાસ્થ માટે ફાયદાકારક સાબિત થશે.

કાકડી સાથે મૂળો ખાવો યોગ્ય?

લોકો કાકડી અને મૂળાને કાપીને સલાડના રૂપમાં ખાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કાકડી અને મૂળા એકસાથે ન ખાવા જોઈએ. કારણ કે કાકડીમાં એસ્કોર્બેટ હોય છે, જે વિટામિન Cને શોષવાનું કાર્ય કરે છે. જેથી કાકડી અને મૂળા એક સાથે ન ખાવા જોઈએ.

આ પણ વાંચો: લાલુ પ્રસાદ યાદવને તેમની દિકરી કરશે કિડની ડોનેટ, જાણો કોણ કરી શકે છે કિડનીનું દાન

નારંગી અને મૂળા

મૂળાની સાથે નારંગીનું સેવન પણ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એ કહેવું અતિશ્યોક્તિ નથી કે આ બંનેનું મિશ્રણ તમારા માટે ઝેર સમાન છે. આ તમને પેટની સમસ્યાના દર્દી તો બનાવશે જ પરંતુ તમને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય બીમારીઓ પણ આપી શકે છે.

કારેલા અને મૂળા

જો તમે મૂળા અને કારેલાનું એકસાથે કોઈ પણ રીતે સેવન કરતા હોવ તો સચેત થઇ જજો. કારણ તે આ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. હકીકતમાં આ બંનેમાં રહેલા કુદરતી તત્વો એકબીજા સાથે રિએક્ટર કરી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.જેને પગલે તમને શ્વાસ લેવામાં તકલીફ સાથે જ હૃદય માટે પણ ખતરારૂપ છે.

આ પણ વાંચો: શા માટે 40 વર્ષથી વધુ વયના લોકોને સૌથી વધારે જોખમ છે? જાણો ડોક્ટર પાસેથી

મૂળા ખાધા પછી ચા પીવી જોઇએ?

ચા અને મૂળાનું મિશ્રણ અત્યંત જોખમી છે. કારણ કે તેનાથી કબજિયાત અને એસિડિટી થઈ શકે છે. મૂળો, પ્રકૃતિમાં ઠંડા હોવાને કારણે અને ચા પ્રકૃતિમાં ગરમ ​​હોવાનું કહેવાય છે, અને બંને એકબીજાના વિરૂદ્ધ ગુણો ધરાવે છે.

Web Title: Radish benefits side effects food health tips

Best of Express